વાસી થુંક નો ઉપયોગ ધાધર, આંખના નંબર અને બીજા ઘણાબધામાં ફાયદાકારક છે…

કહેવાય છે કે, મોંમાં પેદા થતી લાળમાં ચમત્કારિક ગુણ હોય છે. કેટલાક કુદરતી ઉપચારકો અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય-ચિકિત્સકો વહેલી સવારની લાળને આંખમાં આંજવાનું કહે છે. રોજ સવારે ઊઠીને પહેલું કામ મોંમાં એકઠી થયેલી લાળને ગળી કે થૂંકી દેવાને બદલે એને આંગળીમાં લઈને ડાયરેક્ટ આંખમાં કાજળ આંજીએ એમ લગાવીને થોડીક વાર રહેવા દેવું..

આ રીતે પ્રયોગ કરવાથી આંખોનું તેજ વધે છે અને દૃષ્ટિ સુધરે છે. કેટલાક ચિકિત્સકો તો ત્યાં સુધી દાવો કરે છે કે એનાથી ચશ્માંનાં નંબર પણ ઘટે છે અને ત્રાંસી આંખ હોય તો એમાં પણ ફાયદો થાય છે. ત્રાંસી આંખ જેવી અવયવગત ખામીમાં લાળ ફાયદો કરે એ વાત સ્વીકારવી અઘરી પડે એમ છે. આંખમાં થૂંક આંજવાની વાત તો ઠીક, ચામડીના રોગોમાં પણ વહેલી સવારની લાળને ચમત્કારિક ગુણવાળી ગણાવાય છે.

જો કે આ પ્રયોગને ૩૦૦૦ વર્ષ પહેલાં ‘અષ્ટાંગ હૃદય’ નામનું આયુર્વેદશાસ્ત્ર લખનાર મહર્ષિ વાગ્ભટે મનુષ્યોની લાળને પણ અદ્ભુત ઔષધ ગણાવી છે. તેમના શાસ્ત્રમાં લખ્યા મુજબ જેમ માણસોની લાળ પણ પ્રાણીઓની લાળ જેવી જ ગુણકારી હોય છે.

બિલાડી, કૂતરાં જેવાં પાળતુ પ્રાણી હોય કે મોટાં જંગલી પ્રાણીઓ; તેમના શરીરમાં ક્યાંય ઘા થયો હોય કે વાગ્યું હોય તો સૌથી પહેલાં એને ચાટી-ચાટીને વાગેલા ઘા ને સાફ કરે છે અને પ્રાણીઓના ઘાવ કોઈપણ જાતની દવા લીધા વગર આ લાળનાં હિસાબે જ મટી શકે છે.

આ પ્રયોગ માનવ સમુદાયને પણ લાગુ પડે છે. કેમકે, લાળમાં કેમિકલ્સ અને પ્રોટીન રહેલા છે જે મેડીસીનમાં પણ રહેલા છે. લાળ ગ્રંથીના કારણે આપણા મોમાં ઉપ્પન્ન થતા બેક્ટેરિયા તરત જ નાશ પામે છે, જેનાથી આપણે નીરોગી ને સ્વસ્થ રહીએ છીએ. પરંતુ આજનો આધુનિક માનવી આ બધું ભૂલી ગયો છે. જો આપણે તેને લાળ વાળો પ્રયોગ કરવાનું જણાવીએ તો તરત જ જવાબ આપશે, “એવું ગંદુ અમને ન ફાવે”

ત્વચાની બીમારીઓમાં પણ સવારે ઊઠ્યાં પછીની પહેલી લાળ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી ફાયદો થવાનું ‘અષ્ટાંગ હૃદય’માં નોંધાયું છે.

વાસી થૂકનો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણો :

૧. ચશ્માંના નંબર હોય, આંખોમાં કન્જક્ટિવાઇટિસ થયો હોય, આંખોમાં ચીપના ખૂબ બાઝતાં હોય તો વહેલી સવારે આંખમાં લાળનું અંજન કરવું.

(મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદ શાસ્ત્રમાં થયો છે. આમ કરવાથી ફાયદો થાય છે કે કેમ એ હજી મેડિકલી પુરવાર ન થયું હોવાથી આંખના નિષ્ણાતો આ દાવાને સ્વીકારતા નથી. જોકે કેટલીક કાળજી સાથે આવો પ્રયોગ જરૂર કરી શકાય.)

૨. ખીલ થયાં હોય, એક્ઝિમા, ફોડલીઓ થઈ હોય ત્યારે, એના પર વહેલી સવારની પહેલી લાળ લગાવીને સુકાવા દેવી.

૩. દાઝ્યા પર સવારની લાળ લગાવવી. દાઝ્યાના ડાઘ દૂર કરવા માટે પણ લાંબો સમય લાળ લગાવવાનો પ્રયોગ કરવો.

૪. શરીરના જે ભાગ પર ધાધર થઇ હોય એ ભાગ પર જો અઠવાડિયા સુધી વાસી થૂક લગાવવામાં આવે તો, કાયમ માટે ધાધરથી છૂટકારો મળી શકે છે.

૫. શરીરના કોઈપણ ભાગ પર ચામડી પર જો ચીરો પડ્યો હોય તો, વાસી થૂક એ ચીરા વાળા ભાગ પર લગાવવાથી જલ્દી રૂઝ આવે છે.

૬. જે લોકોને આંખમાં નંબર હોય તો જો એ લોકો સવારે ઉઠીને આંખમાં વાસી થૂંક આંજણ માફક આંજે તો નંબર પણ દૂર થશે ને, ચશ્માં પહેરવાથી પણ છૂટકારો મળશે.

ધ્યાન રાખવા જેવી બાબત :

જે લોકોને પેઢાં કે રોગીઓ અને મોંમાંથી વાસ આવવાની સમસ્યા હોય એ લોકોએ વાસી થૂકને આંખમાં આંજે તો ફાયદો થવા કરતાં નુકસાન થવાની શક્યતાઓ વધુ છે.’ માટે એ લોકોએ આ પ્રયોગ ન કરવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ખુબ ઉપયોગી માહિતી દરેક મિત્ર સાતે અને લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ