શું તમે પણ વજન વધારવા માંગો છો? તો આ રહ્યો તે માટેનો સ્પેશિયલ ખોરાક.

ઇન્ટરનેટ ઉપર લોકો વજન ઘટાડવાના ઉપાયો વિશે ઘણું સર્ચ કરતા હોય છે પરંતુ એવા પણ ઘણા લોકો છે જે વજન વધારવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. જીમમાં જાય છે, પ્રોટીન શેક પીવે છે અને અન્ય ઘણા બધા નુશ્ખાઓ અપનાવે છે. પરંતુ વજન વધારવા માટે ડાયેટની સાથે સાથે દિનચર્યા પણ એટલી જ મહત્વની છે.

આજે અમે કેટલાક હેલ્થી ડાયેટનું લીસ્ટ લાવ્યા છીએ જે વજન વધારવા માટે ખુબ જ આવશ્યક છે.

૧. દૂધ

વજન વધારવા માટે દૂધ બેસ્ટ રસ્તો દૂધ અને તેમાંથી બનેલી વાનગીઓ છે. તે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તેમજ શરીર માટે જરૂરી એવા પોષકતત્વો પણ પુરા પાડે છે.

૨. ડ્રાય ફ્રુટ

એન્ટી ઓક્સિડન્ટ, કેલરી અને પોષક તત્વોથી ભરપુર એવા ડ્રાય ફ્રુટ્સ તમારું વજન વધારવા મદદરૂપ થઈ શકે છે. બહારનું જંક ફૂડ ખાવા કરતા ડ્રાય ફ્રુટ એક સારો વિકલ્પ બની રહે છે.

૩. ડાર્ક ચોકલેટ

કેલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોવાથી ડાર્ક ચોકલેટ વજન વધારવા માટેનું પરફેક્ટ ડાયેટ છે. પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર ડાર્ક ચોકલેટ વજન વધારવા માટે લાભદાયી છે.

૪. ચીઝ

ચીઝ પણ ચરબી અને કેલરીથી ભરપુર હોય છે. જો તેને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે પ્રોટીનનો એક સમૃદ્ધ સ્ત્રોત સાબિત થઈ શકે છે. તેને ડાયેટમાં ઉમેરવાના અનેક રસ્તાઓ છે.

૫. કેળા

કાર્બોહાઈડ્રેટથી ભરપુર એવા કેળા વજન વધારવા માટેનો સૌથી સસ્તો, સરળ અને સ્વસ્થ રસ્તો છે.

૬. પીનટ બટર

એકદમ ટેસ્ટી એવું પીનટ અથવા બદામનું બટર પોષક તત્વો અને કેલરીથી ભરપુર હોય છે જે વજન વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને દરરોજ સવારે સલાડમાં અથવા બ્રેડ જોડે ખાઈ શકાય છે.

આવી માહિતી દરરો મેળવવા લાઈક કરો અમારું પેજ.