જલ્સા કરોને જેંતીલાલ

ગૃહિણીને બિમાર કરી શકે છે ઘરથી જોડાયેલા આ વાસ્તુદોષ, ચકાશો તમારા ઘરની પરીસ્થિતિ કેવી છે…

દક્ષિણ દિશાને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ દિશા તરફ પગ રાખીને સુવું,મુખ્ય દ્વાર બનાવડાવવો કે ઘરનું કોઈ કામ કરવું શુભ નથી હોતું. વાસ્તુ વિજ્ઞાન મુજબ આ દિશાનાં સ્વામી યમરાજ માનવામાં આવે છે. આજ કારણે છે કે આ સંકટનો દ્બાર પણ કહેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ દક્ષિણ દિશા સાથે જોડાયેલી અમુક એવી વાસ્તુ ટીપ્સ, જેને ધ્યાનમાં રાખીને તમે ઘરની સુખ-સમૃદ્ધિ જાળવીને રાખી શકો છો.

યમનું નિવાસ

કેમ કે દક્ષિણ દિશામાં યમનું નિવાસ હોય છે એટલે ઘર બનાવડાવતી વખતે આ જગ્યોનો થોડો ભાગ છોડી દેવો જોઈએ. સાથે આ દિશાથી ઘરની દિવાલ પણ ઉંચી હોવી જોઈએ.

થાય છે આ ફાયદા-જો તમારું ઘર દક્ષિણમુખી એટલે કે મુખ્ય દ્વારા આ દિશામાં છે તો તેનો અમુક ભાગ થોડો ઉંચો રાખો. તેનાથી પરિવારનાં સભ્યોમાં પ્રેમ વધશે અને ઘરમાં સુખ શાંતિ આવશે.

-દક્ષિણમુખી ઘરનાં બધા કક્ષનાં દરવાજા પર આ જ દિશામાં હોવા જોઈએ. તેનાથી ઘરમાં સંપન્નતા આવે છે.-આ દિશામાં બનાવેલા કક્ષને થોડો ઉંચો બનાવડાવો. તેનાથી ઘરનું અૈશ્વર્ય વધશે અને જો તે રૂમ પતિ-પત્નીનો છે તો તેમના વચ્ચે પ્રેમ વધશે.

-દક્ષિણ દિશાનાં ઘરમાં પાણી પ્રવાહિત થવાની દિશા ઉત્તર હોવી જોઈએ. તેનાથી ઘરનાં મહિલાઓનું સ્વાસ્થય સારું રહે છે.

ખરાબ પરિણામ-દક્ષિણમુખી ભવનમાં ખાલી જગ્યા,બરામદે,ઘરનાં બધા રૂમો વગેરાનો ભાગ નીચો હોવાથી ઘરમાં રહેતા મહિલાઓ બિમારી રહે છે.

-જો આ દિશામાં કુવો કે ફાઉન્ટન હોય તો ઘરમાં ધન હાનિ થતી રહે છે. એવામાં આ દિશામાં કુવો કે ફાઉન્ટન ન બનાવડાવો.

શું કરવું?– જો ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ છે તો તેની એકદમ સામે એક અરિસો એ રીતે લગાવવો કે ઘરમાં પ્રવેશ કરનાર વ્યકિતનું આખું પ્રતિબંબ દર્પણમાં દેખાય.

-ઘરમાં કોઈપણ વાસ્તુદોષને દૂર કરવા માટે દક્ષિણ દિશામાં લાલ રંગ કરાવી દો.-દક્ષિણી દિવાલ પર દર્પણ લગાવડાવો,જેથી નકારાત્મક ઉર્જા તેના સાથે અથડાયને પરત ફરી જાય.

-વાસ્તુદોષ દૂર કરવા માટે આ દિશામાં સુંગધિત ફૂલોનું ફૂલદાન રાખો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version