જલ્સા કરોને જેંતીલાલ

બાળપણના મિત્ર વરુણ-નતાશા બન્યા પતિ-પત્ની, લગ્નની તસવીરો શેર કરી વરુણે લખ્યું આ ખાસ કેપ્શન…જોઇ લો વર-વધુનો ફર્સ્ટ ફોટો

બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને નતાશા દલાલ રવિવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નાનપણના મિત્ર એવા બંને હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં અલીબાગ સ્થિત એક રિસોર્ટમાં સાત ફેરા લીધા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નની વાત સતત ચર્ચામાં રહી હતી.

image soucre

વરૂણ ધવન અને નતાશાના લગ્ન રવિવારે સાંજે 6.30 વાગ્યે શરૂ થયા હતા અને રાત્રે 10.30 વાગ્યે પૂરા થયા હતા. ત્યારે નવા પરણેલા કપલની તસવીરો પણ હવે સામે આવી ચુકી છે. વરુણ ધવને પણ તેના લગ્નની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી દીધી છે. આ તસવીરો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. વરુણે તસવીર શેર કરી લખ્યું છે કે જીવનભરનો પ્રેમ હવે ઓફિશ્યલ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે જે રિસોર્ટમાં વરુણ અને નતાશાએ લગ્ન કર્યા ત્યાં મીડિયાને જવાની પરવાનગી ન હતી. તેથી સૌ કોઈ કપલની તસવીરો શેર થાય તેની રાહમાં હતા. લગ્ન પહેલા રિસોર્ટમાં જ લગ્નની વિધિઓ કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ લગ્ન પહેલા નતાશાની ચુડા સેરેમની થઈ હતી. વરુણ ધવનનો વરઘોડો પણ રિસોર્ટની અંદર જ નીકળ્યો હતો.

image source

જાણવા મળ્યાનુસાર લગ્ન જે રીતે પ્લાન કરાયા હતા તે મુજબ શાંતિથી પૂર્ણ થયા હતા. લગ્નમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. ધવન અને દલાલ પરીવારના ખાસ લોકો સાથે લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. મહેમાનોનું પણ કહેવું હતું કે નતાશા સાથે લગ્નથી વરુણ એટલો ખુશ જણાતો હતો જાણે તેને કોઈ લોટરી લાગી ગઈ હોય. લગ્નમાં અંગત મિત્રો અને મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને ખાસ મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે ઢોલના તાલે લગ્નમાં મન મુકીને ડાન્સ કરો અને લગ્ન માણો.

image soucre

લગ્નમાં વરુણ ધવને એન્ટ્રી ક્વોડ બાઈક પર બેસીને કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. લગ્નની ખાસ વાત એ હતી કે તેના માટે નો ફોન પોલિસી ફોલો કરવામાં આવી હતી.

જાણવા મળ્યાનુસાર નતાશાની ઈચ્છા ન હતી કે તેના લગ્નની વિધિની કે અન્ય તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય તેથી લગ્ન દરમિયાન નો ફોન પોલિસીને કડક રીતે ફોલો કરવામાં આવી હતી. લગ્નમાં હાજર મહેમાનો અને હોટલના સ્ટાફના ફોન પણ 22 જાન્યુઆરીથી સીલ કરી દેવામાં આવ્યા હતા જે લગ્ન પૂર્ણ થયા બાદ પરત કરાયા હતા. વરુણ ધવને લગ્ન પહેલા 22 જાન્યુઆરીના રોજ પોતાના ખાસ મિત્રો સાથે સવાર સુધી બેચલર્સ પાર્ટી પણ માણી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version