આ દસ વાસ્તુ ટિપ્સ પરથી જાણો કેવી હોવી જોઇએ તમારા ઘરની ટાઇલ્સ અને ફ્લોરીંગ

આવી હોવી જોઈએ ઘરની ટાઈલ્સ કે ફ્લોરીંગ, જાણો 10 વાસ્તુ ટિપ્સ

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું ફ્લોરીંગ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તેમાં કેવા પ્રકારની ટાઈલ્સ લગાડવી અને કેવા રંગની ટાઈલ્સ લગાડવી તે જાણવું જરૂરી હોય છે. કેટલીક ટાઈલ્સ હોય છે જે ગરમીમાં વધારે ગરમ થઈ જતી હોય અને ઠંડીમાં વધારે ઠંડી.. આવી ટાઈલ્સનો ઉપયોગ વાસ્તુ અનુસાર કરવો જોઈએ નહીં. તો ચાલો તમને જણાવીએ ઘરના ફ્લોરિંગ સંબંધિત વાસ્તુ ટિપ્સ.

1. કેવી હોવી જોઈએ ટાઈલ્સ

image source

આછા પીળા, સફેદ રંગના આસરનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. આસર ન લગાડી શકો તો પીળા, લાલ, ગેરુની સિરામિક, વિનાઈલ અને વુડન ટાઈલ્સ પણ ઉત્તમ વિકલ્પ છે. કોટા સ્ટોન ઉનાળા માટે લાભકારી છે પરંતુ ઠંડી અને વરસાદમાં તે નુકસાન કરે છે. તેથી આવી ટાઈલ્સ સમજી-વિચારીને ઉપયોગમાં લેવી.

2. કેવો હોવો જોઈએ રંગ

ફ્લોરિંગનો રંગ પણ વાસ્તુ નિષ્ણાંતની સલાહ લઈ નક્કી કરવો. કોઈપણ દિશામાં ખોટા રંગ કે પથ્થરનો ઉપયોગ કરવો નહીં. ઉત્તર દિશામાં કાળી, ઉત્તર-પૂર્વમાં આસમાની, પૂર્વમાં ઘેરો લીલો, અગ્નિમાં રીંગણી, દક્ષિણમાં લાલ, નૈઋત્યમાં ગુલાબી, પશ્ચિમમાં સફેદ અને વાયવ્યમાં ગ્રે રંગનું ફ્લોરિંગ હોવું જોઈએ. જો તમે અલગ અલગ રંગના પથ્થર નથી લગાડવા ઈચ્છતા તો તમે દરેક રુમમાં ઘાટા લીલા અથવા પીળા રંગનું ફ્લોરિંગ કરાવી શકો છો.

3. કેવું હોવું જોઈએ કાર્પેટ

image source

દરેક રુમમાં અલગ અલગ રંગનું સુંદર કારપેટ પાથરવું જોઈએ. તેને નિયમિત સાફ પણ કરો.

4. નમકના પાણીના પોતાં

સપ્તાહમાં એકવાર સમુદ્રી નમકને પાણીમાં ઉમેરી અને તેનાથી જમીન પર પોતાં કરવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

5. રંગોળી

image source

ઘરના દરેક રુમમાં રંગોળી કરો. રંગોળી આપણી પ્રાચીન સંસ્કૃતિ છે અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે. તેનાથી ઘરમાં શુભતા વધે છે.

6. ટાઈલ્સ તુટેલી ન હોય

ઘરના કોઈપણ રુમમાં એવી ટાઈલ્સનો ઉપયોગ ન કરવો જે તુટેલી હોય. કારણ કે તુટેલી વસ્તુનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. તેથી મુખ્ય રુમ, રસોડા કે બેડરુમમાં તુટેલી ટાઈલ્સનો ઉપયોગ ભુલથી પણ ન કરવો.

7. ઢાળ કેવો હોવો જોઈએ

image source

મકાનની જમીનનો ઢાળ કઈ દિશામાં હોય તે જાણવું પણ જરૂરી છે. ઘરનો ઢાળ હંમેશા ઉત્તર દિશા તરફનો હોવો જોઈએ. આ ઢાળ ઉત્તમ ગણાય છે.

8. અન્ય મહત્વના નિયમ

ઘરની ઉત્તર-ઈશાન દિશાનું ફ્લોરિંગ અને પશ્ચિમ વાયવ્યના ફ્લોરિંગથી 1 ફૂટથી વધારે નીચું હોવું અને વાયવ્યની સરખામણીમાં નૈઋત્ય કોણ 1 ફૂટ નીચું હોય તો નુકસાન કરે છે.

image source

મકાનની અંદર દક્ષિણ-નૈઋત્યુનો ભાગ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાની સરખામણીમાં નીચો હોય, મકાનની પૂર્વ દિશામાં ઈશાન ખૂણામાં શૌચાલય હોય અને તે ઊંચું હોય, ઘરની બહાર ઉપર જવા માટે ઉત્તર દિશામાં પશ્ચિમ વાયવ્યમાં દાદરો હોય તો તે નુકસાન કરે છે.

10. દાદરાના નિયમ

જો ઘરમાં અંદરથી દુકાનમાં આવવા જવા માટે અગ્નિ ખૂણામાં દાદરા હોય. તેની જ સામે નૈઋત્યુમાં એક દરવાજો ઘરની અંદર જવા માટે બનેલો હોય તો તે પણ નુકસાન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ