જલ્સા કરોને જેંતીલાલ

45 જેટલી પ્રેગનન્ટ મહિલાઓને દુબઇથી પાછી લાવવામાં ગુજરાતી કેપ્ટન પ્રત્યુષ વ્યાસને સો સો સલામ, જાણો કોરોના કાળથી મહિલાઓને બચાવવા કેવી કરી હતી જોરદાર ફેસિલિટી

ગુજરાતીઓ ગર્વ કરો વંદે ભારત મિશનને પાર પાડ્યું આ ગુજરાતી પાયલટે – જાણો તેમના અનુભવો વિષે, 45 જેટલી પ્રેગ્નન્ટ મહિલા પેસેન્જર્સને દુબઈથી પાછી લાવનાર ફ્લાઈટના કેપ્ટન પ્રત્યુષ વ્યાસનો અનુભવ જાણો

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. લાખો લોકો આ વાયરસથી સંક્રમિત છે અને મૃત્યુઆંક 3.18 લાખ સુધી પહોંચી ગયો છે. ભારતમાં પણ સંક્રમીતોની સંખ્યા 1 લાખને ઓળંગી ગઈ છે. આ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ દેશોએ લોકડાઉન જાહેર કરેલું છે. અને આપણે બધા જાણીએ છીએ તેમ તે દરમિયાન અત્યંત આવશ્યક વ્યવહારો સિવાયના બધા જ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. માર્ગ વ્યવહારો, રેલ વ્યવહારો તેમજ હવાઈ વ્યવહારો પણ. અને તેના કારણે વિદેશમાં આપણા ઘણા ભારતીયો ફસાઈ ગયા છે અને તેઓ પોતાના વતન પાછા ફરી શકતાં નથી અને તેમને જ ભારતમાં પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વંદે ભારત મિશન શરૂ કરવામા આવ્યું છે. જેની પ્રથમ ફ્લાઇટ સફળ રીતે દુબઈથી મેંગલુરુ ખાતે પેસેન્જર્સને લઈ આવી છે.

image source

આ ફ્લાઇટના પાયલટ પ્રત્યુષ વ્યાસ સાથે તાજેતરમાં જાણીતા આર.જે ધ્વનિત સાથે વાત થઈ હતી તે દરમિયાન તેમના આ ફ્લાઇટ બાબતેના કેટલાક અનુભવો જાણવા મળ્યા છે જે વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે પ્રત્યુષ ભાઈએ સતત 8-10 કલાક સુધી પીપીઈ કીટ પહેરી રાખવી પડી હતી. અને આ કીટ પહેરીને જ તેમણે દુબઈથી મેંગલુરુ ફ્લાઇ કર્યું હતું. તો ચાલો તેમના અનુભવો વિષે જાણીએ.

ફ્લાઇટની 40-50 મહિલાઓ હતી ગર્ભવતિ

મેંગલુરુના ભાઈ બહેનો છેલ્લા બે અઢિ મહિનાથી દુબઈમાં ફસાયા હતા. આ ફ્લાઇટમાં કુલ 180 પેસેન્જર હતા. જેમાં 40-50 મહિલાઓ એવી હતી જેઓ પ્રેગ્નન્ટ હતી. આ ઉપરાંત બીજા 50-60 વૃદ્ધ હતા જેમને મેડિકલની જરૂર પડે તેમ હતી કેટલાક તો વ્હિલચેરમાં પણ હતા. તો વળી કેટલાક એવા બાળકો પણ હતા જેમના માતાપિતાના ભાઈ બહેન દુબઈમાં રહેતા હોય અને તેઓ પોતાના કાકા કે મામાના ઘરે રહેવા ગયા હોય અને ત્યાં ફસાઈ ગયા હોય.

image source

આ કોઈ સામાન્ય રેગ્યુલર ફ્લાઇટ નહોતી પણ આ ફ્લાઇટ માટે પેસેન્જરને તેમની પ્રાથમિકતા પ્રમાણે પસંદ કરવામા આવ્યા હતા. એટલે કે જેમને સૌથી પહેલાં ઘરે પહોંચવાની જરૂર હોય તેવા લોકોને આ ફ્લાઇટમાં સામેલ કરવામાં આવ્યા હતા બધું જ કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે જ કરવામાં આવ્યું હતું.

ફ્લાઇટ માટે પેસેન્જર્સ ને અમુક કલાકો પહેલાં જ એરપોર્ટ પર બોલાવી લેવામાં આવ્યા હતા

વિદેશમાં ફસાયેલા આ મુસાફરોની ફ્લાઇટ 12મી મેના રોજ રવાના થવાની હતી, અને આ એક કટોકટીનો સમય હોવાથી તેમને એરપોર્ટ પર અમુક કલાકો પહેલાં જ બોલાવી લેવામાં આવ્યા હતા. દરેક મુસાફરના મનમાં અલગ અલગ વિચારો દોડી રહ્યા હતા. આ ફ્લાઇટના મુસાફરો સામાન્ય ફ્લાઇટના મુસાફરો કરતાં જુદી જ માનસિકતા ધરાવતા હતા જે આવા સંજોગોમાં સ્વાભાવિક હતું.

image source

કેપ્ટન તરીકે પ્રત્યુષભાઈએ કર્યું આ અનાઉન્સમેન્ટ

તેમણે પોતાની કેબીનમાંથી અનાઉન્સમેન્ટ કરીને સૌ પ્રથમ તો પોતાનું નામ તેમજ પોતાના સાથી ક્રૂના નામ જણાવ્યા. અને પેસેન્જરને જણાવ્યું કે આ વિશ્વમાં ફસાઈ ગયેલા ભારતીયોને ભારત લાવતી પ્રથમ ફ્લાઇટ છે.

તેઓ જણાવે છે કે સામાન્ય ફ્લાઇટમાં પાયલટ તેમજ ફ્લાઇટનું ક્રુ તેમના યુનિફોર્મમાં જોવા મળે છે પણ આ ખાસ ફ્લાઈટમાં કેબીન ક્રૂએ પીપીઈ કીટ પહેરી હતી અને જાણે કોઈ હોલીવૂડની ફિલ્મમાં બતાવવામાં આવેલી બાયોકેમિકલ લેબમાં કામ કરતાં કર્મચારીઓ હોય તેવો તેમનો દેખાવ હતો. અને તેમને આવી રીતે જોઈને પેસેન્જર્સને પણ થોડું અસ્વાભાવિક લાગી રહ્યું હતું. માટે જ તેમણે એનાઉન્સમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમે ભલે આ સ્પેશિયલ સૂટ પહેર્યો હોય પણ અમે તમારા જેવા જ સામાન્ય માણસો જ છીએ માટે ચિંતા ન કરો પણ રિલેક્સ રહો.

PPE કિટ પહેરીને પ્લેન ઉડાડવાના અનુભવ વિષે પ્રત્યુષ વ્યાસ જણાવે છે

image source

આ બાબતે તો સૌ પ્રથમ પ્રત્યુષ ભાઈ પીપીઈ કીટ પહેરવાની આખી પ્રક્રિયા જણાવે છે જે જાણીને તમને પણ થશે કે આ કીટને માત્ર પહેરવા માટે જ કેટલી બધી તકલીફ લેવી પડે છે. તેઓ તે વિષે જણાવે છે કે પીપીઈ કીટ પહેરતાં પહેલાં તો તમારે માસ્ક પહેરવું પડે છે ત્યાર બાદ તમારા હાથને ફરીવાર સેનિટાઇઝ કરવા પડે છે ત્યાર બાદ તમારે ગ્લવ્ઝ પહેરવા પડે છે, ત્યાર બાદ ફરી સેનિટાઇઝ કરવું પડે છે, ત્યાર બાદ તમારા શૂઝ કવર કરવાના હોય છે, ત્યાર બાદ ફરી સેનિટાઇઝ કરવાનું, ત્યાર બાદ તમારે આખો સૂટ પહેરવાનો હોય છે. અને ત્યાર બાદ તમારે ફેસ શિલ્ડ પહેરવાનું હોય અને તેમને ચશ્મા હોવાથી તેમનું હેડ ગિયર અલગ હતું. ત્યાર બાદ બીજો પણ એક માસ્ક પહેરવો પડે છે અને ત્યાર બાદ તેમને ફરી બીજા ગ્લવ્સ પહેરવા પડે છે. એટલે કે બે જોડી ગ્લવ્સ, બે માસ્ક, આઈ કવર, શૂ કવર અને જ્યાં જ્યાં પણ સ્કીન ખુલ્લી રહેતી હોય, તે બધી જગ્યાએ તેમણે ત્યાં ટેપ લગાવવી પડે છે. ટુંકમાં તમને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવે છે.

અને પીપીઈ કીટ પહેરવાની સૌથી મોટી તકલીફ એ છે કે આ બધું જ કર્યા પછી એટલે કે તમારી જાતને પીપીઈ કીટથી સંપૂર્ણ રીતે સીલ કર્યા બાદ નથી તો તમે ખાઈ શકતાં, નથી પાણી પી શકતાં કે નથી તો તમે બાથરૂમ પણ જઈ શકતાં. કારણ કે જો તમે કંઈ પણ ખોલો તો તમે સંક્રમણના જોખમમાં મુકાઈ શકો છો.

image source

માટે જ પાયલટ પ્રત્યુષ વ્યાસે પોતાના ક્રૂ મેમ્બર્સને અગાઉથી જ ચેતવણી આપવી પડી હતી કે દુબઈ પહોંચ્યા બાદ જ્યારે આ આખી પીપીઈ કીટ પહેરવામાં આવશે ત્યાર બાદ તેઓ ઓછામાં ઓછા 8-10 કલાક કશું જ કરી શકશે નહીં. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

બીજી બાજુ કોકપીટનું ટેમ્પ્રેચર સંપૂર્ણ કોલ્ડ રાખવામાં આવ્યું હતુ તેમ છતાં પ્રત્યુષ ભઈના શરીરમાંથી એકધારો પરસેવો ટપકી રહ્યો હતો. કારણ કે આ પીપીઈ કીટ કોઈ છીદ્રાળુ વસ્તુ નથી હોતી તે રબરમાંથી બનેલી હોય છે અને તોજ તમે સંક્રમણથી બચી શકો. સામાન્ય ફ્લાઇટ અને આ ફ્લાઇટ બન્નેનો અનુભવ પ્રત્યુષભાઈ માટે સદંતર અલગ રહ્યો છે.

image source

પીપીઈ કીટ પહેરીને જે તકલીફો થાય છે તે જાણીને આપણને કોરોના વાયરસની મહામારી સામેલ લડી રહેલા ડોક્ટર્સના ખરા પરિશ્રમનો ખ્યાલ આવે છે કે જે ડોક્ટર્સ કોવીડ 19ના સેલમાં સતત કામ કરતાં હોય છે તેઓ આ પીપીઈ કીટ પહેરીને કેટલું બધું સહન કરતા હશે. ખરેખર આ જાણીને ડોક્ટર્સ, તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફ ને દસ સલામ કરવાનું મન થઈ આવે છે.

બીજી બાજુ ફ્લાઇટમાં 40-50 ગર્ભવતિ સ્ત્રીઓ હોવાથી તેમને બને તેટલી ઓછી તકલીફ પડે તેનું પણ પ્રત્યુષભાઈએ પાયલટ તરીકે ઘણું ધ્યાન રાખવું પડતું હતું કે તેમને ઝાટકા ઓછા લાગે. લેન્ડીંગ વખતે પણ ધ્યાન રાખવું પડ્યું હતું કે જેથી ભારે ઝાટકો ન આવે અને ફ્લાઇટમાં હાજર ગર્ભવતિ મહિલાઓને કોઈ તકલીફ ન થાય.

તેઓ વધારામાં જણાવે છે કે પાયલટ એક નાનકડી પણ ભુલ કરી શકે તેમ નથી. ફ્લાઇટ પર હાજર દરેક પેસેન્જરની જવાબદારી પાયલટ પર નિર્ભર હોય છે. તેઓ પાયલટના ભરોસે જ આ આખી મુસાફરી કરતા હોય છે માટે પાયલટે દરેક બાબતનું ધ્યાન રાખવું પડે છે અને સાવચેતી રાખવી પડે છે.

ફ્લાઇટના આખા ક્રૂએ આ આખું ટાસ્ક સ્વેચ્છાએ કર્યું હતું.

એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપનીએ પોતાના કર્મચારીઓ પર આ મિશન થોપ્યું નહોતું પણ તેમણે તેમની તેમાં જોડાવાની ઇચ્છા પુછી હતી. કારણ કે બધા જ જાણતા હતા કે આ કામ કેટલું જોખમી હતું. અને માટે લોકો પોતાની ઇચ્છાથી આ કામ કરે તે વધારે જરૂરી હતું.

પ્રત્યુષ ભાઈને જ્યારે આ ફ્લાઇટ માટે વોલેન્ટિયર કરવા માટે પુછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના ફેમિલિને તે વિષે જણાવ્યું કે આ કોલ ઓફ ડ્યૂટી જેવી વાત છે. અને તેમનું એવું માનવું છે કે પાયલટના યુનિફોર્મમાં તેમને જે માન મળે છે, પ્રેમ મળે છે, એટેન્શન મળે છે. તે તેમને જવાબદારીઓ સાથે મળે છે. માટે સમય હતો તેમની ફરજ બજાવવાનો. તેમને પોતાની કર્મભૂમિના એટલે કે મેંગલુરુના વાસીઓને ઘરે પાછા લાવવાના હતા. તેમના કુટુંબીજનો પણ તે માટે તૈયાર હતા. તેમના ફેમિલિએ તેમના માટે કેટલીક તૈયારીઓ પણ કરી રાખી. તેઓ ચોક્કસ ચિંતિત હતા પણ તેમના નિર્ણયની સાથે હતા.

ફ્લાઇટ પર ચડતાં પહેલાની પ્રક્રિયા વિષે પ્રત્યુષભાઈ જણાવે છે

દુબઈથી મેંગલોર જવાનુ હોય ત્યારે 12 વાગ્યાની ફ્લાઇટમાં જવા માટે પાયલટે ઓછામાં ઓછું 2-2.30 કલાક પહેલાં પહોંચી જવું પડે છે. તેમણે બધી જ તૈયારીઓ કરવી પડે છે. તેમણે દરેક વેધર પર નજર રાખવી પડે છે. રસ્તામાં ક્યાંક સમસ્યા થાય તો તેમણે કયા એરપોર્ટ પર ઉતરવું તે વિષે પણ વિચારવું પડે છે. આ બધી જ જગ્યાઓના વેધર્સ પણ તેમણે ધ્યાનમાં રાખવા પડે છે. તેમજ રસ્તામાંના રુલ્સ રેગ્યુલેશન તો ખરા જ. આ બધી જ બાબતોની તેમણે પહેલેથી જ તૈયારી રાખવી પડે છે.

દુબઈથી મેંગલુરુ આવતા પહેલાંની પ્રક્રિયા

image source

આ સ્પેશિયલ ફ્લાઇટ માટે તેમણે કેટલાક દિવસો અગાઉથી તૈયારી શરૂ કરવી પડી હતી. જતાં પહેલાંના ત્રણ દિવસ પહેલાં તેમનું કોવિડનું પરિક્ષણ કરવામાં આવે છે કે તેમને કોરોના વાયરસનું સંક્રમણ છે કે નહીં. જેને પ્રિ કોવિડ ટેસ્ટ પણ કહેવાય છે. તેમાં નોઝ સ્વાઇબ લેવામાં આવે છે, થ્રોટ સ્વાઇબ લેવામાં આવે છે, અને જ્યાં સુથી ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી તમારે ક્વોરેન્ટાઇન રહેવું પડે છે. તેમને એક હોટેલમાં જ રાખવામાં આવ્યા હતા, ત્યાર બાદ જ્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યાર બાદ જ તેઓ ફ્લાઇ કરી શક છે.

સામાન્ય ફ્લાઇટ્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ પેસેન્જરને સર્વ કરવા માટે આવે છે પણ તેમાં લોકોનો સંપર્ક થોડો નજીકથી થાય છે. માટે પહેલાં જ નક્કી કરવામાં આવ્યું કે દરેક પેસેન્જરની સીટ પર પુરતા પ્રમાણમાં ખાવાનું મુકી દેવામાં આવે. જેથી કરીને ફ્લાઇટ એટેન્ડન્ટ અને પેસેન્જર વચ્ચેનો સંપર્ક ટાળી શકાય.

જો કે ફ્લાઇટમાં પેસેન્જરો વચ્ચે જગ્યા રાખવી શક્ય નહોતી. પહેલેથી સાવચેતી પણ ઘણી રાખવામાં આવી હતી તેમજ તેમણે માસ્ક પણ પહેર્યા હતા બીજી બાજુ વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા માટેનો સમય પણ મર્યાદીત હોવાથી ફ્લાઇટમાં વધારે પેસેન્જર આવી શકે તે વધારે જરૂરી હતું.

મેંગલુરુ ઉતર્યા બાદની પ્રોસેસ વિષે પ્રત્યુષભાઈ જણાવે છે

ચાર કલાકની ફ્લાઇટ બાદ તેઓ મેંગલુરુ ઉતર્યા. ત્યાર બાદ ફ્લાઇટમાંથી 20-20 પેસેન્જરને ઉતારવામાં આવ્યા હતા અને તેમની હેલ્થની બારીક તપાસ કરવામાં આવી હતી જેમાં ઘણો સમય લાગે છે. આમ 180 પેસેન્જરમાંથી 20-20 ના જથ્થામાં પેસેન્જર્સને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવતા તેમનું પૂર્ણ ચેકિંગ થઈ ગયા બાદ જ બીજા 20 જણને બહાર ઉતારવામાં આવતા. ત્યાર બાદ તેમના ક્વોરેન્ટાઇન પ્લેસ પર તેમને મોકલી દેવામાં આવતા.

image source

12મી તારીખે રાત્રે 11 વાગ્યા બાદ, મેંગેલુરુમાં નક્કી કરવામાં આવેલી હોસ્પિટલમાં ફ્લાઇટના આખા ક્રૂ એટલે કે છ જણને પોસ્ટ કોવિડ-19 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. ત્યાં તેમનું બધું જ પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેમને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા. આ દરમિયાન તેમણે કોઈને મળવાનું નહીં અને કોઈને અડવાનું પણ નહીં. તેઓ આ સાત દિવસ દરમિયાન ઘરે પણ નહોતા ગયા માત્ર હોટેલમાં જ એકલા રહ્યા હતા. એટલે કે તેઓ તરત પોતાના પરિવારજનોને પોતાના પત્ની તેમજ સંતાનોને પણ નહોતા મળી શક્યા તો અડવાની કે ભેટવાની વાત જ નથી રહેતી.

હવે 7 દિવસ પછી પાછો તેમનો ટેસ્ટ કરવામાં આવશે. જો પરિક્ષણો નેગેટિવ આવશે અને તેઓ ઇચ્છશે તો બીજી ફ્લાઇટ માટે ફરી તૈયાર થશે. પ્રત્યુષભાઈ આ પ્રકારની દેશ સેવા માટે તત્ત્પર છે. તેમને આ કામ કરતાં અત્યંત આનંદ આવે છે અને એમ પણ તેમના માટે કોઈ પણ ફ્લાઇટ સ્પેશિયલ જ છે.

આ ફ્લાઇટ ક્રૂ ઉપરાંત પણ ઘણા બધા લોકો વંદે ભારત મિશન સાથે જોડાયેલા છે. જેમ કે એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્ટેટ ગવર્નમેન્ટ, ફ્લાઇટ કેટરીંગ, આમ એર ઇન્ડિયા એક્સપ્રેસ સિવાય બીજા 2-3 હજાર લોકો છે જેઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે આ વંદેમાતરમ મિશન માટે કામ કરી રહ્યા છે. બધી જ કંટ્રી બંધ હોવાથી, તમારે બીજા કંટ્રીની ઓથોરીટી સાથે વાટાઘાટો કરવી પડે, બધી વ્યવસ્થા કરવી પડે અને તે માટે પણ ઘણું બધું કામ કરવું પડે છે. વિદેશ મંત્રાલય, ઉડયન મંત્રાલય, એજન્સીઓ એર ઇન્ડિયા અને તેની સાથે સંકળાયેલી અન્ય એજન્સીઓ, તેમજ હોસ્પિટાલીટિ પાર્ટનર્સ તેમજ જે પણ એરપોર્ટનો ઉપયોગ કરવાનો છે તે બધા જ એરપોર્ટનો સ્ટાફ આ બધા જ લોકો વંદેમાતરમ મિશનને સફળ બનાવવા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. તેઓને પણ તેમના કામ માટે બીરદાવવા જોઈએ.

પાયલટ તરીકેનો પ્રત્યુષભાઈનો અંગત અનુભવ

image source

પાયલટ પ્રત્યુષભાઈની વાતો પરથી ચોક્કસ જે પણ વ્યક્તિ પોતે પાયલટ બનવા માગતી હશે તેમને ખૂબ જ પ્રેરણા મળશે તેમાં કોઈ જ શંકા નથી. પ્રત્યુષ ભાઈ જ્યારે પાયલટ બન્યા ત્યારે માત્ર 3432 પાયલટ જ હતા. પણ આજે તે સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. પ્રત્યુષભાઈને પોતાનું આ કામ ખુબ જ ગમે છે તેમને તેમાંથી આનંદ મળે છે. તેમણે આર.જે ધ્વનિત સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે તેમને પાયલટ તરીકે કયો દેશ સૌથી સુંદર લાગે છે ત્યારે તેમણે કેનેડા, ન્યૂયોર્ક, અને કુવૈતને સૌથી વધારે સુંદર ગણાવ્યા હતા. તેઓ પોતાના પાયલટ તરીકેના અનુભવને વર્ણવતા કહે છે કે તેઓ જ્યારે આકાશમાં ઉડી રહ્યા હોય છે ત્યારે તેઓ સ્વર્ગ જેવી અનુભુતિ કરે છે. તેમને રાત્રી દરમિયાનનું દ્રશ્ય ખુબ જ પસંદ છે. પ્રત્યુષભાઈને જ્યારે તેમના ફેઇથ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ કર્મમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version