વટાણાં ની કચોરી તમને ભાવતી હોય તો આ રીત છે એકદમ પરફેક્ટ !! ટ્રાય કરી લેજો…

“વટાણાં ની કચોરી”

સામગ્રી :

૧ કપ.. ક્રશ કરેલા લીલા વટાણા,
આદુ મરચાં ની પેસ્ટ,
લીંબુ નો રસ,
ખાંડ,
મીઠુ,
૨ ટે સ્પૂન.. તેલ,
જીરૂ,
હિંગ,
તલ,
હળદર,
ગરમ મસાલો,

લોટ માટે :

મેંદો
મોણ માટે તેલ , ઘી
મીઠુ

સર્વ કરવા : લીલી ચટની

રીત :

૧. લીલા કાચા વટાણાં ને ચીલી કટર માં ક્રશ કરી લો.
૨. કઢાઇ માં તેલ ગરમ કરી જીરૂ, હિંગ, તલ, હળદર, આદુ મરચાં નો વઘાર કરી ક્રશ કરેલા વટાણાં ઉમેરી મીઠુ, લીબુ નો રસ, ખાંડ, ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે ૫-૭ મિનિટ કુક કરો.
૩. માવો પ્લેટ માં કાઢી ઠંડો થવા દો.
૪. મેંદા માં મીઠુ, મોણ ઉમેરી પાણી થી સોફ્ટ લોટ બાંધી ૧૫ મિનિટ રેસ્ટ આપી નાનાં લુઆ કરી લો. ૫. માવા માંથી નાનાં નાનાં બોલ્સ બનાવી લો.
૬. પૂરી વણી વચ્ચે માવો મૂકી કચોરી વાળી લો.
૭. ગરમ તેલ માં તળી લો.
લીલી ચટની સાથે સર્વ કરો.

નોંધ :

બધી કચોરી ને એકવાર થોડી તળી લેવી. સર્વ કરતી વખતે જરૂર મૂજબ ગોલ્ડન બ્રાઉન તળવી. આમ કરવાથી વધારે ક્રિસ્પી થશે.
હાફ ફ્રાય કરેલી કચોરી ડબ્બા માં ભરી ફ્રોઝન કરી શકાય.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો, વાનગી શેર કરવાનું ભૂલાય નહિ.

ટીપ્પણી