ગાલીબ : એક કમનસીબ, દુર્બોધ અને પ્રખ્યાત શાયરનું સમગ્ર જીવન-ચરિત્ર વાંચો

આજનો દિવસ :- મિર્ઝા ગાલિબ – મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં

? જન્મ :-
૨૭ ડિસેમ્બર, ૧૭૯૭
આગ્રા, ભારત

? અવસાન :-
૧૫ ફ્રેબુઆરી, ૧૮૬૯
દિલ્હી, ભારત

? કેટલાક ગાલિબ સાહેબ ના શેર

પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?

બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !

તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !

‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !

બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ’;
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !

કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !

મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.

લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.

ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.

મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.

ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.

? મિર્ઝા ગાલિબ

આપણા ગઝલ શિરોમણી મરીઝ સાહેબ ને ગુજરાત ના ગાલિબ કહેવામાં આવે છે. પરંતુ એક રીતે જોઇએ તો બંન્ને મહાનુભાવો માં જમીન-આસમાનનો તફાવત હતો. મરીઝ ને પોતાના પરીચયની પડી ન હતી, જ્યારે ગાલિબ એવું ઇચ્છતા કે એમને બધા જ ઓળખે. ઉપરાંત ઘણી બધી બાબતો બાબતે અસામ્ય છે. પરંતુ એ અંગેની ચર્ચા થી ગાલિબ ની ગરીમા ઝાંખી પડતી નથી. એવું કહેવાય છે કે ગાલિબે લગભગ અઢાર હજાર જેટલા શેર રચ્યા હતા પરંતુ એ શેર લોકો ને સમજવામાં સરળ ન હોવાથી ફરી બારસો જેટલા શેર ઉર્દુમાં લખેલા.

મૈં આ અગાઉ પણ જણાવેલું કે પણ કહેવાય છે કે જ્યારે કોઇ કવિતા લોકગીત માં ખપી જાય ત્યારે કવિતા નો રચયિતા સફળ થયો ગણાય અથવા અમર થયો ગણાય. પણ ગાલિબ કદાચ એવા ગઝલકાર હશે કે બીજા ગઝલકારોની રચનાઓ અને શેર પણ એમના નામે જ જોવા-સાભળવા મળે છે. ‘ગાલિબ’નો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ. ઉર્દુ અને ફારસી ભાષામાં એમનું પ્રદાન ખરેખર અવર્ણનીય છે.

ઉર્દૂ શાયર એવા અસદ ઉલ્લાહ ખાન ‘ગાલિબ’નો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ના રોજ આગ્રામાં થયેલો. પિતા અને કાકાના મૃત્યુ પછી એમનું પાલન પોષણ નૈનિહાલમાં (મોસાળમાં) થયું હતું. એમના શિક્ષણ વિશે તો બહુ માહિતી પ્રાપ્ત નથી. જ્યારે શાળામાં ભણતા હતા અને ૧૦-૧૧ વર્ષના હતા ત્યારથી જ તેઓ અદભુત શેર કહેતા હતા. ઉર્દુના પ્રખર કવિ ‘મીર તકી મીરે’ અગિયાર વર્ષની ઉંમરના ગાલિબની ગઝલ વાંચીને કહ્યું હતું કે ‘આ છોકરાને જો યોગ્ય ગુરુ મળશે તો ભવિષ્યમાં એ ઉર્દૂનો મહાન શાયર બનશે. આ અરસામાં ઇરાનથી ફરતાં ફરતાં મુલ્લા અબ્દુસ્સમદ ઇરાની આગ્રા આવ્યા.એમના સહવાસે ગાલિબની કવિતાની રુચિ ઘડાઇ. ગાલિબે મીરની આ ભવિષ્યવાણી સાચી પાડી બતાવી. ઘણી બધી પ્રખ્યાત ગઝલો એમણે ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં જ લખી કાઢી હતી. ગાલિબનાં લગ્ન ૧૮૧૦ની ૯મી ઓગસ્ટે ૧૩ વર્ષની વયે દિલ્હીના પ્રસિદ્ધ ઘરાના ઈલાહી બખ્શ ‘મારુફ’ની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં પછી તેઓ દિલ્હી આવીને વસ્યા હતાં. દિલ્હીમાં શાયરીનું વાતાવરણ અદભુત રહેતું. નિયમિતપણે ત્યાં શેરો-શાયરીની મહેફિલો યોજાતી રહેતી. ગાલિબ એમાં જતા અને પોતાના અવ્વલ દરજ્જાના શેર રજુ કરતા. ગાલિબના સાત સંતાનો હતાં જે બધાય મૃત્યુ પામેલા. એ પછી ગાલિબે આરિફ નામનો છોકરો દત્તક લીધેલો હતો. એ પણ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો હતો. આપને કદાચ આશ્વર્ય થશે પણ એ સમયમાં પણ ગુજરાત માં ગાલિબ ના શિષ્યો હતા. જેમની સાથે ગાલિબ પત્રવ્યવહાર થી કામ ચલાવતા હતા. ગાલિબના ગુજરાતમાંના સહયોગીઓ અને શિષ્યો હતા – મીર ગુલામ બાબા ખાન, દાદ ખાન સૈયાહ, મીર ઈબ્રાહિમ અલી ખાન, મીર આલમ અલી અને મીર હકીમ મોદુદી.
જિંદગીના આખરી વર્ષો દરમિયાન એ સતત મૃત્યુની રાહ જોતા. આર્થિક હાલત કફોડી થઇ ગયેલી. શરાબના જવ્યસનથી શરીર અશક્ત બન્યું. અંતે ઈ.સ. ૧૮૬૯ના ફેબ્રુઆરી માસની પંદરમી તારીખે તેમનુ અવસાન થયું. એમણે છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર ના દરબાર માં પણ કામ કરેલું.

દૂરદર્શન પર ૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ આવતી હતી. ગુલઝારે તૈયાર કરેલી એ સિરિયલમાં સંગીત જગજિતસિંહનું હતું. નસિરુદ્દીન શાહે એમાં મિર્ઝા ગાલિબનુ પાત્ર એ રીતે ભજવ્યું હતું કે આજે પણ ગાલિબનો ઉલ્લેખ નીકળે ત્યારે મનમાં નસિરુદ્દીન શાહનું જ એ ચિત્ર ખડું થાય.

પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?

બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !

તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !

‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !

બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ’;
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !

કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !

મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.

લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.

ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.

મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.

ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.

? જીવન પ્રસંગો

. સ્વમાની ગાલિબ

મિર્ઝા ગાલિબ ખુબ જ સ્વમાની હતા. સ્વમાનની સાચવણી કરવા માટે એ સામેવાળા વ્યક્તિના હોદ્દાની શેહ-શરમમાં આવ્યા વગર સણસણતી સંભળાવી પણ દેતા. દિલ્હી કૉલેજમાં ફારસી અધ્યાપકની જરૂર પડી. ગાલિબને આમંત્રણ મોકલાવ્યું. પાલખીમાં બેસી ગાલિબ નોકરી આપનાર ટોમસનસાહેબને મળવા ગયા. મનમાં હતું કે પોતાનો સંદેશો મળતાં જ ટોમસન પાલખી સુધી આવશે. ખાસો સમય રાહ જોયા પછી તે આવ્યા ને ટોણો માર્યો કે, ‘તમે અહીં નોકરી માટે આવ્યા છો. તેથી હું તમને સત્કારવા આવું એવી નાહકની આશા ના રાખો” ગાલિબે કહ્યું, ‘નોકરી કરવાનો મતલબ જો ઇજ્જ્ત ઘટાડવાનો હોય તો મને એવી નોકરી ના ખપે.‘ આટલું કહી પાલખીમાં બેસી પાછા ચાલ્યા ગયા. આવી જ ખુદ્દારી એમના આ શેરમાંથી ભારોભાર ટપકે છે.

‘હું હાક મારું એટલે પ્રિયાના ઘરનો દરવાજો ઊઘડે

એ તો અપમાન છે, એ રીતે પ્રિયાને ઘેર કોણ જાય ?

બંધ દ્વાર પર અવાજ આપે એ ગાલિબ નહિ.’

. રાજદરબારની કેરી

મિર્ઝા ગાલિબને કેરીનું એટલું ઘેલું હતું કે કેરીની સિઝનમાં તેઓ સમગ્ર ભારતમાં રહેતા તેમના મિત્રોના ઘરે જતાં.જેથી દરેક જાતના આંબાની કેરીનો રસાસ્વાદ શક્ય બને. એક વાર તેમણે કલકત્તામાં રહેતા તેમના મિત્ર સરફરાઝ હુસેનને બંગાળની સુપ્રસિદ્ધ ગુલાબ કેરી મોકલવા ૧૫ પત્રો લખ્યા હતા. હુસેને પણ પ્રેમપૂર્વક તેમને બે ટોપલા ભરીને આંબા મોકલી આપ્યા હતા. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે, છેલ્લા મોગલ સમ્રાટ હયાત બક્ષ અને મિર્ઝા ગાલિબ એક વખત આંબાના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે, ગાલિબની નજર વૃક્ષ પર લચી રહેલા એક એક આંબાનું રસપાન કરી રહી હતી. દરબારના ગઝલકારને આ રીતે કેરીઓ સામે જોઈને સમ્રાટને આશ્ચર્ય થયું. હયાત બક્ષે ઉત્સુકતાભાવે ગાલિબને પૂછ્યું કે,” તમે આ રીતે કેરી સામે શા માટે જુઓ છો?” ત્યારે ગાલિબે કહ્યું હતું કે,” ડાળ પર લટકતી પ્રત્યેક કેરી પર તેના ખાનારનું નામ લખેલું છે. હું આમાં મારું નામ ક્યાંય લખેલું છે કે નહીં તે શોધી રહ્યો છું.” ગઝલસમ્રાટનો ત્વરિત ઉત્તર સાંભળીને તખ્તનશીન સમ્રાટે તેમને આંબા મોકલી આપ્યા હતા. કેરી ભેટ મોકલવા માટે તે સમયમાં ચોક્કસ નિયમોનું કડક પાલન કરવામાં આવતું. સમ્રાટોના આંબાવાડિયામાં ખાસ ઉગાડવામાં આવેલા આંબા માત્ર મિત્રોને અને શ્રીમંતોને જ મોકલવામાં આવતા. મિર્ઝા ગાલિબ શ્રીમંત પણ નહોતા અને મિત્ર પણ નહોતા. આમ છતાં તેમણે રાજદરબારની કેરીનો સ્વાદ માણ્યો હતો.

? લો, ફરી દિલમાં બેકરારી છે;

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

– મિર્ઝા ગાલિબ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

લેખક : વસીમ લાંદા 

રોજ નવી વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી