જલ્સા કરોને જેંતીલાલ

વર્ષો બાદ વિદ્યા બાલન દેખાઈ કોમેડી અંદાજમાં, ટાઈમ પાસ માટે બનાવેલા વીડિયોમાં પંડિતજીની જેમ આપે છે શાસ્ત્રોનું જ્ઞાન…

વર્ષો બાદ વિદ્યા બાલન દેખાઈ કોમેડી અંદાજમાં, ટાઈમ પાસ માટે બનાવેલા વીડિયોમાં પંડિતજીની જેમ આપે છે શાસ્ત્રોનું જ્ઞાન… વિદ્યા બાલને બનાવ્યો ટીક ટોક વીડિયો… ફેન્સ કહે છે તે દેવીનો અવતાર લાગે છે…


આપણે વિદ્યા બાલનને હંમ પાંચની રાધિકાના રૂપમાં ચશ્માં પહેરેલ વાંકોડિયા વાળ અને કાનમાં સાંભળવાનું હિયરિંગ એડ લઈને હરતી – ફરતી અને દરવાજામાં ભટકાતી ત્રીજા નંબરની બહેનના પાત્રમાં ભૂલી ચાલ્યાં છીએ. કહાની જેવા ગંભીર પાત્ર અને મેરી પ્યારી સુલ્લુનું પ્રેરણાદાયક પાત્રમાં આપને જોઈ છે. બોબી જાસૂસ અને શાદી કે સાઈડ ઇફેક્ટ્સ જેવી રોમાંન્ટિંક કોમેડી પણ કરી છે. હાલ, તેઓ યુ ટી.વી. પ્રોમોશન્સના સી.ઈ.ઓ. સિદ્ધાર્થ રોય કપૂર સાથે સુખી દાંપત્યજીવન જીવે છે અને જૂજ ફિલ્મો જ કરે છે ત્યારે તેના ફેન્સને તેનો આ નવો અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે. વિદ્યા બાલને કર્યો છે, એક કોમેડી ટીકટોક વીડિયો…

શું નવું કર્યું વિદ્યા બાલને…


વિદ્યા બાલન કેટલાક ‘સંસ્કારી જ્ઞાન’ પીરસતો વિસ્ફોટક ટીકટોક વીડિયો શેર કર્યો, જેમાં તે લાલ ચટક સાડીમાં સજ્જ, આ બૉલીવુડની અભિનેત્રીએ તેના પોપ્યુલર સોશિયલ પ્રોફાઈલ ઉપર ઇન્ટરનેટમાં વહેવા છોડી દીધો છે. આ વીડિયોમાં લાલ સેંથો પૂરીને માથે ઓઢેલી સાડી, કપાળે મોટો ચાંદલો અને ગળામાં મળસૂત્ર અને લાલ બંગડી પહેરીને તે એકદમ ભારતીય સામાન્ય વર્ગની ગૃહિણી લાગે છે. જાણે કોઈ પંડિતાઈ હોય.


તે વીડિયોમાં એક પુરુષના અવાજમાં વોઈસ ઓવર સાથે કહેવાય છે, “શાસ્ત્રો અનુસાર દરેક કુવારી સ્ત્રીઓમાં નવ દેવીઓનો વાસ હોય છે પણ લગ્ન પછી કઈ દેવી વધારે એક્ટિવ થાય તેના પતિના કર્મો ઉપર નિર્ભર કરે છે…”

તેમણે આ વીડિયો શેર કરતાં કેપ્શન લખ્યું છે, સમ ટાક ટોક ટાઈમ પાસ…


તે વીડિયોને તેમના ફોલોઅર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અત્યાર સુધી લાખો લાઈકસ આ વીડિયોને મળી ચૂક્યા છે. અને તે વાઈરલ થઈ ગયો છે. શરૂઆતના જ બે કલાકમાં તે ૧.૩ લાખ વ્યુઅર્સ મળી ગયા હતા. અનેક પ્રસંશકો એ કોમેન્ટ પણ કરી છે. તેમાં કોઈએ તો એવું પણ કહ્યું છે, કે વિદ્યા આ લૂકમાં દેવીનો અવતાર લાગે છે.


હાલમાં તે, મિશન મંગલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવનારી આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને તાપસી પન્નુ દેખાશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version