લાઇફ્સ્ટાઈલમાં થોડું પરિવર્તન લાવી, ત્રિદોષ વાત, પિત્ત અને કફથી મેળવો છૂટકારો ……

સંતુલીત કરો તમારા ત્રી-દોષ (વાત,પિત્ત અને કફ)ને તમારા દોષો એટલે કે વાત,પિત્ત અને કફને સંતુલીત કરો, આ ડાયટ તેમજ જીવનશૈલીમાં પરિવર્તન લાવીને આપણા દોષો એટલે કે વાત, પિત્ત અને કફને કેવી રીતે સંતુલીત કરવા તે પણ વ્યવસ્થીત ડાયટ અને જીવનશૈલી દ્વારા ?

આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમારા દોષને વ્યવસ્થીત ડાયટ અને વ્યવસ્થીત જીવનશૈલી દ્વારા સંતુલીત કરી શકાય છે.

તમારા શરીર પ્રમાણે તમારામાં અલગ અલગ દોષો અસંતુલિત હોઈ શકે છે. આયુર્વેદ પ્રમાણે ત્રીદોષ શરીરને સારામાં સારું માનવામાં આવે છે, જેમાં વાત્ત, પિત્ત અને કફ સંતુલિત રીતે અસર કરે છે. જે ખુબ જ ઓછા લોકોમાં જોવા મળે છે.

પણ તમારું શરીર કયા દોષોથી બનેલું છે તેનું અંહી કોઈ જ મહત્ત્વ નથી, તમે હંમેશા તમારા દોષોને સંતુલીત કરી શકો છો તે પણ એક વ્યવસ્થીત ડાયટ અને જીવશૈલીની માર્ગદર્શીકાઓ દ્વારા જે તમને આયુર્વેદ દ્વારા જ આપવામાં આવી છે.

આયુર્વેદ પ્રમાણેના આ છ રસ/સ્વાદ

ગળ્યું, ખાટ્ટુ, ખારુ, કડવું, તુરુ, તીવ્ર

સ્વાદની ત્રીદોષ પર અસર

અષ્ટાંગહૃદય સંહિતામાં તેને આ રીતે સમજાવવામાં આવ્યું છે. સ્વાદની યાદીમાં પ્રથમ ત્રણ સ્વાદ એટલે કે ગળ્યું, ખાટું અને ખારું તે વાતને ઘટાડે છે અને કફને વધારે છે. છેલ્લા ત્રણ એટલે કે કડવું, તુરુ અને તીવ્ર કફને ઘટાડે છે અને વાતને વધારે છે. જ્યારે તુરુ, કડવું અને ગળ્યું પિત્તને ઘટાડે છે. ખાટ્ટો, ખારો અને તુરો સ્વાદ પિત્તમાં વધારો કરે છે.

આ છ સ્વાદો અને તેના મુખ્ત તત્ત્વોગળ્યું પૃથ્વી અને પાણી (વાત અને પિત્ત ઘટાડે છે અને કફ વધારે છે)

ખાટ્ટું પૃથ્વી અને અગ્નિ (વાત્ત ઘટાડે છે અને પિત્ત અને કફ વધારે છે)

ખારુ પાણી અને અગ્નિ (વાત્ત ઘટાડે છે અને પિત્ત અને કફ વધારે છે)

તીવ્ર અગ્નિ અને હવા (વાત્ત અને પિત વધારે છે અને કફ ઘટાડે છે)

કડવું હવા અને અવકાશ/આકાશ (વાત વધારે છે અને પિત્ત અને કફ ઘટાડે છે)

તુરુ હવા અને પૃથ્વી (વાત્ત વધારે છે અને પિત્ત અને કફ ઘટાડે છે)

ઉપર જણાવેલી સ્વાદ માટેની સામાન્ય સમજણ અને તેની દોષો પર થતી અસરો તમને દર વખતે ખોરાક પસંદ કરવામાં મદદ કરશે. દરેક દોષમાં પાંચ તત્ત્વોમાંથી બે તત્ત્વોનું કોમ્બીનેશન હોય છે. તે પાંચ તત્ત્વો છે, અવકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી. આમ દરેક કોમ્બીનેશનમાં ત્રણ તત્ત્વોની ખોટ રહે છે. જો આપણે તેને સંતુલિત કરવું હોય તો આપણે તેવા ખોરાક ખાવા જોઈએ જેમાં તે ત્રણ તત્ત્વો રહેલા હોય.દા.ત. – જો આપણે અવકાશ અને હવા તત્ત્વો ધરાવતો ખોરાક વધારે ખાઈશું (સ્વાદે તીવ્ર, કડવા તેમજ તુરા ખોરાક), તો તે તમારા વાત દોષને અસંતુલિત કરશે. વાત દોષ એ અવકાશ અને હવાના તત્ત્વોનું કોમ્બિનેશન ધરાવે છે, તે માટે જો આપણે તેને બેલેન્સ કરવા માગતા હોઈએ તો આપણે તેવો ખોરાક ખાવો જોઈએ જેમાં અન્ય ત્રણ તત્ત્વો જેવા કે પૃથ્વી, પાણી અને અગ્નિ સમાયેલા હોય (એટલે કે ગળ્યો, ખાટો અને ખારા સ્વાદ વાળો ખોરાક).
જ્યારે આપણે ખોરાકની તાસીર તેમજ તેની ચોક્કસ દોષો પર થતી અસરો સમજીને ખાતા હોઈએ તો આપણી પ્રકૃતિને સંતુલીત કરી શકીએ છીએ અને તેને જાળવી પણ શકીએ છીએ.

આપણી માતાઓ તેમજ દાદીમાઓ હંમેશા આપણને કહેતા હોય છે કે આપણે આપણા ખોરાકમાં દરેક પ્રકારના સ્વાદ વાળો ખોરાક લેવો જોઈએ. હવે તમને તેના મહત્ત્વને સારી રીતે સમજી ગયા હશો. જો આપણે આપણા નિયમિત ડાયટમાં દરેક પ્રકારના સ્વાદનો ખોરાક સંતુલિત પ્રમાણમાં ઉમેરીશું, તો આપણા દોષો હંમેશા સંતુલિત રહેશે, આપણી માતાઓ તેમજ દાદીમાઓ પાસે આ જ્ઞાન હતું, જેને માતાઓ અને દાદીમાઓ દ્વારા આગળની પેઢી સુધી ફેલાવ્યું છે. આપણા વડવાઓ હંમેશા જાણે અજાણે પણ જાણતા હતા, પણ આજના દિવસોમાં આપણે તેમને અવગણવાનું શરૂ કરી દીધું છે અને આપણા જીવનમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ…

વાત દોષ અસંતુલીત હોવાના લક્ષણો અને તેના ઉપાયોઃ

વાત દોષ અસંતુલીત હોવાના લક્ષણોઃ

– કબજીયાત, ગેસ, પેટ ફુલી જવું, કોરો, કડક ઝાડો થવો– શરીરમાં પાણીની કમી

– હુંફાળુ વાતાવરણ ગમવું, ઠંડુ વાતાવરણ અને પવન પ્રત્યે અણગમો

– અવારનવાર વાઇરલ ઇન્ફેક્શન થવું.– વજન ઘટાડો

– ઉંઘ સરખી ન આવવી

– શુષ્ક ત્વચા

– ઘોંઘાટ સહન ન થવો

વાત અસંતુલીતતા માટેના મુખ્ય પરિબળોઃ

– વાત વધારતો ખોરાક ખાવો– રોજીંદી પ્રવૃત્તિઓનો અનિયમિત સમય જેમ કે ભોજન, ઉંઘ વિગેરે

– વાસી, વધેલો, ઠંડો, સુકો ખોરાક ખાવો

– એકધારું ખાવું

– ચિંતિત તેમજ નિરાશ હોવ ત્યારે ખાવું

– મદ્યપાન, કોફી અથવા બ્લેક ટી

– ગેસ છુટવો અથવા શરીરમાંથી બગાડ એટલે કે પેશાબ તેમજ જાડો ઓછો નીકળવો વિગેરે.

– મોડે સુધી જાગવું

– વધારે પડતો શ્રમ

– વધારે પડતી ચીંતા, ભય અથવા તો એકલતા.

વાતને સંતુલીત કરવા માટેની આહાર માટેની ટીપ્સ

– તમારા આહારમાં ગળ્યા, ખારા અને ખાટા સ્વાદવાળો ખોરાક ઉમેરો

– કડવો, તીવ્ર અને તુરા સ્વાદ વાળો ખોરાક ટાળો.

– હુંફાળો, તેલવાળો અથવા થોડો ભારે આહાર લેવો

– ઠંડા ખોરાકથી દૂર રહેવું.

– ખોરાકમાં બને ત્યાં સુધી બદામનું તેલ, ઘી અને તલના તેલનો ઉપયોગ કરો.

– આઇસસ્ક્રીમ અને ફ્રોઝન યોગર્ટ એટલે કે શ્રીખંડથી દૂર રહો

– ઉકાળેલા અથવા વરાળીયા સ્ટાર્ચી શાકભાજી આહારમાં લો

– પાકા ફળ લો

– હળવા મસાલા જેમ કે અજમા, આદુ, ઇલાઇચી, તજ, વરીયાળી, ધાણા, મીઠું, લવિંગ, રાઈ અને મરીનો ઉપયોગ કરો.– કેમોમાઇલ, વરિયાળી, આદુ, લીંબુ વિગેરે હર્બલ ટી તમારા સ્વાસ્થ્ય માટે સારી રહેશે.

– કાચુ મધ, ગોળ, મેપલ સીરપ મીઠાશ માટે સારા રહેશે.

– બ્રાઉન તેમજ ધોળી ખાંડ વાપરવાનું ટાળો

– તમારા ડાયેટમાં વાત બેલેન્સીંગ જડીબટ્ટીનો ઉપયોગ કરો

પીત્ત દોષ અસંતુલીતતાના લક્ષણો અને તેના ઉપાયો

પીત્ત દોષ અસંતુલીતતાના લક્ષણોઃ

– તમારા ચહેરા પર લાલ, સોજાવાળા ધબ્બા અને ખીલ થવા– શરીર તેમજ તેના સાંધાઓ પર સોજા આવવા

– એસીડીટી, ગેસ્ટ્રીક કે પેપ્ટીક અલ્સર, હાર્ટબર્ન

– ઉબકા આવવા અથવા તો જો જમવાનું રહી ગયું હોય તો અસહજતા થવી

– અતિસાર થવો

– શરીરમાં ગરમીની અસહજ ફીલીંગ થવી.

– ચીડ, ગુસ્સો અને કંટાળાની ફીલીંગ થવીપીત્ત અસંતુલીત માટે જવાબદાર મુખ્ય પરીબળોઃ

– પીત્ત વધારતો ખોરાક ખાવો

– ગુસ્સામાં હોવ ત્યારે ખાવું.

– ધૂમ્રપાન કરવું

– કોફી, બ્લેક ટી અથવા મદ્યપાન કરવું

– વધારે પડતું કામ કરવું

– વધીરે પડતું ઉત્તેજીત તેમજ સ્પર્ધાત્મક બની જવું.

પીત્તને સંતુલીત કરવા માટેની ટીપ્સ

– તમારા આહારમાં ગળ્યો, કડવો અને તૂરા સ્વાદવાળા ખોરાકનો ઉમેરો કરો

– તીવ્ર (તીખો), ખાટો અને ખારો ખોરાક ન લેવો.

– ઉકાળેલા, વરાળીયા અથવા કાચા શાકભાજી ખાવા

– તીખા-મસાલેદાર ખોરાકની અસરને ઓછી કરો– ગળ્યું ખાવાથી પીત્ત ઘટશે

– હુંફાળા દૂધમાં થોડા પ્રમાણમાં ઇલાઈચી અને આદુ નાખી પીવું.

– છાશ, ખારુ ચીઝ, ખાટી ક્રીમ અને યોગર્ટથી દૂર રહેવું.

– ઘી અને ઓલીવ ઓઇલ ખાવા માટે ઉત્તમ રહેશે

– હળવા, ઠંડા મસાલા જેવા કે ધાણા, ઇલાઈચી, લવિંગ, હળદર, જીરુ, મીઠો લીંમડો, ફુદીનો વિગેરેનો કોરાકમાં ઉપિયોગ કરો.

– ગોળ અને ખાંડ ન લેવા તેની જગ્યાએ મધ લેવું.

– તમારા ડાયટમાં પીત્ત બેલેન્સીંગ જડીબુટ્ટીનો ઉપયોગ કરો

કફ દોષ અસંતુલીતતાના લક્ષણો અને તેના ઉપાયોઃ

કફ દોષ અસંતુલીતતાના લક્ષણોઃ

શરીરનું વજન વધવા લાગશે અને મેદસ્વીતા આવશે, જે એક ધીમા અને મંદ પાચનનું પરીણામ છે.

– શરીરમાં પાણીનો ભરાવો અને સોજા આવવા.

– શરદી, સંકુલન અને કફ અવારનવાર થવા.

– શરીરમાં શર્કરાનું પ્રમાણ વધવું જેના પરીણામે ડાયાબીટીસ થાય.

– શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવું.

– કફનું જે ખુબ જ સામાન્ય લક્ષણ છે તેમાં સુસ્તીનો સમાવેશ થાય છે કારણ કે કફની ગુણવત્તા ખુબ જ ભારે અને ધીમી હોય છે.

કફ અસંતુલીતતા માટે જવાબદાર મુખ્ય પરીબળોઃ

– કફ વધારતો ખોરાક ખાવો

– વધારે પડતો, ગળ્યો, ખારો, તેલવાળો અને ચરબીવાળો ખોરાક લેવો.

– વધારે પડતું ભારે ભોજન ખાવું અથવા વધારે પડતું ખાવું.

– કોઈ પણ જાતની પ્રવૃત્તિ કે પછી શારીરીક વ્યાયામ ન કરવો.

– વધારે પડતું ઉંઘવુંકફને સંતુલીત કરવા માટેની આહારની ટીપ્સઃ

– કડવા, તુરા અને તીવ્ર ખોરાકનો ડાયટમાં સમાવેશ કરવો

– ગળ્યો, ખાટો અને ખારો ખોરાક ન લેવો

– બાફેલા, વરાળ આપેલા અને કાચા શાકભાજી વધારે ખાવા

– પાકેલો ખોરાક ખાવાથી કફ સંતુલીત થશે પણ તેમાં કેળાનો સમાવેશ ન કરવો. વધારે પડતો ભારે ખોરાક, મીઠુ અને ડેરી પ્રોડક્ટ આહારમાં ન લેવા.

– ગળપણ લાવવા માટેની અન્ય વસ્તુઓ જેમ કે ખાંડ, બ્રાઉન શુગર, મેપલ સીરપની જગ્યાએ મધનો ઉપયોગ કરવો.
– તેલનો ખુબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો, પછી તમે ગમે તેટલું સારું તેલ વાપરતા હોવ તો પણ તે પીત્તને વધારશે.

– તીવ્ર મસાલાઓ જેમ કે, લીલા-સુકા મરચા, લસણ, તુલસી, લવીંગ, વરીયાળી, રાઈ, હળદર, જીરુ, આદુ, ઇલાઈચી, તજ, ધાણા, મરી વિગેરે પાચનને ઉત્તેજીત કરશે, ભૂખને સુધારશે, સાઇનસ સ્વચ્છ કરશે, રક્ત પરિભ્રમણ ઉત્તેજીત કરશે જે કફને સંતુલીત કરવા માટે ખુબ જ મદદરૂપ થાય છે.

– કફ બેલેન્સીંગ જડીબુટ્ટીઓનો ડાયટમાં સમાવેશ કરવો.

તમારા દોષ ટાઈપ માટે તમારે એક સારા આયુર્વેદીક વૈદની સલાહ લેવી જોઈએ. તે તમને આહાર તેમજ જીવનશૈલીના પરિવર્તનો જાણવા માટે મદદ કરશે અને તેમ કરીને તમારા દોષો સંતુલીત થશે. આહાર તેમજ જીવશૈલીમાં પરિવર્તન લાવવા ઉપરાંત તમે નિયમિત ધોરણે કેટલીક આયુર્વેદીક જડીબુટ્ટીઓનો ઉપયોગ પણ તમારા દોષોને સંતુલીત કરવા માટે કરી શકો છો.

આયુર્વેદ અને આયુર્વેદિક દવાઓના સિદ્ધાંતો નક્કર અને કાયમી છે. આયુર્વેદ પ્રમાણે તમે તમારી જાતે જ તમારા શરીરમાંના 80% રોગોને દૂર કરી શકો છો અને તે પણ તમારા ઘરમાં જ. તમારા શરીરની તાસીર તેમજ પ્રકૃતિ જાણી તમારા ખોરાક તેમજ તમારી જીવનશૈલી વિષે યોગ્ય નીર્ણય લઈ તમે ડોક્ટર પાસે ગયા વગર જ સ્વસ્થ જીવન જીવી શકો છો. માત્ર બાકીના 20% રોગો માટે જ તમારે ડોક્ટરની જરૂર પડશે. તેમાં મોટા રોગો જેમ કે કેન્સર, હાર્ટ એટેક, સર્જરી અને અકસ્માતનો સમાવેશ થાય છે. માટે તમારે આયુર્વેદમાં જણાવેલી માર્ગદર્શીકાઓને અનુસરીને તમારા મન અને શરીર સાથે સંતુલન જાળવવાનું અને હંમેશા સ્વસ્થ રહેવાનું છે.

લેખન.સંકલન : અશ્વિની ઠકકર 

સ્વાસ્થ્યને લગતી સચોટ માહિતી વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ …

 

 

ટીપ્પણી