વરીયાળી અને કાળી દ્રાક્ષ નું શરબત – બહારના ઠંડાપીણા નહિ પણ ઘરે બનેલું આ ઠંડુ શરબત આપશે ગરમીમાં રાહત…

ઉનાળો શરુ થતા જ દરેક ના ઘરે મેનુ માં શરબત અને ઠંડા પીણા વધી જાય. પણ જો આજ શરબત ગરમી સામે રક્ષણ આપે એવું સ્વાસ્થ્યવર્ધક હોય તો પૂછવું જ શુ.

માર્કેટ માં મળતાં શરબત ની બોટલો માં , ખાંડ , કલર અને ફ્લેવર્સ સિવાય બીજું કાંઈ હોતું નથી.. વરીયાળી અને દ્રાક્ષ બંને ના ગુણધર્મ ગરમી ખેંચી લેવાના છે. આ શરબત સવાર માં ખાલી પેટ કે આખા દિવસ માં ક્યારે પણ લઇ શકાય.

સામગ્રી :

• 1/2 વાડકો સૂકી કાળી દ્રાક્ષ

• 1 વાડકો વરિયાળી

• 2 થી 3 ચમચી ખડી સાકર નો ભૂકો

• થોડા બરફ ના ટુકડા (સ્વાદ અનુસાર)

રીત :

સૌ પ્રથમ વરિયાળી ને સાફ કરી મિક્સર માં એનો ભૂકો કેરી લેવો. આ ભૂકો આપ એર ટાઈટ ડબ્બા માં ભરી ને રાખી શકો છો. રોજ જરૂર મુજબ ઉપયોગ માં લઇ શકાય. એક બાઉલ માં વરિયાળી નો ભૂકો અને કાળી સૂકી દ્રાક્ષ લો. હવે એમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. પાણી ઉમેરી ઢાંકી દો અને 5 થી 6 કલાક અથવા આખી રાત પલળવા દો. જેનાથી દ્રાક્ષ અને વરિયાળી ના ગુણ પાણી માં પણ ભળે.. સવારે આ પાણી ને હાથ થી સરસ મસળી લો. દ્રાક્ષ ફૂલી ગઈ હશે એને પણ મસળી લો. સરસ રીતે મસળો કે દ્રાક્ષ અને વરિયાળી નો જ્યુસ પાણી સાથે સરસ ભળી જાય. હવે આ જ્યૂસ ને ગળી લો. આપણે અહીં વરિયાળી નો ભૂકો એટલે જ કર્યો વરિયાળી waste ના જાય. દ્રાક્ષ પણ સરસ રીતે મસળશો તો ખાલી કુચા જ નીકળશે. હવે આ જ્યુસ માં ખડી સાકાર નો ભૂકો ઉમેરો. આપ ચાહો તો સાદી ખાંડ કે ખાંડ નો ભૂકો પણ વાપરી શકો. ખડી સાકાર નો ભૂકો બજાર માં તૈયાર પણ આરામ થી મળી જશે. સાકર શરીર માટે સારી છે. આ જ્યૂસ માં ભાવે તો બરફ ના ટુકટા પણ ઉમેરી શકો. આ જ્યૂસ સવાર માં ખાલી પેટે પીવા થી બહુ ફાયદો કરે છે. તડકા માં જાઓ ત્યારે આ જ્યૂસ બોટલ માં ભરી સાથે લઈ જાઓ અને પીતા રહો. આપ પણ આ ઉનાળા માં આ જ્યૂસ રોજ પીને ફાયદો ઉપાડશો…

નોંધઃ

• મેં અહીં વરિયાળી ને અધકચરી ભૂકો કરી ને વાપરી છે . આપ ચાહો તો આખી કે એકદમ ભૂકો પણ વાપરી શકો.

• ખડી સાકાર ના બદલે આપ સાદી ખાંડ પણ ઉમેરી શકો. ખડી સાકાર નું માપ સ્વાદ અનુસાર રાખવું.

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.