વસંત ચૌહાણ – Inspiring Story for Youth


નાનપણથી વિચારો મળી જાય તે કેટલી અનોખી વાત કહેવાય, પણ હજુ લાંબી મજલ કાપવાની હોય અને ધારી સફળતા કરતા વધારે મળે તો. જી હા, સુરતના યુવાન વસંત ચૌહાણ સાથે જ પણ કંઈક આવું જ બન્યું છે.
1991 માં અમરેલીના ધારી તાલુકામાં જન્મેલા વસંત ચૌહાણ એક વિચિત્ર રીતે તોફાની છોકરો હતો! જ્યારે તે લગભગ 5 વર્ષનો હતો, ત્યારે તેના માતાપિતાનું અવસાન થયું. ત્યારથી વસંત ના નાની અને મામા એમનો ઉછેર કર્યો.

વસંત – મામા અને નાની સાથે

વસંત જણાવે છે, જ્યારે એ નાનો હતો ત્યારે એમના નાની ને ઘર-કામ કરતા જોઈ ને એને બહુ દુઃખ થતું અને એને ત્યારથી જ નિશ્ચય લીધેલો કે હવે કઈ જિંદગી માં કરવું છે કે નાના-નાની ને આવું કામ ના કરવું પડે.તેમના દાદા એક મોચી હતા જે વસંત ની સ્કૂલ સામે ફૂથપાથ પર બેસતા અને તેના મામા દરજી હતા. સરકારી શાળામાં અભ્યાસ કરતા, વસંતે શેરી જીવન અને મૂળભૂત જીવનના નિયમો સાથે જજુમતો હતો. પૈસા ના હોવા છતાં પણ ટેલર નું કામ કરીને વસંત એમબીએના ગ્રેજ્યુએટ તરીકે પાસ થયા હતા. તમામ મુશ્કેલીઓ છતાં, તેણે હાર ના માની અને આગળ વધતો ગયો.
એક સામાન્ય ઘર ના નાના બાળક થી એક પોપ્યુલર સેલિબ્રિટી બનવાની આ સફર વસંત ની બહુજ રસપ્રદ અને રોમાંચક છે. વસંત મૂળભૂત રીતે એક વિડિઓ બ્લોગર છે જે લોકોને સરળ, સરળ, અને રમૂજી રીતે જીવનના મનોવિજ્ઞાનને સમજાવે છે અને રસપ્રદ રીતે લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. તેના વિડિઓઝમાં આપવામાં આવેલી વિવિધ ટીપ્સ મૂળભૂત રીતે અસંખ્ય રોજિંદા જીવન ના બનાવોથી પ્રેરિત હોય છે અને આ બધી ઘટનાઓને રસપ્રદ રીતે પ્રેરિત કરતી વિડિઓઝ માં કન્વર્ટ કરી ને લોકો ને મોટીવેટ કરે છે જે લોકોને જોવાનું પસંદ કરે છે.

તેને આ દિવસોમાં ઘણી લોકપ્રિયતા મળી રહી છે અને તેમની વિડિઓઝ જોઈને તમે સરળતાથી જિંદગી ને સમજી શકો છો કે ગમ્મે તેવી વિકટ પરીસ્થિતિ માં પણ હાર નથી માનવાની એ મેસેજ આપે છે, આજે તે પોપ્યુલર YouTuber, સ્પીકર અને લેખક છે. અને તેમના જેવા જીવનના સમાન મૂંઝવણોનો સામનો કરી રહેલા લોકોની સાચી મદદમાં કરવા માં માને છે. તેના વિડિઓઝ લોકોને મુશ્કેલીઓનો વધુ કાર્યક્ષમ રીતે સામનો કરવા માટે મદદ કરે છે! યુટ્યુબ પર 7 મિલિયન કરતા વધુ લોકો એ એના વિડિઓઝ જોયા છે અને રોજ ને રોજ લોકો એને વધુ જુએ છે સાથે કુલ ૮૩,૦૦૦+ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા છે અને તે વ્યાપકપણે પ્રશંસાપાત્ર છે! તેમના ટ્વિટર પર ૧૩૭,000 ફેન્સ છે,એ એક આશ્ચર્યચકિત સંખ્યા છે!

વસંત – જુદા જુદા સ્ટાર્સ સાથે

વસંત ના જીવન ની લાઈફ સ્ટોરી તમારે જોવી હોઈ તો તમે આ વિડિઓ ને જોઈ શકો છો – https://youtu.be/IDsMlDOe2h4
તમે પણ વસંત ના બાકીના વિડિઓઝ જોઈ શકો છો – https://www.youtube.com/user/vasant4uall/videos
વસંત નું ટ્વિટ્ટર પેજ – https://twitter.com/itsVasant

આપણે જ્યારે નાની નાની વાતમાં હતાશ અને નાસીપાસ થયેલા યુવક – યુવતીઓ ને જોઈએ ત્યારે દુઃખ થઈ આવે. એની સામે વસંત જેવા વિરલાઓ મિસાલ છે.
આવો, વસંતભાઈની આ પ્રેરણાદાયક સ્ટોરી લાખો લોકો સુધી લઈ જઈએ!

ટીપ્પણી