વજન વધી ગયા બાદ બોડી શેમીંગનો શિકાર બની રહી હતી નરગીસ,આ રીતે ઓ છું કર્યુ ૨૦ કિલો

બોલીવુડ સિતારા માટે ફક્ત સારો અભિનય કરવો એ જ દર્શકોનાં હ્દયમાં ઘર બનાવવા માટે કાફી નથી.સિતારાને પોતાનો લૂક પણ પરફેક્ટ રાખવો પડતો હોય છે.ઘણીવાર અદાકારોને બોડી શેમીંગનો ભોગ બનવું પડતું હોય છે.બોડી શેમીંગનો અર્થ છે કોઈનાં રૂપ,રંગ અને સાઈઝને જોઈને કમેંટ કરવી કે મજાક ઉડાવવો.આપણા દેશની અંદર ઘણા લોકો બોડી શેમીંગનો ભોગ બની જતા હોય છે ત્યાં સુધી કે મોટા ફિલ્મી કલાકારો પણ પોતાની સાઈઝને લઈને અવારનવાર ટ્રોલ થઈ જતા હોય છે.હાલમાં જ નરગીસ ફખરી પણ બોડી શેમીંગનો ભોગ બની ચૂકી હતી.હવે તેને ફરીવાર ખુદને મેદસ્વીથી ચૂસ્ત કરી લીધી છે.


વેટલોસ પર નરગીસે કહી આ વાત

રોકસ્ટાર ગર્લ નરગીસ ફખરીએ ઈંસ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ શેર કર્યા છે અને જણાવ્યુ છે કે એમને લગભગ ૨૦ કિલો વજન ઓછું કરી લીધું છે. પાછલા ૨ વર્ષમાં નરગીસનું વજન ખૂબ વધારે વધી ગયુ હતુ. એવામાં અવારનવાર પબ્લિક પ્લેસ અને સોશ્યલ મિડિયા પર નરગીસનાં વધેલા વજનને લઈને ટ્રોલ કરવામાં આવતો હતો.આખરે તેને ફરીવાર મહેનત કરી અને લગભગ ૨૦ કિલો સુધી વજન ઓ છું કર્યુ.આટલું જ નહિં નરગીસે એ પણ કહ્યુ છે કે જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો.

જણાવી દઈએ કે નરગીસે મંગળવારે ઈંસ્ટાગ્રામ પર તેના બે ફોટાની કોલાજ બનાવીને પોસ્ટ કરી હતી.તેને લખ્યુ કે દરેક સમયે પબ્લિકલની નજરો બની રહેવું ઘણીવાર મુશ્કેલીઓ પેદા કરી શકે છે.પબ્લિક ફિગર થવા પર જેટલા લોકો તમને જુએ છે અને પસંદ કરે છે એટલી જ એ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.પાછલા બે વર્ષમાં મારુ વજન ખૂબ વધારે વધી ગયુ હતુ.પહેલા ફોટોમાં મારુ વજન ૮૦ કિલો હતુ,પરંતુ તેની બાજુના ફોટામાં મારું વજન ૫૯ કિલો છે.મે લગભગ ૨૦ કિલો વજન ઘટાડ્યુ છે.

કઈ રીતે નરગીસે ઘટાડ્યુ ૨૦ કિલો વજન

નરગીસે ફક્ત ઘટેલા વજન દાથે ફોટો જ પોસ્ટ નથી કર્યો પરંતુ પોતાનુ વજન ઓછુ કરવાનું રહસ્ય પણ બધાને જણાવ્યું છે.નરગીસે જણાવ્યું કે વજન ઓછું કરવા માટે પોતાની જીવનશૈલીમાં થોડો બદલાવ કર્યો ત્યારબાદ જ ૨૦ કિલો વજન ઓછું થઈ શક્યું. સાથે જ પોતાના ચાહકો માટે નરગીસે લખ્યું કર પોતાના મન,શરીર અને પોતાની આત્માને પણ સકારાત્મક વિચારો અને સ્વચ્છ વિચારનાં દાયરામાં રાખો.હું ખુદને પહેલાથી સારી બનાવવાની યાત્રામાં લાગેલી છુ અને હું ઈચ્છુ છુ કે મારા સાથે તમે પણ આ યાત્રાનો ભાગ બનો.

આમ જોઈએ તો, નરગીસ ઘણા સમયથી ફિલ્મોમાં સક્રિય નહોતી અને તેનું વજન પણ ખૂબ વધી ગયુ હતું જેને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી હતી.લોકો તેને સતત સલાહ આપી રહ્યા હતા કે તેને વર્કઆઉટ કરવું જોઈએ અને પોતાનું વજન ઓછું કરવું જોઈએ.સામાન્ય લોકોથી વધારે અદાકારને સ્લિમ ટ્રીમ હોવાને પસંદ કરવામાં આવે છે એવામાં કોઈપણ અદાકારાનું વજન વધી જવું લોકોને સારુ નથી લાગતું.હવે નરગીસે પોતાનું વજન ઘટાડી લીધું છે તો તેને જણાવ્યું છે કે આમ કરીને તેને ખૂબ સારુ લાગી રહ્યુ છે.

યોગ જરૂરી.

પોતાનું વજન ઘટાડવા માટે નરગીસે યોગાસનને અપનાવ્યા. તેને ઘણી પ્રકારનાં આસન કરીને પોતાનું વજન ઘટાડ્યું.શરીર માટે કસરત જરૂરી છે,પરંતુ યોગ કરવાથી મન પણ શાંત થાય છે અને શરીરને પણ ફાયદો મળે છે.વજન ઘટાડવું કોઈપણને માટે સરળ છે અને નરગીસે આ વાતને સાચી કરી બતાવી છે.