વાસ્તુ અને ઘરના કંકાસને લગતી સમસ્યાઓ માટે અજમાવો આ ઉપાય, બધું પડી જશે શાંત

કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં વાસ્તુદોષ રહે તેમ ઇચ્છતી નથી, પરંતુ ઘણી વાર ઘરનો વાસ્તુદોષ દૂર કરવો હોય તો મસમોટો ખર્ચ કરવો પડે છે. જેમને વાસ્તુદોષ દૂર કરવો છે અને તેના માટે વધારે ખર્ચ કરી શકે તેમ ન હોય તેઓ તોડફોડ કર્યા વગર પણ વાસ્તુદોષને દૂર કરી શકે છે. વિવિધ પ્રકારના દોષ અને ઉપાયો અહીં પ્રસ્તુત છે. શૌચાલયની દીવાલ પર શિકાર કરતા વાઘનું ચિત્ર ચોંટાડી શકાય. વાસ્તવમાં ઇશાન ખૂણામાં શૌચાલય હોવું એ ખૂબ જ અશુભ ફળદાયક છે.

image source

દોષ મકાન-ભવન ની પૂર્વ દિશા નો ભાગ અન્ય દિશાઓ કરતાં ઊંચો હોય તો ટીવીનું એન્ટિના નૈઋત્ય ખૂણામાં લગાડી દેવું. જેની ઊંચાઈ ભવનના પૂર્વ અને ઉત્તર ભાગની દીવાલોથી વધુ હોય. એન્ટિનાના સ્થાને લોઢાની પાઇપ અથવા ઝંડો પણ રોપી શકાય. મકાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મજબૂત વસ્તુઓ અને ઉત્તર-પૂર્વ ભાગમાં પોલાણવાળી વસ્તુઓ મૂકી દેવી જોઈએ.

image source

મકાનમાં જો પૂર્વ-ઉત્તર ભાગમાં જગ્યા છોડયા વિના ઘરનું બાંધકામ થઈ ગયું હોય તો ઉત્તર દિશામાં ઉપરના માળનું નિર્માણ કરાવતી વખતે ઉત્તર અને પૂર્વ ભાગને ખાલી છોડી દેવો. પૂર્વ અને ઉત્તર ભાગને ખાલી રાખવો એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો માલ-સામાન મૂકવો નહીં. જો મુખ્ય દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે.

image source

દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર્વ કે અગ્નિ ખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો. ઇશાન ભૂખંડની ઉત્તર દિશામાં ઊંચી ઇમારત અથવા મકાન હોય તો આ વાસ્તુદોષને દૂર કરવા માટે ઉત્તર દિશાવાળી ઊંચી ઇમારત અને ભવનની વચ્ચે એક માર્ગ બનાવી દેવો જોઈએ અર્થાત્ માર્ગ માટે ખાલી જગ્યા છોડી દેવી જોઈએ. તેનાથી ઊંચી ઇમારતના કારણે જે વેધ ઉત્પન્ન થઈ રહ્યો છે તેના અને ભૂખંડની વચ્ચે માર્ગ બની જવાથી વાસ્તુદોષ અથવા વેધદોષનું નિવારણ આપોઆપ જ થઈ જશે.

image source

કહેવામાં આવે છે કે જે ઘરમાં કલેશ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. દરેકને પોતાના ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિની ઈચ્છા હોય છે. ઘર અને જીવન ની ખુશાલી જ વ્યક્તિના જીવનમાં પ્રગતિના રસ્તા ઉપર લઈ જાય છે. પરિવારમાં પ્રાપ્ત કરે છે એટલે કે કજિયા થી વ્યક્તિનું જીવન તકલીફોથી ભરાઈ જાય છે. ગૃહકલેશથી બચવા કે તેને ઓછો કરવા માટે જ્યોતિષ અને વાસ્તુના આધારે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. અમે આગળ તમને એવા જ થોડા ઉપાય જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારું જીવન સુખમય અને આનંદમય બનાવી શકાય છે.

સુવાની દિશા:

image source

તમે કઈ દિશામાં માથું અને પગ રાખીને સૂવો છો તે ગૃહકલેશમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. ગૃહકલેશમાંથી મુક્તિ માટે રાત્રે સૂતા સમયે પૂર્વ તરફ માથું રાખીને સૂવું, તેનાથી તમને તણાવમાંથી રાહત મળશે. એમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

હનુમાનજીની ઉપાસના:

image source

હનુમાનજી નિયમિત રીતે કરવામાં આવેલી તપાસમાં તમને તમામ પ્રકારે સંકટ અને ગૃહકલેશથી દૂર રાખે છે. જો કોઇ મહિલા ગૃહકલેશથી દુખી છે. તો ભોજપત્ર ઉપર લાલ કલમથી પતિનું નામ લખીને પત્ર અને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. તે ઉપરાંત ૧૧ મંગળવાર નિયમિત રીતે હનુમાનજીના મંદિરમાં ચોલા ચઢાવો અને સિંદૂર ચઢાવો એમ કરવાથી તકલીફોમાંથી રાહત મળશે.

કીડીઓને ભોજન:

image source

કીડીઓના દર પાસે ખાંડ કે લોટ અને ખાંડ ભેળવીને નાખવાથી ગૃહસ્થની સમસ્યાઓનું નિવારણ થાય છે. એવું નિયમિત ૪૦ દિવસ સુધી કરો. ધ્યાન રાખો આ પ્રક્રિયામાં કોઇ કચાશ ન રહે.

કુમકુમ લગાવો:

image source

એક સૂર્યમુખીના ફૂલ ઉપર ખૂબ ખૂબ લગાવીને તેને કોઈ દેવસ્થાન મૂર્તિ સામે રાખી દો. એમ કરવાથી સંબંધોમાં આવેલા તણાવ અને મતભેદો દૂર થાય છે. સાથે જ નાની કન્યાને શુક્રવારે ગળી વસ્તુ ખવડાવવા અને ભેટ કરવાથી તમારી તકલીફોનું નિવારણ થાય છે.