જલ્સા કરોને જેંતીલાલ

વરીયાળીનું શરબત – ગરમીની શરૂઆત થાય ત્યારે ઠંડક મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય…

કેમછો મિત્રો ? ગરમીની સિઝન આવી ગઈ તો ઠંડા પીણાની માંગ વધી જાય એમાં પણ નવાનવા શરબત ની માંગ વધારે થાય.એટલે આજે હું નેચ્ચરલ બનતો, જલ્દી બનતો, શરીરને ઠંડક આપતો વરીયાળી શરબત બનાવાની રીત લાવી છું. આ શરબત વગર ચાસણી એ ઈન્સટન્ટ બની જાય છે. આ શીરપ નહી પાવડર ફ્રોમ માં બનાવશું.આ પાવડર એક વાર બનાવો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી ને પીવો અને મહેમાનો ને પીવડાવો. વરીયાળીની તાસીર ઠંડી એટલે ગરમી માં આનો શરબત પીવાથી શરીર માં ઠંડક આપે છે. વરીયાળી માં વીટામીન્સ , કેલ્સિયમ, ઝીંક , આયૅન ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. આયુર્વેદ ની દ્રષ્ટિ એ વરીયાળી બહું ફાયદાકારક છે. તો ચાલો બનાવી એ ..બે મીનીટ માં બનતો.
સામગ્રી :-

૧ કપ વરીયાળી

૩/૪ કપ ખડી સાકર

૧૫ થી ૨૦ ઈલાયચી

૧ ટે.સ્પૂન ખસખસ

૧ ટે.સ્પૂન મરી

નોંધ :- મે અહીં ખડી સાકર લીધી છે તમે રેગ્યુલર ખાંડ કે મીસરુ પણ લઈ શકો છો. સુગર નું પ્રમાણ વધારી કે ધટાડી શકો છો

રીત :-

સૌપ્રથમ મિકસર જારમાં બધી સામગ્રી ને એકદમ બારીક પાવડરની જેમ પીસી લેવું. પીસેલી સામગ્રી ને ચાળી લેવું. જો થોડું વધે તો ફરી પીસી ચાળી પાવડર તૈયાર કરવો. તૈયાર પાવડર ને એરટાઈટ ડબ્બા માં ભરી દેવો. હવે શરબત બનાવવા માટે એક ગ્લાસ માં બે ટે.સ્પૂન પાવડર લેવો તેમાં પાણી એડ કરી મિકસ કરવું છેલ્લે એમાં બરફ નાખી ઠંડો ઠંડો શરબત સૅવ કરવો.જો પાવડર તૈયાર કરી લેશો તો બે મીનીટ માં શરબય તૈયાર કરી શકો છો. આ રીત થી વરીયાળી શરબત તૈયાર કરો ગરમી માં આ ઠંડક આપતા શરબત ની મજા લો. વરીયાળી શરબત કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી જણાવજો.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Exit mobile version