ઘરના મુખ્ય દરવાજા પર આવી સ્થિતીમાં ન લગાવવી ગણેશજીની મૂર્તિ…

હિંદૂ માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશની પ્રતીમા ઘરના મુખ્ય દરવાજાની બહારની તરફ લગાવવી જોઈએ. ઘરમાં વાસ્તુ પૂજા થાય ત્યારબાદ મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવવામાં આવે છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી, તેમ છતાં લોકો આમ કરે છે તેનું કારણ છે કે તેઓ ગણેશ મૂર્તિ લગાવવાના નિયમથી અજાણ હોય છે. ભગવાન ગણેશની મૂર્તિ કેવી રીતે લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તે આજે જાણી લો તમે.

  1. વાસ્તુ અનુસાર જો ઘરનો દરવાજો દક્ષિણ અથવા ઉત્તર દિશા તરફ હોય તો જે મુખ્ય દરવાજા પર ગણેશ મૂર્તિ લગાવવી જોઈએ. જો દરવાજો પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ હોય તો ભુલથી પણ ગણેશની પ્રતિમા દરવાજા પર ના મુકવી.
  2. ગણેશજીની જે મૂર્તિ ઘરમાં લગાવો તે બહારની તરફ હોવી જોઈએ. આ ઉપરાંત ભગવાનની સૂંઢ ડાબી તરફ વળેલી હોવી જોઈએ. એટલે કે ડાબી સૂંઢના ગણપતિ ઘરની બહારની તરફ લગાવવા જોઈએ. આવી જ રીતે ઘરની અંદર જમણી સૂંઢના ગણપતિની સ્થાપના કરવી જોઈએ અને તેની પૂજા નિયમિત કરવી જોઈએ.
  3. ગણેશની ઘરમાં રાખો તે મૂર્તિ એવી હોવી જોઈએ જેમાં ભગવાન આસન પર બિરાજમાન હોય.  ઓફીસ કે દુકાનમાં રાખેલી મૂર્તિ ઊભી હોવી જોઈએ. તેનાથી કામ-ધંધામાં પ્રગતિ થાય છે.
  4. જો ઈષ્ટદેવ ગણેશ હોય તો ઘરના ઈશાન ખૂણામાં જ તેમની સ્થાપના કરવી જોઈએ.
  5. ગણેશજીની મૂર્તિ એવી કોઈ દિવાલ પર ન લગાવવી જે બાથરૂમને અડતી હોય. આમ કરશો તો પાપના ભાગીદાર બનશો.
  6. ભગવાન ગણેશની જે મૂર્તિ લાવો તેમાં તેમના હાથમાં મોદક અને તેમનું વાહન મૂષક તેની સાથે હોવા જ જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણવા જેવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી