જલ્સા કરોને જેંતીલાલ

કોમેડી અને રોમાન્સથી ભરપૂર છે ‘કુલી નં.1’ ફિલ્મનું ટ્રેલર, ના જોયુ હોય તો જોઇ લો જલદી

કુલી નં.1 ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ, વરુણ અને સારા અલી ખાનની કોમેડિ વચ્ચે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી

ફિલ્મ કુલી નં. 1નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર કોમેડી અને રોમાંસથી ભરપુર છે. ટ્રેલરમાં વરુણ ધવનનો કોમિક ટાઇમિંગ જોવા જેવો છે. તો બીજી બાજુ સારા અલી ખાન પણ કોમેડી કરતી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ટ્રેલરમાં બન્ને વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મ ડેવિડ ધવનની 45મી ફિલ્મ છે.

image source

ફિલ્મમાં પરેશ રાવલ સારા અલી ખાનના પિતાનું પાત્ર નિભાવી રહ્યા છે. ફિલ્મમાં વરુણ ધવનના પિતા ડેવિડ ધવન ડીરેક્ટર છે. તેમાં વરૂણ ધવન કેટલાએ અલગ અલગ પાત્રોમાં જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર જોની લીવીર નીભાવી રહ્યા છે. તેમના ફેન્સને ઘણા સમય બાદ તેમની શાનદાર કોમેડી જોવા મળી રહી છે. તે આ પોલીસ બનીને રાજૂ કુલીના સત્યનો ખુલાસો કરે છે.

આવું છે ફિલ્મનું ટ્રેલર

image source

આ ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે. આ સીનમાં તે પોતાની દીકરી સારા અલી ખાનને કહી રહ્યા છે કે કેવી રીતે તેમણે પોતાની દીકરી માટે દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ પસંદ કર્યો છે. જે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફાનો માલિક છે અને તે વ્હાઇટ હાઉસ પણ ખરીદી શકે છે. ત્યાર બાદ વરુણ ધવનને તેની સંપત્તિનો શો ઓફ કરતો બતાવવામાં આવે છે. બીજા સીનમાં તે કહી રહ્યો છે, ‘હુ ATM – અંબાણી, ટ્રમ્પ અને મોદી સાથે કોન્ફરન્સ કોલ પર છું.’

image source

બીજા સીનમાં પરેશ રાવલને એવું જાણવા મળે છે કે વરુણ કોઈ રેલ્વે સ્ટેશન પર કુલી તરીકે કામ કરે છે. જ્યારે પરેશ રાવલ તેની સાથે વાત કરવા જાય છે ત્યારે તે બિન્દાસ કહી દે છે કે તે તે વ્યક્તિ નથી જેને તેઓ શોધી રહ્યા છે. બાકીના ટ્રેલરમાં વરુણને આવી જ રીતે બતાવવામાં આવ્યો છે અને તેના કારણે હાસ્યછોળો ઉડે છે.

image source

શરૂઆતમાં તમને કુલી નંબર 1 ફિલ્મનું આ ટ્રેલર તમને પહેલાની ફિલ્મ જેવું ફિલ કરાવશે. જો કે નવી ફિલ્મને સુંદર લોકેશન્સમાં શૂટ કરવામાં આવી છે જેની મૂળ ફિલ્મમાં ખોટ વર્તાતી હતી. તમને જણાવી દઈએ કે મૂળ કુલી નં. 1 ફિલ્મમાં મુખ્ય પાત્ર ગોવિંદા અને કરિશ્મા કપૂરે નિભાવ્યું હતું. આ સાથે સાથે ફિલ્મમાં જુડવા એંગલ પણ એડ કરવામાં આવ્યો છે. તો હવે જોઈ લો ફિલ્મનું ટ્રેલર.

આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલિઝ થવા જઈ રહી છે. હાલ કોરોના મહામારીના કારણે દેશના મોટા ભાગના થિયેટર્સ બંધ છે. અથવા તો તેની અરધી ક્ષમતા પર જ તેને ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. માટે દર્શકોએ તેને નાના સ્ક્રીન પર જ જેવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version