જલ્સા કરોને જેંતીલાલ

જો તમે બોલશો વંદે માતરમ્, તો અહીં 1 રૂપિયે લિટર મળી જશે પેટ્રોલ

દેશમાં અનેક જગ્યાઓએ પેટ્રોલના ભાવ 100 અને 105 રૂપિયે/ લિટર ચાલી રહ્યા છે ત્યારે દેશવાસીઓ પર મોટો ભાર આવી રહ્યો છે. રોજના કામમાં પેટ્રોલના વદતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી છે. આજે પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ 104.09 રૂપિયા પ્રતિ લિટર છે તો દિલ્હીમાં 98.81 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. તેલ કંપનીઓએ છેલ્લા 2 મહિનામાં 33 વાર અને આ મહિને 14 વાર પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. આ સમયે જો તમે પેટ્રોલને લઈને રાહત મેળવવા ઈચ્છો છો તો તમે ગુજરાતમાં અહીં ચાલી રહેલી સ્કીમનો લાભ લઈ શકો છો અને ફક્ત 1 રૂપિયા / લિટર પેટ્રોલનો લાભ લઈ શકો છો. આ સ્કીમાં તમારે 1 રૂપિયો એક લિટર પેટ્રોલ માટે આપવાનો રહે છે અને સાથે વંદે માતરમ્ બોલવાનું રહે છે.

ક્યાં મળી રહ્યું છે 1 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ

image source

ગુજરાતના વડોદરામાં 1 રૂપિયા / લિટર પેટ્રોલ મળી રહ્યું છે. ટીમ રિવોલ્યૂશન નામની સંસ્થાએ આ શરૂઆત કરી છે. 1 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ. આ સંસ્થાએ પેટ્રોલના વધતા ભાવ અને વધતી મોંઘવારીના વિરોધમાં આ અનોખી રીત કાઢી છે. તેના આધારે 1 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ અને 1 લિટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલ લેવા માટે શરત છે કે તમારે વંદે માતરમ્ કહેવાનું રહેશે અને ભારત માતા કી જય બોલવાનું રહેશે. ટીમ રિવોલ્યૂશન નામની સંસ્થાએ 300 લિટર પેટ્રોલ વહેંચવાનો નિર્ણય કર્યો છે. સોમવારની સવારે 11 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલ આ રીતે 1 રૂપિયે લિટર આપવામાં આવી રહ્યું છે.

લોકો કોરોના, લોકડાઉન અને મોંઘવારીથી હેરાન છે

image source

7 રાજ્યોની રાજધાનીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે. લોકડાઉનના કારણે પહેલા જ મોંઘવારી જનતાને પરેશાન કરી ચૂકી છે. આ સિવાય નોકરીમાંથી છૂટા કરવા અને નવી નોકરી મેળવવામાં આવી રહેલી મુશ્કેલીઓના કારણે પણ લોકો પરેશાન છે. વ્યક્તિ કોરોનાના કારણે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરે કે લોકડાઉનની સાથે મોંઘવારીની સમસ્યાને નિપટે. આ એક મોટું સંકટ છે ત્યારે ચારે તરફથી તેને માટે મુશ્કેલીઓ આવી રહી છે.

મોદી સરકાર દ્વારા રાહત આપવાની શક્યતા

image source

કહેવાઈ રહ્યું છે કે આ મોંઘવારીથી રાહત આપવા માટે મોદી સરકારની તરફથી મદદ કરી શકાય છે. કહેવાઈ રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવને ઘટાડવા માટે સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version