આજે છે વર્ષનું પહેલું પ્રદોષ વ્રત, પૂજા કરવાથી મળશે સૌભાગ્ય અને શાંતિ

8 જાન્યુઆરીએ છે વર્ષનું પહેલું પ્રદોષ વ્રત, પૂજા કરવાથી મળશે સૌભાગ્ય અને શાંતિ

હિંદૂ પંચાંગ અનુસાર દર માસની તેરસની તિથિને પ્રદોષ વ્રત હોય છે. પોષ માસની શુક્લ પક્ષની તેરસની તિથિ 8 જાન્યુઆરી અને બુધવારના રોજ છે. તેવામાં વર્ષ 2020નું પહેલું પ્રદોષ વ્રત બુધવારે છે. બુધવારએ પ્રદોષ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવાય છે. આ દિવસે ભગવાન શિવની આરાધના વિધિપૂર્વક કરવાથી તમામ સંકટમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ આ વ્રત કરવાથી વ્યક્તિના મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

image source

બુધ પ્રદોષ વ્રતનું મુહૂર્ત

પોષ માસના શુક્લ પક્ષની તેરસની તિથિ 8 જાન્યુઆરીની સવારે 4.14 કલાકથી થશે જે 9 જાન્યુઆરીના રોજ 3.43 કલાક સુધી રહેશે.

બુધવારના દિવસે પ્રદોષ વ્રત પૂજાનું મુહૂર્ત બે કલાક અને ચાલીસ મિનિટ સુધી છે. તેનો પ્રારંભ 8 જાન્યુઆરીના રોજ સાંજે 5.17 કલાકથી 7.57 કલાક સુધી રહેશે.

image source

બુધ પ્રદોષનું વ્રત કરવાથી થતા લાભ

બુધ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. વ્રત કરનારના જીવનના તમામ સંકટ, બાધાનું નિવારણ થાય છે. બુધવારનો દિવસ વિધ્નહર્તા ગણેશજીને સમર્પિત હોય છે. આ દિવસે તેના પિતા ભગવાન શિવની આરાધના કરવાથી તે પણ પ્રસન્ન થાય છે. આમ બુધ પ્રદોષ વ્રત કરવાથી ગણેશજી અને શિવજી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પ્રદોષ વ્રતની પૂજા વિધિ

image source

તેરસ તિથિના રોજ સવારે સ્નાનાદિ કરી સ્વચ્છ કપડા પહેરવા. આ દિવસે સ્નાન કર્યા બાદ મહાદેવને સાક્ષી માની વ્રત કરવાનો સંકલ્પ લેવો. ત્યારબાદ દિવસભર ઉપવાસ કરવો અને સૂર્યાસ્ત બાદ સ્નાન કરી શુભ મુહૂર્તમાં શિવજીની વિધિ વિધાનથી પૂજા કરવી. પૂજા નીચે દર્શાવ્યા અનુસાર કરવી.

image source

પૂજા કરવા માટે ઉત્તર અથવા પૂર્વમાં મુખ કરી બેસવું. ત્યારબાદ ભગવાન શિવને પુષ્પ, અક્ષત, ભાંગ, ધતૂરો, સફેદ ચંદન, ગાયનું દૂધ ચઢાવો. શિવજી સમક્ષ ધૂપ કરવો. ત્યારબાદ તેમનો અભિષેક ગંગાજળથી કરવો અને સાથે જ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ 108 વખત કરવો. મંત્ર જાપ કર્યા પછી શિવ ચાલીસાનો પાઠ કરવો અને પૂજા પૂર્ણ કરવી. પૂજા પૂર્ણ થાય પછી આરતી કરવી અને પ્રસાદ પરીવારના લોકોને આપી ગ્રહણ કરવો.

જાણો અલગ અલગ પ્રદોષ વ્રતના મહત્વ વિશે

image source

બુધ પ્રદોષ

બુધવારે આવતા પ્રદોષ વ્રતથી કામનાઓ પૂર્ણ થાય છે.

ગુરુ પ્રદોષ

ગુરુવારના દિવસે આવતા પ્રદોષ વ્રતથી શત્રુઓનો નાશ થાય છે.

શુક્ર પ્રદોષ

શુક્રવારના દિવસે આવતા વ્રતથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ દાંપત્યજીવનમાં સુખ શાંતિ રહે છે.

શનિ પ્રદોષ

શનિવારે આવતા પ્રદોષ વ્રતથી સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થાય છે.

image source

રવિ પ્રદોષ

રવિવારે આવતા પ્રદોષ વ્રતથી આયુષ્ય વૃદ્ધિ થાય છે અને ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.

સોમ પ્રદોષ

સોમવારે આવતા પ્રદોષ વ્રતથી આરોગ્ય સાથે તમામ મનોકામના પૂર્ણ થાય છે.

મંગળ પ્રદોષ

મંગળવારના દિવસે આવતા વ્રતથી અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ