વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં દિવાલ પર લગાવો આ તસ્વીર, ફાયદો તમે જાતે જ જોઈ શકશો..

દિવાલો પર લગાવો વાસ્તુના હિસાબે તસ્વીરો, દૂર થશે તકલીફો અને ખુલી જશે ભાગ્ય… તકદીરને બદલી શકે તે રીતે કઈ તસ્વીરને કઈ દિશામાં મૂકવી જોઈએ જાણો…


આપણે આપણું ઘર હોય કે ઓફિસ હોય આપણે તેમાં અનેક વસ્તુઓ લઈને રાખીએ છીએ. આપને બજારમાંથી અનેક સુશોભનની વસ્તુઓ લઈએ છીએ અને તેમાંથી કેટલીય વસ્તુઓ અને પેન્ટિગ્સ આપણે દિવાલો પર પણ લગાવીએ છીએ. તમે જાણો છો? આપણાં ઘરમાં ભલેને શોભા વધારવા માટે લાવેલ વસ્તુઓ કેવી અસર કરે છે તેનો આપણને ખ્યાલ નથી આવતો હોતો. બની શકે કે તેની આપણાં ઘર પરિવારની શાંતિ ઉપર કે બરકત ઉપર નકારાત્મક કે માઠી અસર પડી શકે છે. આવો જાણીએ એવી કઈ તસ્વીરો, છબીઓ કે પેન્ટિગ્સ આપણાં ઘરની કે ઓફિસની દિવાલો પર રાખવાથી નુક્સાન થઈ શકે છે અને શેનાથી આપણને લાભ મળી શકે એમ છે.

પૂર્વ દિશા અને ઉત્તર દિશા


પૂર્વ દિશાએથી સૂર્યોદય થતો હોય છે, આ દિશાને સકારાત્મક ઊર્જા પ્રાપ્તિના મુખ્ય સ્ત્રોત તરીકે ખૂબ શુભ મનાય છે. અહીં ઊગતા સૂર્યની કુદરતી દ્રશ્યવાળી તસ્વીર, પેન્ટિગ કે છબી મૂકવી જોઈએ. પૂજાઘર કે ઘરમાં મંદિર મૂક્યું હોય એ કમરાના પૂર્વ દિશાએ સૂર્યવંશી ભગવાન રામના દરબારની છબી મૂકવી જોઈએ. જેથી પરિવારમાં એકતા અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય.


ફળ – ફૂલ હોય એવી તસ્વીરોને પણ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મૂકવી જોઈએ. સામાન્ય રીતે રસોડા પાસેની અને ડાયનિંગ ટેબલ પાસેની દિવાલ પર આ રીતની પેન્ટિગ મૂકાય છે. જ્યાંથી તાજગી અનુભવાય એવી ઊર્જા મળી રહે તે જરૂરી છે.

ધન કુબેરની દિશા


ઉત્તર દિશાને ધન કુબેરની દિશા પણ કહેવાય છે. અહીં હાથી દોરેલાં અને હાથમાંથી સોનાના સિક્કા વર્ષાવતાં મા લક્ષ્મીની તસ્વીર કે મંગળકારી ભગવાન શ્રી ગણેશની તસ્વીર મૂર્તિ કે છબી મૂકવી જોઈએ. હિરા – મોતી ઝવેરાત જડેલ કોઈ શો પીસ પણ આ દિશાની દિવાલ પર મૂકી શકાય છે. જે સમૃદ્ધિ અને સંપત્તિનો નિર્દેશ કરે છે.

પહાડો અને ઝરણાંવાળાં કુદરતી દ્રશ્યો


જે તસ્વીરોમાં પહાડો, વાદળો – ઊંચાં વૃક્ષો અને પહાડો પરથી વહેતાં ઝરણાં વગેરે દ્રશ્યો હોય તેવી છબી કે તસ્વીરને ઘર કે ઓફિસની પશ્ચિમ દિશાએ મૂકવી જોઈએ. આ રીતે પશ્ચિમ દિશાએ ટાંગેલી તસ્વીર તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થશે. આવી તસ્વીરો પૂર્વ દિશાએ હશે તો તે વાસ્તુ શાસ્ત્રના હિસાબે તમારા સૌભાગ્યમાં બાધારૂપ બની શકે છે.

નદી અને જળ સંબંધિત તસ્વીરો


ખળખળ વહેતી નદીઓ, સરોવરો, ઝીલ કે પછી સમુદ્ર અને તેની ભરતી – ઓટ દર્શાવતું હોય એવી દ્રશ્ય, જેમાં પાણી સંબંધિત લેંડસ્કેપ દોરેલા હોય તેવા પેન્ટિગ્સ અને ફોટો ફ્રેમને પણ પશ્ચિમ અને ઉત્તર દિશાએ જ મૂકવા જોઈએ.

દક્ષિણ દિશામાં કશું ન મૂકવું…


આમ કરવાથી તે તમાસા સદભાગ્યને આકર્ષશે અને સમૃદ્ધિને આમંત્રણ આપશે. જો તમે માનસિક શાંતિ ઇચ્છતા હોવ તો દક્ષિણ દિશાને સિવાય કોઈપણ એવી દિવાલ પર મહાવીર સ્વામી કે ભગવાન બુદ્ધની પ્રતિમા કે છબી લગાવવી જોઈએ જ્યાં તમારી વારંવાર નજર પડતી હોય.

ફેમીલી ફોટો


તમારા આખા ફેમીલીનો હસતા ચહેરાવાળી તસ્વીરને ઉત્તર દિશા કે પૂર્વ દિશાએ અથવા તો ઉત્તર પૂર્વીય દિશાએ મૂકવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોની એકબીજા પ્રત્યે માનસન્માનની લાગણી અને પ્રેમ વધશે અને મતભેદ ઓછો થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ