જલ્સા કરોને જેંતીલાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હવામાં ઉડતો અભેદ કીલ્લો, એર ઇન્ડિયા વન વિષે જાણો.

હવામાં પણ વડાપ્રધાન મોદીને અભેદ કીલ્લા જેવી સુરક્ષા આપતા એરક્રાફ્ટ, એર ઇન્ડિયા વિષે જાણો.

અમેરિકન પ્રેસિડેન્ટની આંતરરાષ્ટ્રિય મુલાકાતો માટે વાપરવામાં આવતા એરક્રાફ્ટને એરફોર્સ વન કહે છે. તે આપણે સારી રીતે જાણીએ છીએ. અને તેના પર કંઈ કેટલીયે મુવીઝ પણ બની ગઈ છે. પણ આપણા માના મોટા ભાગના ભારતવાસીઓ આપણા પોતાના પ્રધાનમંત્રી માટેના એરક્રાફ્ટ વિષે ઘણું ઓછું જાણતા હોય છે.

એર ઇન્ડિયા એ તાજેતરમાં જ વડા પ્રધાનના એરક્રાફ્ટને અપગ્રેડ કર્યો છે. તેમણે 26 વર્ષ જૂના જેટને બદલીને નવા બે બોઈંગ લીધા ખરીદ્યા છે. જેમાં ખાસ કરીને સીક્યોરીટીમાં વધારો કરવામાં આવ્યો છે.

અહેવાલો અસાર અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદન કંપનીએ તાજેતરમાં જ ત્રણ એરક્રાફ્ટ ભારત પહોંચાડ્યા છે. આ ત્રણમાંના બે એરક્રાફ્ટને ખાસ કરીને વકડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે કસ્ટમાઈઝ કરવામા આવ્યા છે. તેમની લાંબી મુસાફરીઓ માટે.

એરફોર્સ વન જેવું જ સુરક્ષા વ્યવસ્થાઓથી સજ્જ પ્લેન વડાપ્રધાન મોદી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમ પણ ભારતીય વડા પ્રધાન એ વિશ્વની બીજા નંબરની લોકસત્તા ધરાવતો દેશ છે. ઇન્ટેલીજન્સ અહેવાલો પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સતત આતંકવાદી હૂમલાનું જોખમ તોળાયેલું રહે છે. તે જ કારણસર સ્વર્ગીય સુરક્ષા મંત્રી શ્રી મનોહર પરિકરના મંત્રાલયે વડાપ્રધાન મોદી માટે એરફોર્સ વન જેવી જ સુરક્ષા વ્યવસ્થા ધરાવતું એરક્રાફ્ટ તૈયાર કરાવ્યું છે.

એર ઇન્ડિયા વનને કોઈ સત્તાવાર નામ આપવામાં નથી આવ્યું પણ અમેરિકન પ્રેસિડેન્ટના એરક્રાફ્ટને જેમ એરફોર્સ વન કહેવાય છે તેમ ભારતીય વડા પ્રધાનના એરક્રાફ્ટને પણ લોકો એર ઇન્ડિયા વન કહીને બોલાવે છે. પહેલાં માત્ર નામ થી જ તે એરઇન્ડિયા વન હતું પણ હવે તદ્દન એરફોર્સ વન જેવી જ ટેક્નોલોજીથી સજ્જ ભારતીય વડાપ્રધાનનું એરક્રાફ્ટ થઈ ગયું છે.

એર ઇન્ડિયા વનની ખાસીયતો

હાઇ ટેક સુરક્ષા વ્યવસ્થા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એરઇન્ડિયા વન ને કોઈ જ મિસાઈલ ભેદી નહીં શકે. જ્યાં ક્યાંયથી પણ એરઇન્ડિયા વન પર જ હૂમલો કરવામાં આવશે તો તરત જ વિમાનને વોર્નિંગ મળી જશે. એર ઇન્ડિયા વન એરક્રાફ્ટમાં જામર લગાવવામાં આવ્યા છે. આ એરક્રાફ્ટ પર મિસાઈલ કે ગ્રેનેડનીકોઈ જ અસર નહીં હોય.

એવું કહેવામાં આવે છે કે આ પ્લેન પર વિસ્ફોટકની અસર નથી થતી. સંપૂર્ણ પ્લેનને મોડર્ન હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પ્લેન દુશ્મનની રડારને નિષ્ફળ કરવાની ક્ષમતા ધરાવે છે.

કોઈ પણ જાતની ઇમર્જન્સી જો પ્લેન હવામાં હોય ત્યારે સર્જાય તો તેવા સમયે આ પ્લેનમાં હવામાં જ ફ્યૂઅલ ભરવાની વ્યવસ્થા છે. આ પ્લેન માત્ર હાઇ ટેક્નોલોજીથી જ સજ્જ નથી પણ તે અંદરથી પણ અત્યંત લક્ઝરીયસ.

આ એર ક્રાપ્ટની સ્પીડ 935 કી.મી પ્રતિ કલાકની હશે.

હાઇટેક મેડિકલ વ્યવસ્થા

આ ત્રણ એરક્રાફ્ટનો ઉપયોગ પ્રધાન મંત્રી, રાષ્ટ્રપતિ તેમજ ઉપ રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસો માટે કરવામાં આવતો હોવાથી. આ એરક્રાફ્ટમાં મેડિકલ સગવડો પણ ઉચ્ચા દરજાની પુરી પાડવામાં આવશે. મુસાફી દરમિયાન બે મેડિકલ ટીમ સતત હાજર રહેશે. જેથી કરીને ક્રાફ્ટના મેમ્બરમાંથી કોઈની પણ તબિયત બગડે તો તરત જ તેમને સારવાર આપી શકાય. અને એક ઓપરેશન થિયેટર પણ રાખવામાં આવ્યું છે જેનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરી શકાય.

અન્ય સગવડો

આ એર ક્રાફ્ટમાં 100 લોકોની પસંદનું જમવાનું ત્રીસ વાર બનાવી શકાય તેટલી વ્યવસ્થા છે. તે ઉપરાંત 2000 લોકોનું ખાવાનું સ્ટોર કરી શકાય છે.

અને અહીં માત્ર બેસવાની નહીં પણ પ્રધાનમંત્રી આરામ પણ કરી શકે તેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે, તે ઉપરાંત પ્રધાનમંત્રીનો સંપૂર્ણ વોર્ડરોપ પણ અહીં સજ્જ કરવામાં આવ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version