વરીયારી ફ્લેવર દેશી લસ્સી – એકદમ ન્યુ વેરાયટી છે બહાર પણ નહિ મળતી હોય આ લસ્સી, તો ટ્રાય જરૂર કરજો….

વરીયારી ફ્લેવર દેશી લસ્સી

હેલો મિત્રો આજે હું લઈ ને આવી છું લસ્સી ની આપણી જૂની અને દેશી રેસીપી એક નવા ટેસ્ટ સાથે. દહીં ને આપણે કોઈ પણ રૂપ માં ખાઈએ તે આપણા માટે ખુબ જ લાભ દાયી છે. દહીં માં પ્રોટીન્સ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, વિટામીન-B6 અને વિટામી-B12 જેવા કેટલાક પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે.

ઉનાળા માં તો એકલું ઠંડુ ઠંડુ દહીં ખાવા મજા ખુબ જ આવે છે. પરંતુ તેના થી [અન વધારે મજા દહીં ને પીવાથી આવે છે.

દહીં ની મીઠી લસ્સી ઉનાળા માં કોઈ પણ સમયે બનાવી શકાય છે. અને તેના થી આપણા શરીર ને ખુબ જ સરસ તાજગી પણ મળે છે. અને તેમાં પણ એક રેફ્રેસિંગ અપતી વરીયારી નો ટેસ્ટ મળી જાય તોતો એની મજા જ અલગ થઇ જાય છે.

સામગ્રી:

  • ૧ મોટું બાઉલ દહીં,
  • ૨ ચમચી વરીયારી,
  • ૨-૩ નંગ ઈલાયચી,
  • ૨ ચમચી દળેલી ખાંડ,
  • ૧ ચમચી મલાઈ,
  • થોડા ડ્રાયફ્રુટસ,
  • થોડા બરફ ના ટુકડા,

રીત:

જ સામગ્રીઓ ઘર માં રેગ્યુલર માં ઉપયોગ માં લેતા હોઈએ તે જ વસ્તુઓ નો ઉપયોગ કરી આપણે આ લસ્સી બનાવીશું સૌપ્રથમ તેના માટે આપણે લઈશું દહીં, મલાઈ, ડ્રાયફ્રુટ, વરીયારી, ઈલાયચી , ખાંડ જેને આપણે મિક્ષ્ચરમાં દળી લઈશું, અને બરફ.હવે આપણે લીધેલી ખાંડ ને દળી લઈશું . તેમજ આપણે ઈલાયચી ને ખાંડી ને ભૂકો કરી લઈશું અને એવી જ રીતે વરીયારી ને પણ આખી-પાખી(અધકચરી) ખાંડી લઈશું જેથી તેનો ટેસ્ટ પણ આવે અને વરીયારી નું ખુબ જ સરસ રીફ્રેસિંગ ફ્લેવર પણ આવે.હવે આપણે એક બાઉલ માં ઘર નું બનાવેલું દહીં લઈશું. દહીં ઘરનું ના હોય તો અમુલ દહીં પણ ચાલે. દહીં ખાટું-મીઠું હોય તો લસ્સી ખુબ જ સરસ બને છે.હવે તેમાં આપણે ઉમેરીશું બરફ. જેનાથી લસ્સી ખુબ જ ઠંડી ઠંડી બનશે.હવે તેમાં ૨ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. પરંતુ તે તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. દહીં ખાટું હોય તો ખાંડ નું પ્રમાણ વધારી શકાય છે.લસ્સી ને મિક્ષ્ચર કે બ્લેન્ડર માં પણ કરી શકાય છે. પરંતુ તેનો સાચો અને દેશી ટેસ્ટ જેરણી થી જેરી ને કરવામાં જ આવે છે.દહીં માં કણી-કણી જેવું થઇ જાય ત્યાં સુધી જેરવી. જેથી તેમાં ખાંડ પણ મિક્ષ થઇ જાય અને બરફ પણ ઓગળી જાય અને તેના થી લસ્સી ખુબ જ સરસ લાગશે.હવે તેમાં આપણે ઉમેરીશું ખાંડેલી વરીયારીઅને થોડો ઈલાયચી પાઉડર. વરીયારી થી આપણી લસ્સી ખુબ જ રેફ્રેશિંગ બની જશે. અને ઉનાળા માં જો લસ્સી બનાવીએ તો વરીયારી જરૂર થી ઉમેરવી. કારણકે ઉનાળા માટે વરીયારી ને ખુબ જ સારી અને આપણા શરીર માટે ઠંડી માનવામાં આવે છે.હવે આપણે જેમાં પણ લસ્સી સેર્વ કરવી હોય તેમાં કાઢી લેવી. લસ્સી આપણે દેશી રીત થી બનાવી છે. તો તેને સેર્વ પણ દેશી રીત થી જ કરીશું. એટલે મેં તેને નાની મટકી માં કાઢી છે. તમે ગ્લાસ માં પણ કાઢી શકો છો. હવે તમે ઉમેરીશું ડ્રાયફ્રુટ ના નાના નાના ટુકડા. અને ઉપર ઉમેરીશું મલાઈ. અને છેલે તેમાં ઉપર થી મુકીશું થોડી આખી વરીયારી. જેનાથી લસ્સી ખુબ જ સરસ લાગશે.
તો તૈયાર છે ઉનાળા માં શરીર ને શીતળ કરતું એક દેશી પીણું. વરીયારી ફ્લેવર લસ્સી.

નોંધ: મલાઈ વધારે પસંદ હોય તો તેને લસ્સી બનાવતી વખતે પણ ઉમેરી શકીએ છીએ. લસ્સી માં ઉમેરાતી વરીયારી, ઈલાયચી અને ડ્રાયફ્રુટ ને મિક્ષ્ચરમાં ક્રસ કરવા કરતા હાથ થી પીસી ને ઉમેરવા થી ખુબ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી