૧ એપ્રિલે જ શા માટે મજાક ઉડાવવાની પરઁપરા છે?? જાણવા માટે ખાસ વાંચો…

આજનો દિવસ એપ્રિલ ફુલ

એપ્રિલ ફુલ બનાયા… તો ઉનકો ગુસ્સા આયા…

માનવસહજ સ્વભાવ છે કે કોઇ સામેની વ્યક્તિ મુર્ખ બનાવી જાય, મજાક ઉડાવે તો આપણા માટે તે પચાવવુઁ આસાન હોતું નથી. લેકિન…કિઁતુ…પરંતું…વર્ષના ૩૬૫ દિવસમાંથી એક દિવસ એવો પણ છે જયારે કોઇ આપણી મજાક ઉડાવીનેજતું રહે તો આપણે પણ તેનો લુત્ફ ઉઠાવી લેતા હોઇએ છીએ. આ દિવસ એટલે ૧ એપ્રિલ. હવે ૧ એપ્રિલે જ શા માટે મજાક ઉડાવવાની પરંપરા છે તેના અંગે વિવિધ લોકવાયકાઓ છે. કેટલાક લોકોનું માનવવું છે કે ઇ.સ. ૧૫૮૨માં એપ્રિલથી નવા વર્ષનો પ્રારંભ ગણવામાં આવતો હતો. એ સમયે લોકો નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે ૧ એપ્રિલના એકમેકને મુર્ખ બની જતી તેને ‘એપ્રિલ ફુલ’થી સંબોધવામાં આવતો અને ત્યારથી આ ટ્રેંડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો હતો.એમ પણ કહેવામાં આવે છે કે સદીઓ અગાઉ યુરોપના કેટલાક દેશમાં ૧ એપ્રિલના એક દિવસ માટે માલિક નોકરની ભુમિકા અદા કરતો અને પ્રત્યેક નોકર માલિક બનીને તેના પર હુકમ ચલાવતો હતો. માલિક તેના નોકરના આદેશ અનુસાર પ્રત્યેક કામ વિનમ્રતાથી કરતો હતો. આ મુર્ખાઇ ભરેલી પ્રથાને કારણે લોકો એકમેકને આ દિવસે મુર્ખબનાવવાનું શરુ કર્યું. આજથી વર્ષો પહેલા ફ્રાંસના નારમેડીમાં ૧ એપ્રિલના અનોખુ સરઘસ નીકળતું, જેમાં એક ઘોડાગાડીમાં સૌથી મેદસ્વી વ્યક્તિને આગળ બેસાડવામાં આવતી અને તેની સાથે શહેર ફરતે ચક્કર લગાવવામાં આવતા. આ મેદસ્વી વ્યક્તિને જોઇને લોકો ખડખડાટ હસી પડતા. લોકોને મનોરંજન પૂરું પાડવું તે આ સરઘસ પાછળનો આશય હતો.આ તો થઇ વન્સ અપોન એ ટાઇમની વાત. હવે આજના સમય પ્રમાણે પરઁપરાનુઁ કારણ શોધવુઁ હોય તો એમ કહી શકાય કે એપ્રાઇઝલમન્થ ‘માર્ચ એન્ડિંગ’નો થાક ઉતારવા અને હસીને હળવાફુલ થવા માટે ૧ એપ્રિલેએ કમેકની મજાક ઉડાડવામાં આવે છે. કોઇ કોમનમેન તો એમ પણ બળાપો ઠાલવતો હોય છે કે ૩૧ માર્ચે ટેક્સ ભરીને તે મુર્ખ બન્યો હોવાથી ૧ એપ્રિલે તેની ઉજવણી કરવામાં આવે છે. હા, એ અલગ વાત છે કે આ વખતે ૧ એપ્રિલના બરાબર ૧૦ દિવસ અગાઉ એનક લોકો ફેસબુક પર ‘બીએફએફ’ લખી અનેક લોકો એડવાન્સમાં જ ‘એપ્રિલફુલ’ બની ચુક્યા છે.

એપ્રિલ ફુલ બનાવવાના કેટલાક ક્લાસિક કિસ્સાઓ પણ છે. આ કિસ્સાઓ જાણ્યા બાદ આપણને થશે કે ગાંડાના ગામ જ્યારે એપ્રિલ ફુલ બનનારા શહેર પણ હોય છે. વિખ્યાત ચેનલ બીબીસી ચેનલ પર ૧ એપ્રિલમા ૩ મીનીટની એવી ડોક્યુમેંટરી પ્રસારિત કરવામાં આવી અને જેમાં એમ દર્શાવવામાં આવ્યું કે સ્વિત્ઝર્લેંડમાં એક સ્થળે સ્પેગેટીની ખેતી થાય છે. મુખ્યત્વે ઇટાલની આ વાનગી ત્યારે બ્રિટનમાં ધીરે-ધીરે લોકપ્રિય થઇ રહી હતી. જેના કારણે ખાસ્સા એવા વર્ગે એમ માની લીધુ કે, ખરેખર વૃક્ષો પર સ્પેગેટીની લાંબીસેરો થાય છે. બીબીસીએ વળી દર્શકોને પુરેપુરા મુર્ખ બનાવવા માટે એક મહિલા વૃક્ષ ઉપરથી સ્પેગેટી ઉતારતી હોય તેવું દ્રશ્ય પણ સામેલ કર્યુઁ. આ ડોક્યુમેંટરી જોયા બાદ બીબીસીનું હેડક્વાર્ટર ફોનની રીઁગથી ધમધમી ઉઠ્યું અને દરેકનો સવાલ હતો, ‘અમારે પણ સ્પેગેટી ઉગાડવી છે, માર્ગદર્શન આપો ને…’૧૯૬૨માં સ્વિડનની એક ચેનલે એવી જાહેરાત કરી કે, ‘તમારા ટેલિવિઝનને બ્લેક એંડ વ્હાઇટ માંથી કલર માં તબ્દીલ કરી શકાય છે. જેના માટે તમારે ટીવીથી થોડું દુર બેસવાનું રહેશે, બેઠા બાદ તમારે માથું હલાવવાનું નથી.’ જેની પાંચ મિનિટ બાદ આ ચેનલમાં મોટા અક્ષરમાં લખેલી સુચના આવી ‘એપ્રિલ ફુલ’. ૧૯૯૮માં ન્યુ મેક્સિકન ફોર સાયંસ એંડ રિઝંસ’ નામના સામાયિકમાં એવો અહેવાલ આવ્યો કે રાજ્યની સેનેટ દ્રારા ગાણિતિક સંજ્ઞાપાઇનું મુલ્ય ૩.૧૪થી બદલીને ૩ કરવામાં આવ્યું છે. પાઇનુ મુલ્ય બદલવાથી કેટલી મુશ્કેલી સર્જીશે તેવા ભયને લઇને હો-હા મચી ગઇ, અનેક લોકોએ સેનેટરોને ખખડાવી પણ નાખ્યા. આ પછી સાચી વાત બહાર આવતા લોકોનો ગુસ્સો શાંત થયો.૧ એપ્રિલના અમેરિકન અખબાર ‘યુએસટુડે’ જાહેરાત આવી કે ફાસ્ટ ફુડ ચેઇન બર્ગર કિઁગે ૩૨ લાખ જેટલા અમેરિકન ડાબોડીઓને ધ્યાનમાં રાખીને લેફટ હેંડેડ સ્પેશિયલ સેંડવિચ, બર્ગર બનાવ્યા છે. આ જાહેરાત જોઇ અનેક ડાબોડીઓ એમ ઓર્ડર આપવા લાગ્યા કે, ‘મને લેફટી બર્ગર આપજો.’ બીજા દિવસે કંપનીએ જાહેરાતથી સ્પષ્ટતા કરી ત્યારે ગ્રાહકોને માલુમ પડ્યુ કે, ‘આપણે એપ્રિલ ફુલ બની ગયા.’

–>લેખક : ચિઁતનબુચ

સંકલન :વસીમ લાંડા

દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી