મનુષ્ય બાદ હવે વનરાજ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં, આ પ્રાણી સંગ્રહાલયમાં 4 સિંહ-સિંહણ આવ્યા પોઝિટિવ, સંક્રમણ ફેલાવાની તપાસમાં લાગ્યા નિષ્ણાંતો

કોરોના હવે મનુષ્યોની સાથે સાથે જાનવરોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. અમેરિકામાં સૌ પ્રથમ વાઘને ચેપ લાગ્યો હતો. જે બાદ સામે આવેલા રિપોર્ટ પ્રમાણે સ્પેનના એક શહેર બાર્સિલોના પ્રાણી સંગ્રહાલયમાં ચાર સિંહોના શરીરમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. પશુ ચિકિત્સક અધિકારીઓએ મંગળવારના રોજ આ પ્રકારની જાણકારી આપતા કહ્યુ હતું કે, ચાર સિંહો કોરોનો પોઝિટિવ આવ્યા છે.

image source

જેમા ત્રણ સિંહણ છે અને જેમના નામ જાલ, નિમા અને રન છે, જયારે એક સિંહ કિમ્બે છે. આ ચારેય સિંહમાં નરની ઉંમર ચાર વર્ષ અને સિંહણની ઉંમર ૧૬ વર્ષની છે. તેમની સારસંભાળ રાખતા લોકો દ્વારા તેમનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ચારેય સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે.

ઝૂ માં આવતા લોકોથી નથી ફેલાયું સંક્રમણ

image source

આ પ્રાણી સંગ્રહાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના પોઝિટિવ સિંહો દ્વારા પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકોના કારણે કોરોના ચેપ ફેલાવાનું જોખમ અત્યંત ઓછું છે અને તેનું કારણ સ્પષ્ટ છે કારણ એ છે કે જે લોકો અહીં સિંહ જોવા આવે છે તે સિંહોની નજીક નથી આવતા. જેથી તેમની વચ્ચે સંપર્કો થતા નથી. જેથી સિંહોને કોઈ જોખમ રહેતુ નથી.

બે કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા

image source

હજૂ ગત મહિને જ આ પ્રાણી સંગ્રહાલયના બે કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. ત્યારે હવે ઝૂના કર્મચારીઓ એ શોધવામાં લાગ્યા છે, આખરે આ સિંહમાં કઈ રીતે સંક્રમણ ફેલાયું.
સિંહની દેખરેખ રાખતા લોકોએ એ રીતે જ ટેસ્ટ કર્યો હતો, જે રીતે માણસોના ટેસ્ટ થાય છે. બાર્સિલેનાના પશુ ચિકિત્સક સેવાએ ન્યૂયોર્કના બ્રોનકસ પ્રાણી સંગ્રહાલયમાં પોતાના સહયોગીઓનો સંપર્ક કર્યો અને કહ્યુ કે, એપ્રિલમા ચાર વાઘ અને ત્રણ સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે.

ન્યુ યોર્ક સિટી સ્થિત બ્રોનક્સ ઝુનો પણ સંપર્ક કર્યો

image source

સ્પેન ઉપરાંત બ્રોનકસ પ્રાણી સંગ્રહાલયમાં જ મોટી સંખ્યામાં બિલાડીઓને કોરોના થયો હતો. જો કે, તેમની પાસે સિંહની સારવાર માટેનો સારો એવો અનુભવ હોવાના કારણે બાદમાં સિંહ કોરોના મુકત થયા હતા. બાદમાં તમામ સિંહ સ્વસ્થ થઈ ગયા હતા. બાર્સિલોનાના વેટરનરી સર્વિસીસના સ્ટાફે યુએસએના ન્યુ યોર્ક સિટી સ્થિત બ્રોનક્સ ઝુનો પણ સંપર્ક કર્યો છે.

નાડિયા નામનો વાઘ સૌ પ્રથમ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો

image source

આ પ્રાણી સંગ્રહાલયમાં, એપ્રિલ મહિનામાં ચાર વાઘ અને ત્રણ સિંહો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્પેનના જુ પહેલા, અમેરિકાના આ શહેરના જુમાં સૌ પ્રથમ સિહમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો હતો. ન્યુ યોર્કના ઝૂના બધા સિંહો અને વાઘ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, નાડિયા નામનો વાઘ યુ.એસ. માં સૌ પ્રથમવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ