વટ સાવિત્રી વ્રતનુ છે અનેરૂ મહત્વ, જાણો ક્યારે છે, આ સાથે જાણો મૂહુર્ત તેમજ પૂજા વિધિની રીત

22મી મેના રોજ આવનાર વટ સાવિત્રીના વ્રત ના મુહુર્ત તેમજ તેની પુજા વીધી અને જાણો વ્રતના મહત્ત્વને

વટ સાવિત્રી વ્રત હિન્દુ ધાર્મિક સંસ્કૃતિનું એક મહત્ત્વનું વ્રત છે. આ વ્રતને વિવાહિત મહિલા એટલે કે પરિણિત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ સુખી દાંપત્ય જીવન માટે કરે છે. માન્યતા પ્રમાણે જે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત સાચા મનથી કરે છે. તેમના પતિનું આયુષ્ય વધે છે. સનાતન સંસ્કૃતિમાં મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વ્રત તેમજ ઉપવાસનું પાલન કરે છે. તો ચાલો જાણીએ વટ સાવિત્રી વ્રતની તારીખ તેમજ તેની પુજાનું મુહુરત તેમજ પુજા વિધિ અને તેના મહત્ત્વને.

image source

હીન્દુ પંચાગ પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની અમાસે કરવામાં આવે છે. આ વર્ષે 22મી મેના રોજ આ તીથી આવી રહી છે. માટે તમે જો વટ સાવિત્રીનું વ્રત કરતા હોવ તો તમારે 22મી મેના રોજ કરવાનું રહેશે.

શુભ મુહૂર્ત

અમાસની તિથિનો આરંભ – 21.35 (21 મે 2020)

અમાસની તિથિની સમાપ્તિ – 23.07 (22 મે 2020)

image source

વટ સાવિત્રના વ્રત તેમજ પુજાની વિધિ

 • – સૌપ્રથમ તો સવારે વહેલા ઉઠીને નિત્ય ક્રમ પતાવ્યા બાદ સ્નાન કરી લેવું.
 • – સ્નાન કરી લીધા બાદ વ્રતનો સંકલ્પ કરવો.
 • – મહિલાઓએ આ વ્રતની શરૂઆત સંપુર્ણ શ્રૃંગાર કર્યા બાદ કરવી જોઈએ.
 • – આ દિવસે પીળુ સિન્દુર લગાવવું શુભ માનવામાં આવે છે.
 • – વડના ઝાડ આગળ સાવિત્રી-સત્યવાન અને યમરાજની મૂર્તિ રાખો.
 • – વડના ઝાડમાં જળ અર્પણ કરીને તેની સમક્ષ ફુલ, ચોખા, અને મીઠાઈ ચડાવો.
 • – વડના ઝાડના થડિયા આસપાસ રક્ષા સૂત્ર બાંધીને આશિર્વાદ માંગવો
 • – વડના ઝાડની સાતવાર પ્રદક્ષિણા કરવી.
 • – ત્યાર બાદ હાથમાં કાળા ચણા લઈ આ વ્રતની કથા સાંભળવી.
 • – કથા સાંભળ્યા બાદ પુજારીને દાન આપવાનું ન ભુલો.
 • – દાનમાં તમે વસ્ત્રો, પૈસા તેમજ ચણા આપી શકો છો.
 • – બીજા દિવસે વ્રત તોડતા પહેલાં વડના ઝાડની કૂપણ એટલે કે નવું જ આવેલું કુમળું પાન ખાઈને ઉપવાસ પુરો કરવો.
 • – ઉપવાસ કરનાર મહિલાએ શ્રૃંગારનો સામાન ચોક્કસ ભેટમાં આપવો જોઈએ.
image source

શું છે વટ સાવિત્રીના વ્રતનું મહત્ત્વ.

વટ સાવિત્રીમાં બે શબ્દો છે. અને આ જ બે શબ્દોમાં આ વ્રતનું ધાર્મિક મહત્ત્વ છુપાયેલું છે. પહેલો શબ્દ છે વટ એટલે કે વડનું ઝાડ, હીન્દુ ધર્મમાં વટ વૃક્ષને પુજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શિવજી એમ ત્રણે દેવોનો વાસ હોય છે. માટે જ વડના ઝાડની પુજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો બીજો શબ્દ છે સાવિત્રી, જે મહિલા સશક્તિકરણનું એક મહાન પ્રતિક છે.

image source

પૌરાણીક કથામાં સાવિત્રીને ઉત્તમ સ્થાન આપવામા આવ્યું છે. કહેવાય છે કે સાવિત્રી પોતાના પતિ સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પાછો લઈ આવી હતી. વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ સાવિત્રીની જેમ જ પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની ઇચ્છા ત્રણે દેવતાઓ સમક્ષ વ્યક્ત કરે છે, જેથી કરીને તેમના પતિને સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને લાંબુ જીવન મળે.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ