વરસાદની મજા બની સજા: હિમાચલમાં નદી કાંઠાનાં 10 ઘર તણાયાં, આટલાં લોકોના થયા મોત, જોઇ લો તસવીરોમાં વિનાશના દ્રશ્યો

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદનો ચાલી રહ્યો છે અને હવે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે 10 ઘર તણાઇ ગયાં હતાં.

image soucre

ભૂસખલનની આ દુર્ઘટનામાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 12 લોકો ગુમ થયાં છે. રાજ્યમાં નગરોટા બગવાંમાં 10 વર્ષની એક છોકરી પણ તણાઇ ગઈ હતી, જેનો મૃતદેહ 300 મીટર દૂરથી મળી આવ્યો હતો.આ ઉપરાંત ટૂરિઝમ ભાગસૂનાગમાં 12 જેટલી કારો અને ડઝનથી વધુ બાઈકો પાણીમાં તણાઈ ગઈ હતી.

બિહારના મુઝફ્ફરપુરમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર જ જાણવા નદી વહેતી હોય એવું દ્રશ્ય ખડું થઈ ગયું હતું અને અહીં રસ્તા પર હોડી ચાલી રહી છે. ધર્મશાલાના ચૈતુર ગામમાં માંઝી નદી પોતાનો માર્ગ બદલીને રસ્તા પર વહેવા લાગી છે.

image soucre

બિહારમાં બૂઢી ગંડક નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે. આ દરમિયાન નાવિકો પણ મરજી મુજબના રૂપિયા વાસૂલી રહ્યા છે તેવો લોકો આરોપ લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મુઝફ્ફરપુરના ઢાબ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં 10 હજાર જેટલા લોકો રહે છે, પરંતુ તંત્રએ માત્ર 2 જ હોડીની વ્યવસ્થા કરી છે. એનો લાભ ખાનગી હોડીવાળા ઉઠાવી રહ્યા છે. સામાન્ય રીતે 10 રૂપિયા લેતો નાવિક લોકો પાસેથી 100 હવે રૂપિયા પડાવી રહ્યો છે.

વરસાદની મજા બની સજા: હિમાચલમાં નદી કાંઠાનાં 10 ઘર તણાયાં, આટલાં લોકોના થયા મોત, જોઇ લો તસવીરોમાં વિનાશના દ્રશ્યો
વરસાદની મજા બની સજા: હિમાચલમાં નદી કાંઠાનાં 10 ઘર તણાયાં, આટલાં લોકોના થયા મોત, જોઇ લો તસવીરોમાં વિનાશના દ્રશ્યો

મુશળધાર વરસાદના કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ડબરાની વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આને કારણે ગંગોત્રી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (‌‌‌BRO) હાઇવે પરથી કાટમાળ સાફ કરવા માટે કામ કરી રહ્યું છે.

image soucre

મંગળવારે અમૃતસર, લુધિયાણા, પઠાણકોટ અને જલંધર સહિત પંજાબનાં અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો. સવારે છ વાગ્યે અમૃતસરમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં લગભગ અડધો કલાક વરસાદ પડ્યો હતો. ઉત્તર અને મધ્ય પંજાબમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે અમૃતસરમાં 56 મિમી અને લુધિયાણામાં 4 કલાક સુધી વરસાદ પડ્યો હતો. અમૃતસરમાં સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

image source

લાંબી રાહ જોવડાવ્યા બાદ મંગળવારે સવારે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો અને અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગ મુજબ, દિલ્હીમાં સવારે 7થી 8:30 વાગ્યા સુધીમાં 2.5 સેમી વરસાદ નોંધાયો છે. અહીંના પ્રહ્લાદપુર વિસ્તારમાં બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. લોકોને પાણીમાંથી પોતાની બાઇક ખેંચીને લઈ જવી પડી હતી. ધોલાકુઆમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong