જલ્સા કરોને જેંતીલાલ

રીંગ સમોસા કચોરી.. – આ વાનગીને જોઈને પોતાની જાતને રોકી શકો ખાવાથી..

રીંગ સમોસા કચોરી….

નાસ્તા માટે ખૂબજ ફેમસ એવા સમોસા બધાની પસંદીદા વાનગી છે. ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ એવા સમોસા ગ્રીનચટણી કે સોસ સાથે ખવાતા હોય છે. હાલ સ્ટ્રીટ ફુડ તરીકે સમોસા વધારે પસંદગી પામેલ છે. રીંગ સમોસા ક્ચોરી એ તેમાં વેરિએશન લાવેલા સમોસા છે. તેમાં વેરીશન લાવવાથી વધારે ક્રીસ્પી અને લાંબો સમય ક્રિસ્પીનેસ જળવાઈ રહે છે. તેની દરેક બાઈટમાં પાપડી જેવી ક્રીસ્પીનેસ અને આલુનો મસાલેદાર ટેસ્ટ મળે છે, જે વારંવાર ખાવા અને બનાવવા પ્રેરે છે.

આ રીંગ સમોસાનો શેઈપ જોવાથી એમ લાગે છે કે આ સમોસા બનાવવા બહુ મુશ્કેલ છે, પણ આ રીંગ સમોસા કચોરી બનાવવી ખૂબજ સરળ છે. અને ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે. એકવાર પર્ફેક્ટલી શીખી લીધા પછી જલદીથી બનાવી શકાય છે. તેમજ ખૂબજ સ્વાદિષ્ટ હોવાથી અને શેઈપમાં પણ ખૂબ એટ્રેક્ટીવ હોવાથી બાળકો સાથે યંગ્સ અને ઘરના વડીલોને પણ ખૂબજ ખાવા ગમશે.

પાર્ટીમાં નાસ્તામાં આપવા માટે અગાઉથી રીંગ સમોસા કચોરી વાળીને 3-4 કલાક માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય, જરુર મુજબ ડીપ ફ્રાય કરી નાસ્તામાં ગરમા ગરમ સર્વ કરી શકાય.

તો આજે હું અહીં આ રિંગ સમોસા કચોરીની રેસિપિ સાથે તેનો શેઈપ સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની પણ સરળ રીત આપી રહી છું. જે તમે બધા ચોક્કસથી બનાવશો.

તેના માટે મારી આ રેસિપિ ચોક્કસથી ફોલો કરીને ટેસ્ટી અને ક્રીસ્પી રિંગ સમોસા કચોરી ચોક્કસથી બનાવજો.

રિંગ સમોસા કચોરી માટે લોટ બાંધવાની રીત :

લોટ બાંધવાની રીત :

એક બાઉલમાં 200 ગ્રામ મેંદાનો લોટ લ્યો. તેમાં ½ ટી સ્પુન સોલ્ટ ( તમારા સ્વાદ મુજબ )ઉમેરો.

સરસથી લોટ સાથે મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી લ્યો. મૂઠ્ઠી પડતું મોણ લેવાનું છે.

ક્યારેક અલગ અલગ પ્રકારનો મેંદો હોવાથી ઓઇલની વધારે જરુર પડતી હોય છે, તો 1 ટી સ્પુન ઓઇલ વધારે ઉમેરી મિક્ષ કરી લેવું.

ઓઇલ લોટમાં સરસથી મિક્ષ થશે તો સમોસાનું આઉટર લેયર સરસ ક્રીસ્પી બનશે.

હવે ધીમે ધીમે અને થોડું થોડું પાણી લોટમાં ઉમેરતા જઇ રોટલી કરતા થોડો જ ટાઇટ એવો લોટ રીંગ સમોસા માટે બાંધો. સારી રીતે મસળી લ્યો.

મસળવાથી લોટ થોડો ઢીલો પણ પડશે. હવે બાંધીને, મસળીને તૈયાર કરેલા લોટને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

રીંગ સમોસા કચોરીનું સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

સ્ટફીંગ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં મેશર વડે બટેટા એક્દમ બારીક મેશ કરી લ્યો અથવા બટેટાને ખમણી લ્યો.

હવે તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, પિંચ સુગર (ઓપ્શનલ) , ½ ટી સ્પુન આમચૂર પાવડર, ¼ ટી સ્પુન ચાટ મસાલો, 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી અને 1 ફ્રેશ લીલુ મરચુ બારીક કાપેલું ઉમેરીને મિક્ષ કરીને સ્ટફીંગ બનાવી લ્યો.

રીંગ સમોસા કચોરી બનાવવાની રીત :

હવે 10 મિનિટ રેસ્ટ આપેલા લોટને ફરીથી એક્દમ મસળી લ્યો.

તેમાંથી એકસરખા 7 લુવા બનાવો.

એક લુવો લઈ તેમાંથી પાતળી મોટી રોટલી બનાવો. (જાડી રોટલી બનાવવાથી સમોસામાં લોટનો સ્વાદ વધારે આવશે અને સમોસા ક્રીસ્પી પણ નહી બને).

રિંગ સમોસામાં સ્ટફીંગ ભરવાની રીત :

સ્ટફીંગમાંથી મોટા 7 બોલ્સ બનાવીને તેને સિલેંડ્રીકલ શેઈપ આપી રોલ બનાવો એક પ્લેટમાં મૂકો. તેમાંથી એક સ્ટ્ફીંગનો રોલ લઈને તેને વણેલી રોટલીના એક છેડે મૂકો. (પીકચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે તેને તે સાઇડની કિનારીથી પેક કરીને(પીકચરમાં બતાવ્યા પ્રમાણે) સ્ટફીંગ ઢંકાય જાય ત્યાં સુધી રોલ કરો.

હવે બાકીની અર્ધી રોટલી પર કિનાર છોડીને અંદરની બાજુ વાળેલા રોલ સુધી ચપ્પુ વડે પાતળા ઉભા કાપા પાડી પટ્ટીનો શેઈપ આપો.(પીકચરમાં બતાવ્યા પ્રમાણે).

બન્ને બાજુની સાઈડ્સની પટ્ટી કાપીને અલગ રાખી લેવી તેનાથી રીંગના છેડા જોઇંટ કરી સીલ કરવાના છે.

હવે કાપા પાડતા છોડેલી કિનાર પર થોડું પાણી લગાવી દ્યો.

સ્ટ્ફીંગ મુકેલી સાઈડથી પાણી લગાવેલી કિનાર સુધી ટાઈટ રોલ વાળતા જવું.

પાણીવાળી કિનારી જરા આંગળીથી પ્રેસ કરી બરાબર સ્ટીક કરી લેવી.

હવે રોલના બન્ને છેડા જોઈંટ કરી તેના પર, અલગ કાઢેલી પટ્ટી પાણીથી જરા ગ્રીસ કરી લગાવી દ્યો.

સરસ રીંગ સમોસા કચોરી વાળીને તૈયાર છે. આ પ્રમાણે બાકીના બધા રીંગ સમોસા બનાવી લ્યો.

થોડીવાર સમોસા સુકાય પછી ફ્રાય કરવાથી વધારે ક્રીસ્પી બનશે.

સરસ રીંગ સમોસા હવે ડીપ ફ્રાય કરવા માટે રેડી છે.

હવે રીંગ સમોસા કચોરીને ડીપ ફ્રાય કરવા માટે એક મોટા પેનમાં મિડિયમ ફ્લૈમ ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થઈ જાય એટલે ફ્લૈમને લો ફ્લૈમ પર સેટ કરો. ત્યારબાદ જ રીંગ સમોસા કચોરીને ફ્રાય કરવા માટે ઓઇલમાં મૂકો.

મિડિયમ ગરમ ઓઇલમાં ધીમે ધીમે ફ્રાય થવાથી સમોસા અંદરના લેયર સુધી સરસ ક્રીસ્પી થશે.

(ફાસ્ટ ઓઇલમાં ડીપ ફ્રાય કરવાથી અંદરનું લેયર ઢીલું રહેશે).

એક બાજુ ફ્રાય થઇને લાઈટ ગોલ્ડન થાય એટલે બીજી બાજુ પણ એ પ્રમાણે ફ્રાય કરી લ્યો.

ત્યારબાદ 2-3 વાર ફેરવી ફેરવીને સરસ ક્રીસ્પી કરી લ્યો.

હવે ક્રીસ્પી થયેલા રીંગ સમોસા ક્ચોરીને ઓઇલ નિતારીને પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

આ પ્રમાણે બધા રીંગ સમોસા કચોરી ફ્રાય લ્યો. તો હવે ક્રીસ્પી ચટપટા ગરમાગરમ રીંગ સમોસા કચોરી સર્વ કરવા માટે રેડી છે ટોમેટો કેચપ કે ગ્રીન ચટની સાથે સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે. આ ટેસ્ટી અને ક્રીસ્પી રીંગ સમોસા કચોરીનો એકવાર ટેસ્ટ કર્યા પછી બહારના સમોસા ખાવાનું બધા ભૂલીજ જશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version