વરસાદમાં મસાલેદાર અને તળેલું ખાવાનો શોખ છે? ત્વચાને પહોંચી શકે છે નુક્સાન. જાણો કઈરીતે લેશો વર્ષા ઋતુમાં કાળજી…

વરસાદમાં ત્વચાને લગતા ચેપનું જોખમ વધી શકે છે, જાણો પાંચ એવી જાદુઈ ટીપ્સ જેનાથી તમારી ત્વચાની ચોમાસામાં કાળજી લઈ શકશો… વરસાદમાં મસાલેદાર અને તળેલું ખાવાનો શોખ છે? ત્વચાને પહોંચી શકે છે નુક્સાન. જાણો કઈરીતે લેશો વર્ષા ઋતુમાં કાળજી…

વરસાદની ઋતુ શરૂ થતાં જ પહેલી જ વરસાદની વાછંટ બાદ ગરમીથી થોડો છૂટકારો મળે છે. પરંતુ બફારો એટલો જ વધે પણ છે. વાર્ષા ૠતુમાં તાવ – શરદી અને વાઈરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. આ મોસમમાં ત્વચા અને અન્ય રોગો થવાનું જોખમ પણ વધે છે. આ ઋતુમાં ત્વચાની વિશેષ કાળજી લેવી પડે છે. જો તમે વરસાદની સિઝનમાં તમે તમારા સ્વાસ્થ્યની સાથે તમારી સ્ક્રીન વિશે પણ ચિંતિત છો, તો આ ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

વરસાદની ઋતુમાં ગંદકીને કારણે મોટાભાગની બિમારીઓ ફેલાય છે. આવી સ્થિતિમાં, તે મહત્વપૂર્ણ છે કે તમે સમય સમય પર તમારા હાથ –પગ અને ચહેરાને સાફ રાખો. સારા ફેસ વોશથી દિવસમાં બે વાર ચહેરો સાફ કરવાનો પ્રયાસ કરો. જો તમે ઇચ્છો તો તમે વોટરપ્રૂફ ક્લીન્સરનો પણ ઉપયોગ કરી શકો છો.

ચહેરાની સફાઈ માટે ટોનિંગ પણ ફાયદાકારક રહેશે

વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. આ સ્થિતિમાં, તમારા ચહેરાની ત્વચાના છિદ્રોમાં પણ સંક્રમણ થવાની શક્યતા રહે છે. આને કારણે, પિમ્પલ્સ પણ વારંવાર થાય છે. જો તમે ઇચ્છો તો તમે સારા એન્ટી બેક્ટેરિયલ ટોનરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવા ટોનરને બદલે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે ચહેરાની ત્વચા કોમળ રહે છે અને તેમાં ઇન્ફેક્શન રહેવાની શક્યતા પણ નહિવત રહે છે.

ત્વચાનું મોઇશ્ચરાઇઝેશન કરવાનું ભૂલશો નહીં

ઘણી વાર લોકોને લાગે છે કે વરસાદમાં મોઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચા ચીકણી અને ચીપકુ થઈ જાય છે પરંતુ એવું નથી હોતું. વરસાદમાં ત્વચાને પોષણની પણ જરૂર પડતી હોય છે. વરસાદમાં, વારંવાર પાણીથી ભીની થયા પછી ત્વચા શુષ્ક થઈ જાય છે. તેનાથી ખંજવાળ અને ફોલ્લીઓ થવાની શક્યતા રહે છે. આ કિસ્સામાં, ચોક્કસપણે મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી ત્વચાની શુષ્કતા જતી રહે અને વરદાદી મોસમમાં પણ ચામડી કોમળ રહે.

ત્વચાને કોરી રાખવી મહત્વપૂર્ણ છે

વરસાદની મોસમમાં આપણે ઘણી વાર ભીના થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં, ચેપનું જોખમ હંમેશા રહે છે. તમારી ત્વચાને લાંબા સમય સુધી ભીની ન રહે તેનું ધ્યાન રાખો અને પ્રયાસ કરો કે તેને સ્વચ્છ રૂમાલ કે ટુવાલથી કોરી કરી દો. વરસાદમાં ભીંજાયા હોવ તો તરત જ કપડાં બદલી દો એજ કપડાં પહેરી રાખશો તો માંદા પડવાની શક્યતા રહે છે અથવા તો ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.

વરસાદી તડકાથી બચવું

જ્યારે વરસાદ પછી તડકો આવે છે ત્યારે તે ખૂબ જ ગરમ હોય છે. જો તમને તડકામાં નીકળવું હોય તો, સનસ્ક્રીન લગાવ્યા વિન બહાર ન નીકળવું જોઈએ. સનસ્ક્રીન ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સુરક્ષિત કરશે. તમારી સાથે કાયમ છત્રી કે રેઈનકોટ જરૂર રાખવું જોઈએ.

ખાણીપીણીમાં રાખો ખ્યાલ

ચોમાસાની ઋતુમાં આપણને સ્વાદિષ્ટ અને ચટપટું ખાવાની ખૂબ જ ઇચ્છા થાય છે. તેમાં પણ તળેલું અને સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન લોકો માટે ભજિયા, પકોડા અને જાત – જાતના ચાટ ખાવા લોકો ચાલુ વરસાદે પણ ઉમટે છે. ચા પીવાનું પ્રમાણ પણ વધે છે અને ગરમાગરમ મસાલેદાર શેકેલ મકાઈનો સ્વાદ પણ લોકો માણવા બહાર સડક કિનારે નીકળી જાય છે. આ બધું જ તળેલું અને મસાલેદાર ખાવાથી પેટની તકલીફો ન વધે તેનું ખાસ ખ્યાલ રાખવું જોઈએ. નહીં તો ખીલ અને ફોલ્લીઓ જેવી તકલીફ જરૂર વધે છે અને ચહેરાની ચીકાશ પણ વધે છે. તેથી તળેલા ખોરાકને બદલે ચોમાસામાં હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ