આજે વસંત પંચમી, વિદ્યાર્થીઓ ભૂલ્યા વગર કરે આ સરળ મંત્ર સાથે માતાની પૂજા, પરિક્ષામાં મળશે ધાર્યુ પરિણામ

આમ તો બુદ્ધિ, વિદ્યા અને વાણીની દેવી સરસ્વતીની પૂજા વર્ષ ભર કરવામાં આવે છે પરંતુ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાની આરાધના કરવી જોઈએ.

image source

માન્યતા અનુસાર આ દિવસે બાળકો મનથી માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરે છે તો તેમને વિદ્યા, બુદ્ધિ અને અન્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સિવાય માતા સરસ્વતી શ્રદ્ધાળુના મનની દરેક ઈચ્છા પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે માતા સરસ્વતીના આશીર્વાદ મળી જાય તો મહામુર્ખ પણ પ્રબુદ્ધ બની શકે છે. વસંત પંચંમીનું મહત્વ ઋતુઓની દ્રષ્ટિએ પણ ઘણું છે. આ દિવસથી વાતાવરણમાં પરિવર્તન આવે છે.

image source

પ્રેમ અને શ્રૃંગાર સાથે સાહિત્ય, કાવ્ય અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીની ઉપાસનાનો પર્વ વસંતોત્સવ તરીકે ઉજવાય છે. વસંત પંચમી આ ઉત્સવનો પહેલો દિવસ હોય છે જેની ઉજવણી આદિકાળથી ભારતમાં થતી આવી છે.

image source

આ દિવસે એવા વ્યક્તિ કે જેની કુંડળીમાં મહામુર્ખ હોવાનો યોગ હોય તે પણ માતા સરસ્વતીની આરાધના કરે અને આજના દિવસે વિદ્યારંભ કરે તો તે પણ બુદ્ધિશાળી થઈ સરસ્વતી માતાના વરદ પુત્ર બને છે. આ પરિણામ હોય છે માતા સરસ્વતીની કૃપાનું.

મારકંડેય પુરાણ અનુસાર આદ્યશક્તિના સત્વગુણી સ્વરુપ મહાસરસ્વતી રજોગુણી મહાલક્ષ્મી, તમોગુણી સ્વરુપ મહાકાળી છે. માતા સરસ્વતીની આરાધનામાં સૌથી વધુ સફેદ વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે દૂધ, દહીં, માખણ, સફેદ ફૂલ, નાળિયેર વગેરે.

image source

પૂજાની પદ્ધતિ નવરાત્રિમાં થતી પૂજા જેવી જ હોય છે. આજના દિવસે માતા સરસ્વતીને બોરના ફળ ધરવામાં આવે છે. પૂજા સમયે હંસ પર સવાર માતાના સ્વરૂપનું ધ્યાન ધરવું જેના એક હાથમાં વીણા અને બીજામાં પુસ્તક હોય. આ સાથે જ માતા સરસ્વતીના કેટલાક સરળ મંત્રોના જાપ પણ કરવા જોઈએ. આ મંત્રના જાપથી વાણીમાં ઓજ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

મૂળ મંત્ર

ઓમ શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા

આ મંત્રનો જાપ સ્ફટિકની માળા પર કરવામાં આવે તો તે ઝડપથી સિદ્ધ થાય છે. આ સિવાય રુદ્રાક્ષ અને ચંદનની માળાથી પણ જાપ કરી શકાય છે. વિદ્યાર્થીઓ માટે આ મંત્ર પારસ પથ્થર સમાન ગણાય છે.

ઓમ એં વાગ્વાદિનિ વદ વદ સ્વાહા, ઓમ એં હ્રીં શ્રીં ક્લીં સરસ્વત્યૈ સ્વાહા

image soucre

આ મંત્ર જાપ તથા હવન કર્યા બાદ આરતી પણ અવશ્ય કરવી. માતા સરસ્વતી જ્ઞાનની દેવી છે. તેમની આરાધનાનું ફળ અનંત હોય છે. તેથી આ પૂજા કરતી વખતે તેમની સામે પાઠ્ય પુસ્તક અને કલમ રાખવી જોઈએ. પૂજા બાદ પ્રાર્થના કરી અભ્યાસ શરુ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ