વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક રંગોનુ હોય છે અનેક મહત્વ, જાણો અને નોંધી લો આ માહિતી

દરેક રંગ કંઈક કહે છે, જાણો જુદા જુદા રંગો માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ શું હોય છે; ખાસ નિયમો…

નવરાત્રીનો પાવન પર્વ જેવો પૂરો થાય કે તરત જ લોકો દિવાળીનો તહેવાર નજીક હોવાથી તેની તૈયારીમાં લાગી છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ દિવાળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર ગણાય છે.

ત્યારે દરેકને પોતાના ઘરની સાફસફાઈ, સજાવટ અને રંગરોગાન કરાવવાની ઇચ્છા હોય છે. જો તમે આ વર્ષે દિવાળી ઉપર તમારું ઘર અથવા ઓફિસમાં રંગ કામ કરાવવાનું વિચાર્યું હોય તો આવી સ્થિતિમાં, કયો રંગ કરાવવો જોઈએ જે વાસ્તુના નિયમો અનુસાર હોય એ જાણી લેવું રસપ્રદ રહેશે.

image source

એવું માનવામાં અવે છે કે જો તમારા ઘરમાં લગાવાયેલ દરેક રંગને વાસ્તુ શાસ્તના નિયમોને ધ્યાનમાં રાખીને કરાવવાથી ઘરમાં પંચ તત્વોનું સંતુલન અને સમૃદ્ધિ રહે છે.

ઘરના શણગારમાં યોગ્ય અને અસરકારક રંગોનો ઉપયોગ કરવાથી એ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણેમાં એક રીતે જોઈએ તો તે શક્તિશાળી સાધન સાબિત થાય છે.

એક રિસર્ચ મુજબ આપણી આજુબાજુના રંગો અનુસાર વ્યક્તિ ઉપર શારીરિક અને માનસિક એમ બંને રીતે પ્રભાવિત થાય છે. સત્વ, રજસ અને તમસ જેવા આ ત્રણ પ્રકારનાં ગુણો સાથે રંગોનું જોડાણ રહેલું છે.

image source

આકાશી, લીલો, સફેદ અને અન્ય પ્રકાશ રંગોને તત્વો માનવામાં આવે છે. તીક્ષ્ણ લાલ, નારંગી અને ગુલાબી રંગને રાજ કહેવામાં આવે છે જે ઇચ્છાઓને વધારે છે.

તામાસિક રંગો ઘેરા હોય છે, જે મુખ્ય વાદળી, ભૂરા અને કાળા હોય છે. ઘરની સજાવટમાં તામાસિક રંગોને અવગણવું જોઈએ. આ રંગો વ્યક્તિને નિસ્તેજ અને આળસુ બનાવે છે.

નમ્ર, હળવા અને સાત્વિક રંગોનો ઉપયોગ ઘરમાં સુમેળભર્યા વાતાવરણ માટે થવો જોઈએ.

તમારી પર્સનાલીટીને ક્યા રંગ અનુરૂપ રહે છે તે જાણો…

image source

આપનું મકાન કે ઓફિસ આપણાં વ્યક્તિત્વની એક ઓળખ સમા હોય છે. તેમાં આપણી પસંદ અને નાપસંદની ઝલક દેખાઈ આવે છે. દરેક વ્યક્તિની સમજણ અનુસાર તેઓ પોતાના ઘર કે ઓફિસની સજાવટ કરતાં હોય છે.

જેમાં તેઓ શું કાર્ય કરે છે, સ્વભાવે કેવા છે અને તેમની આર્થિક સ્થિતિ કેવી છે વગેરે અનેક બાબતો ઉપર પર મહત્વ ધરાવે છે.

જો કોઈ ડોક્ટરનું ઘર કે દવાખાનું હશે, તો વધારે પડતો તેમાં સફેદ અને લાઈટ બ્લ્યુ કે ઓફવ્હાઈ અને પીચ જેવા પેસ્ટલ કલર્સનો ઉપયોગ હશે. વધારે પડતી ડાર્ક લાઈટ્સ અને અંધારું લાગે તેવી દિવાલો તેઓ પસંદ કરશે નહીં.

image source

વળી સામે કોઈ સંગીતકાર, ડાન્સર કે પછી ચિત્રકાર જેવા કલાકારનું ઘર કે તેમના કાર્યસ્થળની વાત આવશે તો તેમાં મલ્ટી કલર્સ અને લાઈટ્સ સાથેના વિવિધ પ્રયોગોવાળી દિવાલોથી શણગાર કરાય છે.

તમારા મૂડ ઉપર અને તમારી પસંદગી મુજબ દિવાલોના રંગની પસંદગી કરવી ખૂબ જ જરૂરી રહે છે. કેમ કે જો ઘરે આવીને તમને આનંદ ન મળે કે ઓફિસે પહોંચીને કામ કરવાનો કંટાળો આવે તો એ વાતાવરણમાં તમને નુક્સાન પહોંચી શકે છે.

બહારથી આવતા લોકો પણ તમારા વ્યક્તિત્વને ઓળખી જશે તો તમે તમારા પ્રોફેશન મુજબ અને પસંદગી પ્રમાણે ઘરના રંગની પસંદગી કરી હશે તો.

image source

ઇન્ટિરિયર ડેકોર કરાવવા પહેલાં જાણી લો કેટલીક મહત્વની વાતો, વાસ્તુ શાસ્ત્ર મુબજ

તમારી પસંદગી અને પ્રોફેશનની વાત વિચાર્યા બાદ આ સિવાય કેટલીક બાબતો એવી પણ હોય છે,જે આપણે જાણી લેવી જોઈએ, જેમાં વાસ્તુ શાસ્ત્ર પણ શામેલ છે.

ઘરનું ઇન્ટિરિયર ડેકોર એક આધુનિક વિચાર છે, તેની સાથે પ્રાચિન વિચારધારા વાસ્તુ શાસ્ત્રનો સુમેળ સાધીને ઘર કે કાર્યાલયનું શુસોભન કરવામાં આવે એ ઉત્તમ રીત બની રહે છે.

જેના કારણે વ્યક્તિની પસંદગી મુજબનું સાથોસાથે વાસ્તુના યોગ્ય પ્રમાણભૂત આધાર સાથે કરાયેલ કામને કારણે એ સ્થળ શુભ અને લાભદાયી બની રહે.

image source

પૌરાણિક કાળથી એવું માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રને અપનાવવાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમજ ઘર – પરિવારમાં સકારાત્મક ઊર્જા સાથે ધન સંપત્તિ પણ પ્રાપ્ત થતી હોય છે.

દરેક રંગ કંઈક કહે છે; જાણો કયા રંગની શું છે તાસીર…

image source

વાસ્તુ શાસ્ત્ર સાથે રંગોની એક અલગ જ થિયરી હોય છે. જેમાં દરેક રંગની જુદી ઊર્જા અને દરેક રંગોની તમારા ઉપર પડતી ઊર્જા અને થતી સકારાત્મક અસરો અનુરૂપ તેને તમારા ઘર અને કાર્યસ્થળની દિવાલો ઉપર લગાવવું જોઈએ.

દરેક રંગનો અલગ મિજાજ અને જુદી તાસીર હોય છે. તમારા માટે કયો રંગ લકી છે તે મુજબ તમારે ઘરના રંગકામનું પ્લાનિંગ કરાવવું જોઈએ. તો આવો જોઈએ, આ બાબતે કયો રંગ શું કહે છે.

લીલો અને વાદળી

image source

આછો વાદળી અને લીલા રંગને વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વાસ્થ્યના સકારાત્મક કુદરતી સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રંગો ઠંડા અને નરમ હોય છે અને તે મધ્યમ તિવ્ર છે અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જવાનું કારણ બની શકે છે.

હોસ્પીટલમાં પણ આ બંને રંગોનો ઉપયોગ થતો હોય છે. તેથી પડદા અને દિવાલો સામાન્ય રીતે લીલો કે વાદળી રંગના જ જોવા મળે છે.

image source

ઘરના ડ્રોઇંગ રૂમમાં આ રંગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બાથરૂમમાં પણ વાસ્તુ મુજબ આછો વાદળી રંગ કરાવવો શુભ માનવામાં આવે છે.

પીળો રંગ

image source

પીળો રંગ વ્યક્તિની નર્વસ સિસ્ટમને સંતુલિત રાખવા માટે અને મગજને સતેજ તેમજ સક્રિય રાખે છે. તેથી અભ્યાસના ઓરડામાં અથવા પુસ્તકાલયમાં આ રંગનો ઉપયોગ કરવો સલાહભર્યો છે.

વિદ્યાર્થીઓને વાંચતી વખતે હળવો પીળાશ પડતો રંગ અથવા લસણીયો પીળો રંગ કરાવવો ફાયદાકારક રહેશે.

જાંબલી રંગ

image source

એ જાણીને તમને નવાઈ લાગશે કે જાંબલી રંગને નિરાશાને દૂર કરીને સકારાત્મકતાનો પ્રોત્સાહક અને વિનાશક માનસિકતાને કાઢવાનું કારણ માનવામાં આવે છે, તેજ કારણ છે કે તેનો વધુ ઉપયોગ યોગ અને ધ્યાન ખંડ અથવા પૂજાસ્થળમાં કરાવવાનું શુભ માનવામાં આવે છે.

એકાગ્રતા કેળવવાની જેમને તકલીફ હોય અને જેમને સતત નકારાત્મક વિચારો આવતા હોય એમના ઓરડામાં રીંગણી કે જાંબલી રંગ જરૂર કરાવવો જોઈએ.

image source

આમેય છોકરીઓના રૂમમાં પર્પલ કલર કરાવવાનો ટ્રેન્ડ તો છે જ. તે મુજબ રૂમને એક કૂલ લૂક પણ આપી શકાય છે.

સફેદ રંગ

સફેદ રંગ વિશે જુદી જુદી માન્યતાઓ હોય છે. જો ઓરડાની છતને સફેદ રંગથી રંગાવવામાં આવે છે, તો ઓરડામાં વધુ ઊષ્મા અને પ્રકાશ ફેલાઈ શકે છે, જે વાસ્તુ તેમજ વૈજ્ઞાનિક રીતે એકદમ સારું અને સાચું છે.

image source

પરંતુ એવું કહેવાય છે કે સફેદ રંગ આખા રૂમમાં ન કરવો જોઇએ કારણ કે આ પ્રમાણે કરાયેલ સફેદ રંગ વાસ્તુમાં ટૂંકા ગાળાનો એટલે કે અલ્પજીવી રંગ માનવામાં આવે છે.

લાલ, ગુલાબી અને નારંગી

ગુલાબી, લાલ, નારંગી રંગ સંબંધોને મજબૂત બનાવે છે. આ ત્રણેય રંગ એક હ્યુ ધરાવે છે. તેમનો મૂળ રંગ લાલ છે. લાલમાં સફેદ ઉમેરીને ગુલાબી બને છે અને લાલમાં પીળો ઉમેરીને કેસરીયો થતો જાય છે.

આ રીતે આ રંગો એકબીજાથી સંબીધિત અસર બનાવે છે. તેમ તેની અસર પણ આપણા સંબંધોમાં સુમેળ સાધવામાં મદદરૂપ નિવડે છે. તેથી બેડરૂમમાં આ રંગોનો ઉપયોગ જરૂર ફાયદાકારક સાબિત થશે.

image source

રસોડામાં લાલ રંગ પણ શુભ ફળમાં વધારો કરે છે. ઘરના મુખ્ય દરવાજા માટેનો રંગ ઘરની દિશાના આધારે પસંદ કરવો જોઈએ, આમ કરવાથી, સકારાત્મક ઊર્જામાં વધારો થશે અને આખા ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ