વાળ માત્ર તમારા લૂક જ નહિ પરંતુ તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરે છે….

જો તમે સારા દેખાવા માટે સારી હેરસ્ટાઈલ કરો છો, તો આજે જાણી લોકો વાળ માત્ર તમારા લૂક જ નહિ પરંતુ તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વાળની બનાવટ જો તમારા રાશિ અનુસાર હોય તો તમારી જિંદગી પર સકારાત્મક અસર પડી શકે છે. તો આજે અમે તમને બતાવીએ કે, તમારી રાશિ અનુસાર તમને કઈ હેરસ્ટાઈલ બેસ્ટ રહેશે.

મેષ રાશિ


આ રાશિના લોકો ખાસ કરીને સ્વસ્થ હોય છે. આ રાશિના પુરુષોએ પોતાના વાળ નાના રાખવા. પાછળના કાનના ભાગે વાળ સૈનિકોની જેમ કાપ્યા હોય તો તમારા માટે સારું રહેશે. આ રાશિની મહિલાઓએ સ્ટેપ કટ કરાવવી જોઈએ. ઘુંઘરાળા વાળ પણ તેમના વ્યક્તિત્વને નિખારે છે.

વૃષભ રાશિ


આ રાશિની મહિલાઓ હેર સ્ટાઈલને લઈને વધુ પ્રયોગ કરવાનુ પસંદ નથી કરતી. તેથી મહિલાઓને મોટાભાગે લાંબા વાળને બદલે બોબ કટ વાળ જ પસંદ આવે છે. આ રાશિની મહિલાઓ બબ કટમાં વાળ ઈચ્છે તો ખભાથી થોડે નીચે પણ રાખી શકે છે. જ્યારે કે પુરુષોમાં લાંબા વાળને લઈને ઉત્સાહ રહે છે અને તેઓ પોતાના વાળની બહુ જ કેર લે છે.

મિથુન રાશિ


આ રાશિના લોકોને હેર સ્ટાઈલમાં બદલાવ લાવવુ બહુ જ પસંદ છે. આ રાશિની મહિલાઓને લાંબા વાળ રાખવાનો લાભ મળે છે. લાંબા વાળની સાથે થોડા લહેરીલા અને સ્ટેપમાં કટ વાળ હોય તો તેમના પર જચે છે અને તેમના વ્યક્તિત્વને ફાયદો મળે છે. આ રાશિના પુરુષોને પણ લાંબા વાળ પસંદ આવે છે.

કર્ક રાશિ


આ રાશિના લોકોને હેર સ્ટાઈલમાં ચેન્જિસ ગમે છે. તેઓ પોતાના વાળને બહુ જ કેર પણ લે છે. આ રાશિની મહિલાઓએ લાંબા વાળની જગ્યાએ ગરદથી થોડા નીચે સુધી વાળ રાખવા જોઈએ. યુ કટ તેમના માટે સારી રહેશે. આ રાશિના પુરુષોએ નાના વાળ રાખવા.

સિંહ રાશિ


સામાન્ય રીતે આ રાશિના પુરુષોમાં ટાલ થવાની ફરિયાદ વધુ રહે છે. મહિલાઓને પણ વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ થતી રહે છે. જ્યાતિષ અનુસાર, આ રાશિના પુરુષોએ નાના વાળ જ રાખવા. મહિલાઓએ પણ લાંબા વાળ ન રાખીને નાના વાળ રાખવા.

કન્યા રાશિ


આ રાશિની મહિલાઓએ પોતાના વાળ ન તો બહુ લાંબા રાખવા, ન તો બહુ છોટા. તેમના માટે સામાન્ય લંબાઈ જ યોગ્ય છે. સીધા વાળ તેમના પર સારા રહેશે. યુવકોએ પણ બહુ લાંબા વાળ ન રાખવા.

તુલા રાશિ


આ રાશિની મહિલાઓ સામાન્ય રીતે સુંદર હોય છે. તેમના પર મધ્ય લંબાઈના વાળ સારા લાગશે, જે તેમનો આત્મ વિશ્વાસ પણ વધારશે.

વૃશ્ચિક રાશિ


આ રાશિની મહિલાઓ માટે ઘુંઘરાળા વાળ લકી હોય છે. તમે ઘુંઘરાળા અને લાંબા વાળ રાખશો તો તમારા માટે સારું રહેશે. પુરુષોએ પાછળ અને કાનપટ્ટી પાસે નાના વાળ રાખવા.

ધન રાશિ


આ રાશિની મહિલાઓ સીધા અને લાંબા વાળ પસંદ કરે છે, જે તેમના માટે લકી પણ હોય છે. જેમના વાળ સીધા નથી, તેઓ સમય સમય પર સ્ટ્રેટનિંગ કરાવી શકે છે. આ રાશિના પુરુષો પણ લાંબા વાળ રાખી શકે છે.

મકર રાશિ


આ રાશિની મહિલાઓએ લાંબા વાળ રાખવા જોઈએ. તેની સાથે લેયર્સ પણ રાખશો તો ભાગ્ય બદલાઈ જશે. યુવકો માટે પણ લાંબા વાળ લકી હોય છે.

કુંભ રાશિ


શનિની આ રાશિની મહિલાઓએ લાંબા વાળ રાખવા. તેમણે પોનિટેઈલ, ચોટલી અને અંબોડો બનાવીને પોતાના વાળ સારા રાખવા. આ રાશિના યુવકો પારંપરિક રીતે વાળની સંભાળ રાખવાનું પસંદ કરે છે.

મીન રાશિ


આ રાશિની મહિલાઓને ખભા સુધીના વાળ રાખવા. તેમના માટે ઘુંઘરાળા વાળ પણ લકી હોય છે. યુવકો પણ લાંબા અને ઘુંઘરાળા વાળ રાખી શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ