આ દિવસે લાગશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણી લો તારીખ, સમય..સાથે ખાસ જાણજો ભારત પર કેવી થશે અસર

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ મે મહિનામાં યોજાવવા જઈ રહ્યું છે. મે મહિનાની 26મી તારીખે ગ્રહણ યોજાશે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે આ દિવસે વૈશાખ પૂર્ણિમાનો યોગ પણ બની રહ્યો છે. તો જાણો આ દિવસે ચંદ્રગ્રહણ કેવું રહેશે અને કયા સમયે લાગશે. આ સાથે એ પણ જાણી લો કે ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે અને તેની કેવી અસર થશે.

આ છે વર્ષના પહેલા ચંદ્રગ્રહણનો સમય અને તારીખ

image source

26 મેના રોજ યોજાનારું ગ્રહણ બપોરે 2.17 મિનિટે શરૂ થશે અને સાંજે 7.19 મિનિટે પૂરું થશે. આ ગ્રહણનો પ્રભાવ વૃશ્વિક રાશિ અને અનુરાદા નક્ષત્ર પર સૌથી વધારે પડી શકે છે.

કેવું હશે ગ્રહણ

image source

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ઉપછાયા ગ્રહણ હશે. તેના કારણે તેનો ધાર્મિક પ્રભાવ રહેશે નહીં.

જાણો કયા દેશમાં દેખાશે આ વર્ષનું પહેલું ઉપછાયા ચંદ્રગ્રહણ

image source

આ ગ્રહણ 26 મેના રોજ દેખાશે. તે અમેરિકા, ઉત્તરી યૂરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પૂર્ણ રીતે દેખાશે અને સાથે ભારતમાં તે ઉપછાયાની જેમ દેખાશે.

જાણો શું રહેશે સૂતક કાળનો સમય

image source

દરેક ગ્રહણ પોતાની સાથે સૂતકનો સમય પણ નક્કી કરીને આવે છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. તેમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યોને લઈને પાબંધી રહેશે નહીં. ગ્રહણ કાળના સમયમાં મંદિરના દરવાજા બંધ રહેશે નહીં. આ દિવસે કોઈ પણ શુભ કાર્યો પર પણ રોક લગાવાશે નહીં.

કોને કહેવાય છે ઉપછાયા ગ્રહણ

image source

ચંદ્રગ્રહણના શરૂ થતા પહેલા ચંદ્ર ધરતીની ઉપછાયામાં પ્રવેશ કરે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક છાયામાં પ્રવેશ વિના બહાર નીકળે છે તો તેને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્રમા ધરતીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કરે છે તો પૂર્ણ ચંદ્રગ્રહણ બને છે. તેને વાસ્તવિક ચંદ્રગ્રહણ માનવામાં આવશે નહીં.

2021માં આ દિવસોએ આવશે અન્ય ચંદ્રગ્રહણ

image source

આ વર્ષમાં કુલ 2 ચંદ્રગ્રહણ આવશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થશે અને સાથે અન્ય ગ્રહણ વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ હશે જે 19 નવેમ્બરે યોજાશે. આ દિવસનું ચંદ્રગ્રહણ આંશિક ગ્રહણ હશે.

image source

ચંદ્રગ્રહણના સમયે નવા કામ કરવાની મનાઈ હોય છે. આ સિવાય ગ્રહણના સમયે ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો કે 26મેના રોજ ગ્રહણ થશે તે ઉપછાયા ગ્રહણ હશે. આ દિવસે કોઈ કાર્યો પર રોકટોક રહેશે નહીં.