જલ્સા કરોને જેંતીલાલ

વિટામિન સી અંગે રોચક માહિતીઃ શરીરની ચરબી ઓછી કરવા માટે પણ ઉપયોગી છે…

શરીરની ચરબી ઓગાળવા માટે વિટામિન સીની પણ એટલી જ ઉપયોગીતા રહે છે, જાણો તેની અન્ય કી રીતે છે ફાયદાકારક… વિટામિન સી અંગે રોચક માહિતીઃ શરીરની ચરબી ઓછી કરવા માટે પણ ઉપયોગી છે…

આપણી જીવનશૈલી મુજબ કોઈને પણ સવારના પહોરમાં કસરત કરવાનો સમય પણ નથી રહેતો. એક નિશ્ચિત સમયે ભોજન લેવું અને તે પણ નિયમિત રીતે સાદો ખોરાક જ લેવો તે દરેકને માટે શક્ય નથી બનતું. એક રીસર્ચ મુજબ એવા રીપોર્ટસ મળ્યા છે કે શરીરમાં જો યોગ્ય પ્રમાણમાં વિટામિન સી ઉમેરાયેલું હોય તો તે શરીર ચરબી ઓગાળવા અને અન્ય સામાન્ય તકલીફોને દૂર કરવામાં મદદરૂપ રહે છે.

વિટામીન સી એક એવું વિટામીન છે જે શરીરની દરેક પ્રક્રિયાઓને સુઆયોજિત રીતે કાર્યરત રાખવામાં સક્રિય રીતે ભાગ ભજવે છે. જેનો આપણને ખ્યાલ પણ નથી આપતો. આપણે દૂધને એક સંપૂર્ણ આહાર તરીકે સ્વીકાર્યું છે પરંતુ સૌ કોઈ જાણે છે એ રીતે દૂધમાં વિટામીન સી મળતું નથી. જેમ શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો ચેતાતંત્ર, હાડકાં, હ્રદય અને લોહીના બ્રહ્મણ સહિત અને ક્રિયાશીલ અંગોને અસર કરે છે એજ રીતે વિટામીન સીની ઉણપ વર્તાય ત્યારે પણ અનેક તકલીફો ઊભી થતી હોય છે. આવો જાણીએ વિટામીન સીની અછતને લીધે શરીર ઉપર કેવી અસર પડે છે.

શરીરમાં જો વિટામીન સીની ઉણપ થાય તો કેવી તકલીફો થાય…

શરીરમાં વિટામીન સીની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ જો તેની અછત વર્તાય તો તે શરીરની ક્રિયા – પ્રક્રિયા ઉપર જરૂર અસર કરી શકે છે. દાંતની અને પેઢાંની મજબૂતાઈ અને સ્વસ્થતા માટે વિટામીન સીની સૌથી વધુ જરૂરિયાત રહે છે. તેમજ વાળ અને નખની ચમક વધારવા પણ વિટામીન ઇ અને કેલ્શિયમની સાથે વિટામીન સી પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. તેની આપણાં પાચનતંત્ર ઉપર પણ એટલી જ અગત્યતા છે. તેથી આપણે પેટ ખરાબ હોય ત્યારે લીંબુ પાણી કે દહીં ખાવાનું જોર રાખતાં હોઈએ છીએ. કેમ કે તેનામાં રહેલ એસિડિક તત્વ પાચનતંત્રની ખરાબીને દૂર કરીને ચયાપચયની પ્રક્રિયાને દુરુસ્ત કરે છે. આંખો અને ત્વચાના તેજ અને ચમક માટે પણ વિટામીન સી ખૂબ જ જરૂરી તત્વ બની રહે છે. મોંમાં ચાંદા પડે કે મોંમા વાસ આવવી જેવી તકલીફો વારંવાર થતી હોય ત્યારે સમજવું કે શરીરમાં વિટામીન સીની ઉણપ વર્તાઈ રહી છે.

એક રિસર્ચ પ્રમાણે આપણાં શરીરમાં એડોથલીન – ૧ (ઈટી-૧) નું પ્રમાણ જો વધારે હોય તો તે શરીરમાં ફરતા લોહીને યોગ્ય રીતે બ્રહ્મણ કરતું અટકાવે છે. જેથી કોશિકાઓમાં રક્તનું પ્રમાણ યોગ્ય રીતે પહોંચતું નથી. નાડ સંબંધી તકલીફો થવાનો તેમજ હ્રદયની સક્રિયતા ઉપર અસર થવાની તેના કારણે સંભાવનાઓ વધે છે. જો શરીરમાં વિટામીન સીનું પ્રમાણ યોગ્ય હોય તો તે હાર્ટ વેઈનને બ્લોકેઈજ થવા નથી દેતું અને લોહીનું પ્રવાહીપણું જળવાઈ રહે છે અને તે શરીરના તમામ ભાગોમાં સહજરીતે ફરી શકે છે.

જો તમે દરરજો સુવ્યવસ્થિત રીતે કસરક અને યોગ પ્રાણાયમ કરો છો તો તમારા શરીરમાં આ એડોથલીન – ૧ ની અસરને નાબૂદ કરવામાં મદદ રહે છે. પરંતુ આજકાલની દોડતી – ભાગતી વ્યસ્ત જીવનશૈલીમાં કસરત કરીને પરસેવો પાડવાની કોઈને ફૂરસત નથી હોતી. એવે સમયે આ વિટામીન સીની મદદથી શરીરમાં રહેલી કેટલીક પ્રમાણમાં ચરબી આપોઆપ ઓગાળી જઈને તબીયત ચોક્કસથી સુધારી શકાય છે. અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટિમાં કરવામાં આવેક એક પ્રયોગના પરિણામે એવી વાત બહાર આવી છે કે જો વિટામીન સીની કેટલીક ચોક્કસ માત્રા શરીરમાં દરરોજ જશે તો શરીરની કોશિકાઓમાં ઈટી-૧નું સ્તર ઓછું થશે જેના લીધે હ્રદયની કાર્યક્ષમતા ઉપર સકારાત્મક અસર થશે. અમેરિકાના જોર્જિયામાં થયેલ મેડિકલ સંમ્મેલનમાં એવો એક રિપોર્ટ રજૂ થયો હતો કે જેટલી અસર શરીર ઉપર કસરત કરવાથી થાય છે તેટલી જ દરરોજ વિટામીન સી લેવાથી પણ થાય છે.

શેમાંથી મળી રહે છે વિટામીન સી

વિટામીન સી મેળવવા તમામ ચોક્કસ સ્ત્રોત આપણાં રસોડાંમાંથી જ મળી રહે છે. તેમાંથી અનેક એવી પણ વસ્તુઓ છે જેને રાંધ્યા વિના કાચી જ ખાઈ લઈ શકાય છે. જેટલી કુદરતી રીતે વિટામીન સી તમારા શરીરમાં જશે તેની અસર પણ એટલી જ સારી રીતે થશે.

દરેક પ્રકારના ખાટાં ફળો, જેમાં સંતરાં, મોસંબી અને લીંબુ વધારે પ્રમાણ ધરાવે છે. કિવી અને જામફળ પણ વિટામીન સી માટેનું એક ઉત્તમ ફળ છે. શાકભાજીમાં કોબી, ફ્લાવર અને કેપ્સિકમ મરચાંમાં પણ વિટામીન સીનું પ્રમાણ સારું એવું મળી રહે છે. જો દૂધમાંથી વિટામીન સી ન મળે તો છાશ અને દહીંમાંથી જરૂર મળી રહે છે. બપોરના ભોજનમાં એક વાટકી દહીં કે એક ગ્લાસ છાશ જરૂર લેવી જોઈએ. જેનાથી પાચનતંત્રની વિવિધ સમસ્યાઓ ઘટે છે અને ચરબીના થર જામતા પણ અટકી શકે છે અને શરીરના અન્ય અંગોની કાર્યક્ષમતા ઉપર સકારાત્મક ફાયદો જરૂર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version