વરૂણ ધવન અને નતાશા દલાલ બનશે જીવનસાથીઃ પોતાની પ્રેમીકાને હમસફર બનાવવાની વરૂણે કરી લીધી છે તૈયારી…

કોમેડી કિંગ અનિલ ધવનના સુપરસ્ટાર સપુત વરૂણ ધવન વિશે એક સમાચાર આવ્યા છે કે તેઓ આ વર્ષે તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લેવનું નક્કી કરી રહ્યા છે. એની સામે એક બીજા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે વરૂણ ધવને જાતે મીડિયામાં આવીને આ કહ્યું છે;

#KALANK #ZAFAR teaser out tomorrow

A post shared by Varun Dhawan (@varundvn) on

તેઓ કહે છે કે તેઓ વર્ષ 2019માં લગ્ન કરી રહ્યા નથી અને તેમના લગ્ન વિશે એવો કોઈ વિચાર પણ નથી. વરૂણ ધવને ફિલ્મફેરને એક મુલાકાતમાં કહ્યું છે કે એવું નથી કે તેઓ ક્યારેય લગ્ન કરશે નહીં, પરંતુ આ અહેવાલોમાં કોઈ શંકા નથી.

નતાશા અને વરુણ ધવન વિશે વાત કરતા, તે બન્ને બાળપણના મિત્રો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચમકતા સિતારા બની ગયા હોવા છતાં, વરુણે ક્યારેય તેમનો સાથ છોડ્યો નથી. વરૂણ ધવને નતાશા સાથેના સંબંધ વિશે ટૂંકમાં જણાવ્યું હતું.

જ્યારે વરૂણ ધવન લગ્ન કરી લેશે એવા સમાચરની અફવા આવી એ ક્ષણે, દેશમાં લાખો છોકરીઓનું હૃદય તોડી નાખ્યું હતું, પરંતુ વરૂણે સમાચારને નકાર્યા બાદ હવે તેઓને હવે થોડી રાહત મળી હોવી જોઈએ.

વરુણ ધવન સમાચારોમાં એટલે પણ છે કે હાલમાં તેમની ફિલ્મ કલંક ઘણી ચર્ચામાં છે, અને ફિલ્મના ટીઝરે પણ સૌનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. વરૂણ ધવનનું એક ગીત પણ ફિલ્મમાં છે જે જોતાં લાગે છે તે એકદમ હિટ જશે. લોકો તેને અત્યારથી જ પસંદ કરી રહ્યા છે.