વજન ઘટાડવા તમે તો આવી ભૂલો નથી કરી રહ્યા ને? જાણો આ સામાન્ય ભૂલો…

આજે વજન ઘટાડવા માટે લોકો જાત જાતના પ્રયાસો કરે છે. અને તે માટે તેઓ તરત જ ગુગલ ગુરુ પાસે પહોંચી જતા હોય છે. અને પોતાના શરીર, પોતાની તાસીર, પોતાના સ્વભાવ, પોતાની પ્રતિબદ્ધતા પોતાની ઇચ્છાશક્તિ જાણ્યા વગર જ જાત જાતના નુસખાઓને ફોલો કરવા માંડે છે અને છેવટે તેને પડતા મુકી ફરી પાછા પોતાના અવ્યવસ્થિત જીવનમાં મગ્ન થઈ જાય છે. જે વજન ઘટાડા નહીં પણ બેફામ વજન વધારા તરફદોરી જાય છે.

તો ચાલો જાણીએ વજન ઘટાડતી વખતે જે સામાન્ય ભૂલો કરવામાં આવે છે તે વિષે


માત્ર ડાયેટ પર કોન્સન્ટ્રેટ થવું

વજન વધારવું એ તમારી જીવનશૈલી પર જ આધારિત છે. તમે નેટ પર મુકેલા કોઈક ડાયેટ અથવા મિત્રએ કીધેલા કોઈ ડાયેટ કે પછી કોઈ ડાયેટિશિયને કહેલા ડાયેટને જ ફોલો કરશો પણ તમારી જીવન શૈલીમાં તેનો મેળ નહીં પડતો હોય તો તેનો લાભ તમને નહીં મળી શકે. માટે જીવનશૈલીને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરો.

વજન ઘટાડવાનું પ્લાનિંગ ટુંકાગાળાનું હોય.


તમારે માત્ર થોડા અઠવાડિયાઓ કે મહિનાઓ જે-તે ડાયેટ કે એક્સરસાઇઝને ફોલો કરીને વજન ઘટાડવાનું ટાર્ગેટ રાખવું હોય તો તે કોઈપણ કાળે શક્ય નથી. કારણ કે જ્યાં સુધી તમે તમારી જીવનશૈલી એટલે કે સમગ્ર જીવન પર એકાગ્ર નહીં થાવ ત્યાં સુધી તમે વજન ઘટાડી શકશો નહીં.

વજન વધવાનું કારણ ન શોધવું અને માત્ર વજન ઘટાડવાની રટ લગાવવી

વજન શા માટે વધી રહ્યું છે તે જાણ્યા વગર જ વજન ઘટાડવા માટેના નુસખાઓ કરે રાખવા.

ખોરાકને માપી માપીને ખાવું


કેલરી ગણી ગણીને ખાવું, ભાવે નહીં તેવું પરાણે ખાવું, ખોરાક માટેની ખોટી માન્યતાઓ બાંધવી. ફલાણા ખોરાકમાં આટલી કેલરી ઓછી હોય છે ફલાણા ખોરાકમાં તેટલી કેલરી ઓછી હોય છે તેવું વિચારી વિચારીને ખોરાક લેવો. તેમ કરવું જોઈએ નહીં.

– દિવસ દરમિયાન ચક્કી ચાલુ રાખવી, દર બે કલાકે ખાધા કરવું, પછી ભલે તેનું પ્રમાણ ઓછું હોય. પેટને આરામ ન આપવો, આખો દીવસ ખાવાનો વિચાર આવવો. આ ટેવ પણ વજન ઘટાડવા માટે નુકસાન કારક છે.

– નરણા કોઠે ગરમ પાણીમાં મધ લીંબુ નાખી પીવા, આ ઉપરાંત બીજો કોઈ નુસખો અપનાવવો અને જ્યાંથી વજન ઘટાડવા માટે જે કંઈ સાંભળ્યું તેનું આંધળુ અનુસરણ કરવાલાગવું.


– ભૂખ કરતા ઓછું ખાવું, ખોટે ખોટી ભૂખને ખેંચવી એટલે કે ભૂખ મારવી, ભુખ ન હોય છતાં ખાવું, ઉતાવળે ખાવું, ખોરાકને એન્જોય કર્યા વગર તેને દવાની જેમ ગળા નીચે ઉતારવો.

– કોઈપણ કારણ વગર ઉપવાસ કરવા લાગવા, સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યા વગર અને વળીપાછા કોઈ પણ કારણ વગર ઉપવાસ બંધ કરી દેવા. અને ઉપવાસ તૂટ્યા બાદ આખા દીવસનું અથવા કહો કે બે દિવસનું ભેગું ખાઈ લેવું. આ આદત શરીર માટે અત્યંત નુકસાનકારક છે.

– ખોટે ખોટા ડાયટ ચાર્ટને ફોલો કરવા પોતાના શરીરને ઓળખ્યા વગર અવનવા ડાયેટ અપનાવવા પોતાના શરીરને અજાણ્યો ખોરાક આપવો એ લાલચે કે તેનાથી વજનમાં ઘટાડો થશે જેમ કે પ્રોટીન શેક, ઓટ્સ વિગેરે, બાફેલો ખોરાક લેવો વિગેરે વિગેરે.


– પોતાના શરીરને અનુકુળ હોય કે ન હોય ફક્ત કાચો ખોરાક લેવાનો આગ્રહ રાખવો પછી તે શરીરને પચે કે ન પચે.

– ચમત્કારી દવાઓ પર વિશ્વાસ – વજન ઉતારવું તે કોઈ જાદુ નથી, દવા કરવાથી વજન ઘટતું નથી.

– શુગર ફ્રી લેવાથી વજન ઘટવાની ખોટી માન્યતા રાખવી, રીસર્ચ પ્રમાણે શુગર કરતા શુગરફ્રી સ્વસ્થ્ય માટે વધારે નુકસાનકારક છે. તેનાથી વજન નહીં વધવાનો કોઈ જ ફાયદો થતો નથી.

– ટુંકા ગાળા માટે ડાયેટ ફોલો કરવો કે પછી કોઈ એક રૂટિન ફોલો કરવું નહીં કે સંપૂર્ણ જીવન માટે

o વજન ઘટાડવું તે તમારી જીવનશૈલીને બદલવાથી જ શક્ય છે નહીં કે ટુંકાગાળાની ધૂનથી તમે કોઈ પણ ડાયેટ અપનાવો અને ચાર મહિના તેને ફોલો કરો પછી ભૂલી જવું. ના તેમ જરા પણ નહીં ચાલે તમારે સમગ્ર જીવન શૈલી બદલવી પડશે તેને હેલ્ધી બનાવવી પડશે ત્યારે જ યોગ્ય પરિણામ મળશે.


– ઠંડુ પાણી પીવાની આદત, હંમેશા ઠંડુ પાણી જ પીવું. તે વજન વધવામાં મદદ કરે છે. કારણ કે તેનાથી શરીરની પાચન શક્તિ મંદ પડે છે અને ખોરાક પચતો નથી અને તેની અસર વજન વધારા તરફ દોરી જાય છે.

– તન અને મનનો ઉંડો સંબંધ છે તે સમજવું, નિરાશ વદને જમવું, ટેન્શનમાં જમવું, અકરાતિયાની જેમ ખાવું, ક સમયે ખાવું, તમારી આ સ્થિતિનું મૂળ કારણ જાણવું અને તેને દૂર કરવું.

– જમતી વખતે દોષભાવ રાખવો કે હું ફલાણું ખાઉં છું તો તેમાં આટલી કેલરી વધારે હશે અને વજન વધશે વિગેરે – તેમ કરવાથી ખાવાનું પચશે નહીં, તેમ કરવાથી વજન વધશે.

– ખોટી માન્યતાઓ જેમ કે ફલાણું ખાવાથી વજન વધે અને ફલાણુ ખાવાથી વજન ઘટે તેવી માન્યતાઓ ન રાખવી તેમ કરવાથી વધારે તકલીફમાં મુકાઈ શકીએ.


– રાત્રે મોડા સુવાની આદત – આમ કરવાથી પણ વજન પર અસર પડે છે.

– બપોરે સુઈ જવાની ખોટી આદત – રાત્રી સુવા માટે છે અને દીવસ દરમિયાન પ્રવૃત્તિશિલ રહેવું તે કુદરતનો નિયમ છે.

– પોતાની દરેક બાબતનો અણગમો હોવો – તેમ કરવાથી પણ તમે નિરાશ થઈ જશો અને નિરાશામાં તમે જે તે બધું જ ખાઈ લો છો.

– એલોપથીની દવાઓ નિયમિત ખાતા હોવ તો તેની પણ તમારા વજન પર અસર થઈ શકે છે, – જેમ કે ડાયાબીટીસની દવાઓ, વધારે પડતા વિટામિન્સની દવાઓ, પેઇન કિલર વિગેરે

– ખોટી સર્જરીઓ – આજ કાલ લોકો વજન વ્યવસ્થિત રીતે ઘટાડવાની જગ્યાએ સર્જરી દ્વારા ઘટાડવામાં વધારે રસ લેવા માંડ્યા છે. જે લાંબાગાલે તો નુકસાનકારક જ હોય છે.


– વધારે પડતી કસરત કરવી – વધારે પડતો શ્રમ કરવો, શરીરને અનુરુપ ન હોય તેવી કસરતો કરવી, શરીરને ખોટી પીડા આપવી તેની ક્ષમતા બહાર તેની પાસે કામ કરાવવું.

– જો તમે કોઈ ગર્ભનિરોધક દવાઓ લેતા હોવ તો તેની પણ તમારા વજન પર અસર પડી શકે છે

– તમારી ભાવતી વસ્તુનો ભોગ આપવો – પરાણે પોતાની જાત પર કાબુ રાખીને તેનાથી દૂર રહો છો અને છેવટે તેમ ન કરી શકવાથી રાત્રે મોડા પણ તમે તમારા કાબુ પર નિયંત્રણ ગુમાવીને તમારી ભાવતી વસ્તુનો ભરપુર આનંદ ઉઠાવી લો છો જેની અસર પણ તમારા વજન પર જોવા મળશે.

– રોજ રોજ પોતાનું વજન કરવું- તેમ કરવાથી જો તમારું વજન વધ્યું હશે તો તમે નિરાશ થઈ જશો અને જો ઘટ્યું હશે તો તમે ખાવામાં છૂટ લઈ લેશો જેની પણ થોડા સમય બાદ વજન પર અસર દેખાશે.

– અરીસા સામે કલાકો પસાર કરવા, તમારી જાતને ખાસ કરીને તમારા શરીરને નીરખે રાખવું. આમ કરવાથી કાંતો તમે તમારી જાતના ખોટા વખાણ કરો છો અથવા તો તમારા શરીરને નીરખીને જ્યાં તમને તે વધારે લાગતું હોય તેની નિંદા કરો છો તો આ પ્રક્રિયા માનસિક અને શારીરિક બન્ને રીતે નુકસાન કારક છે.


– અવાસ્તવિક લક્ષ – અનરિયલ ટાર્ગેટ 80 કિલોમાંથી સીધું જ 50 કીલોનું થવાનું ટાર્ગેટ રાખવું. તેમ કરવાથી કંઈ જ થવાનું નથી. તમારે નાના લક્ષથી વજન ઘટાડવાની શરૂઆત કરવી અને તમારા શરીરને પોતાની નિર્ણય શક્તિ પર ટકી રહેવાની ટેવ પાડવી. તેમ કરવાથી જ તમે મોટા લક્ષને પ્રાપ્ત કરી શકશો.

– તમારી ભાવતી વસ્તુનો ભોગ આપવો – પરાણે પોતાની જાત પર કાબુ રાખીને તેનાથી દૂર રહો છો અને છેવટે તેમ ન કરી શકવાથી રાત્રે મોડા પણ તમે તમારા કાબુ પર નિયંત્રણ ગુમાવીને તમારી ભાવતી વસ્તુનો ભરપુર આનંદ ઉઠાવી લો છો જેની અસર પણ તમારા વજન પર જોવા મળશે.

સૌજન્ય સાભાર : ડો. રૂપાબેન શાહ
આ વિડીઓ જોઇને તમને પણ તમારી ભૂલ સમજાશે જે તમે વજન ઘટાડવા માટે કરો છો.