જલ્સા કરોને જેંતીલાલ

આ તારીખેે છે વસંત પંચમી, ભૂલ્યા વગર આ સારા દિવસે કરો આ કામ, અનેક ઇચ્છાઓ થશે પૂરી અને સાથે થશે બીજા લાભ પણ

વસંત પંચમી 2021: સરસ્વતી માતાની પૂજા આ મંત્રો અને આરતી વિના છે અધૂરી

દર વર્ષે માહ મહિનાની શુક્લ પક્ષની પાંચમી તિથીને વસંત પંચમી કહેવામાં આવે છે. સવારે લોકો સરસ્વતી પૂજા કરશે. તેની સાથે જ સરસ્વતી માતાની કામના કરશે કે તેઓ તેમને બુદ્ધિ, વિદ્યા અને વિવેક આપે. ધાર્મિક માન્યતાઓ મુજબ વસંત પંચમી એટલી શુભ હોય છે કે આ દિવસે કોઈ માંગલિક કાર્ય કરતાં પહેલા દોષ વિચાર કરવા કે પંચાગ જોવાની જરૂર નથી. આ દિવસે વિવાહ, ભૂમિ પૂજન, નવો વેપાર શરૂ કરવા જેવા કામ કરી શકાય છે. આ દિવસે સ્વર અને જ્ઞાનની દેવી માતા સરસ્વતિની પૂજા કરવામાં આવે છે.

image source

માતા સરસ્વતીને વાણી અને બુદ્ધિની દેવી કહેવામાં આવે છે. જેના પર માતા સરસ્વતીની કૃપા હોય છે તે વ્યક્તિ ઉપર તે પ્રસન્ન રહે છે. માતા સરસ્વતિનો આશીર્વાદ લેવા માટે તમારે પૂજા કરવી પડે છે. કેટલાક લોકોને બોલવામાં તકલીફ થાય છે અને જે માનસિક રૂપે બિમાર હોય છે તેમના પર સરસ્વતી માતાની કૃપા નથી હોતી.

image source

વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીની સાચા મનથી પૂજા કરવાથી બધી જ પરેશાનીઓ દૂર થઇ જાય છે. 2021ની શરૂઆતથી જ ગ્રહોનો શુભ યોગ ન બનવાને કારણે એપ્રિલ સુધી માંગલિક કામ નથી થઇ શકતા પરંતુ વસંત પંચમીના દિવસે આખા દિવસ શુભ કાર્યો કરી શકાય છે. ખાસ કરીને અમૃત સિદ્ધ યોગ અને રવિ યોગનો સંયોગ આ દિવસને વધુ ખાસ બનાવે છે. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરીને દેવીની પૂજા કરે છે.

પૂજાનો સમય

image source

16 ફેબ્રુઆરી સવારે 3 વાગીને 36 મિનીટ પર પંચમ તિથી આવશે અને બીજા દિવસે એટલે કે 17 તારીખ સુધી 5 વાગીને 46 મિનીટ સુધી રહેશે. તે દિવસે ગંગા સ્નાન કરવાથી વધારે લાભ મળે છે.

પૂજા વીધિ

image source

માતા સરસ્વતિની પ્રતિમાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. બાદમાં અબીલ ગુલાલ કંકુ ચંદન કેસર વેગેરે ચડાવીને પુષ્પ અર્પણ કરોય મિઠાઇ અને ચોખા ચડાવો. પુસ્તકો રાખીને તેની પૂજા કરો.

પૂજા સાથે જોડાયેલા નિયમ

સ્કુલ અને કોલેજમાં માતા સરસ્વતિની પૂજા સાથે ઘરોમાં પણ આ પૂજા થાય છે. સવારે વહેલા ઉઠીને નાહીને માતા સરસ્વતિની પૂજા કરવામાં આવે છે. બાળકોને ભેટ સ્વરૂપે પુસ્તક આપવામાં આવે છે.

image source

સરસ્વતી માતાની પૂજા કરતી વખતે આ મંત્રોનો પાઠ કરો :

1. ओम ऐं सरस्वत्यै ऐं नमः.

2. ओम ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः

3. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।

4. ऐं ह्रीं श्रीं अंतरिक्ष सरस्वती परम रक्षिणी.

image source

સરસ્વતી માતાની આરતી :

સરસ્વતી માતાની વંદના :

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version