જલ્સા કરોને જેંતીલાલ

ના કોઈ એકસરસાઈઝ ના કોઈ ડાયટ, આ છે વજન ઉતારવા માટેનો સૌથી સરળ રસ્તો…

આખો દિવસ વજન ઉતારવાનો પ્રયત્ન કરીને થાકી જવાય છે. દિવસ દરમિયાન ખાલી મમરા, ખાખરા ખાઈએ, ઉપવાસ કરીએ તો પણ વજન ઉતરવાનું નામ નથી લેતું. વજન ઉતારવા માટે હોંશીયારીપૂર્વકનું ખોરાકનું પ્લાનીંગ કરવું પડે છે વધુ પડતાં ભૂખ્યા રહીએ તો વજન વધવાનું શરૂ થઈ જાય છે. અહીં વજન ઉતારવા માટેના સરળ ખોરાકની ચર્ચા કરીએ.

Sour cream

દહી : જ્યારે રોજીંદા ખોરાકમાં મલાઈવગરના દૂધમાંથી બનાવેલું દહીં ઉમેરીએ ત્યારે શરીરને ખૂબ જ ફાયદો થાય છે. તેમાં શાકભાજી નાખીને રાયતા જેવું કરીને સાદી રોટલી સાથે પણ ખાઈ લેવાય છે, અથવા તો દહીં અને ભાત ભેગા કરીને ખાઈ લો તો પણ સ્વાદિષ્ટ જમવાનું થઈ જાય છે. વળી દહીંમાં આવેલું કેલ્શીયમ વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. કેલ્શીયમ વાળો ખોરાક નાના આંતરાડામાં ફેટનું એબસોર્બશન ઓછું કરે છે.

ડ્રાય ફ્રૂટ : ડ્રાયફ્રૂટમાં ‘ફેટ’ વધુ આવેલી છે પરંતુ તેમાંથી આવેલી ‘ફેટ’ અમુક માત્રામાં લેવાથી શરીરને ફાયદો થાય છે, ઉપરાંત ડ્રાયફ્રૂટ એટલે કે બદામ, પીસ્તા, અખરોટ માપસર લેવાથી તેમાં આવેલા પ્રોટીન અને ફાઈબર્સ વારંવાર લાગતી ભૂખથી દૂર રાખે છે. બપોરના સમયે જ્યારે ભૂખ લાગતાં તળેલાં નાસ્તાના ડબ્બા ખોલવાને બદલે થોડા ડ્રાયફ્રૂટ જેમ કે 3 થી 4 બદામ, 2-3 અખરોટ,5-6 પીસ્તા ખાઈ લેવાથી ખોટી ભૂખ લાગતી નથી અને વજન ઉતારવામાં ફાયદો થાય છે.

પપૈયા : દિવસ દરમિયાન દરેક ભોજન પહેલાં પપૈયું લઈ શકાય છે આ ઉપરાંત વચ્ચે પણ ભૂખ લાગે ત્યારે આડુઅવળુ ખાવાના બદલે પપૈયુ ખાવાનો પ્રયત્ન કરો. ઉપરાંત તેનાથી વાળ અને સ્કીન પણ સારા થાય છે.

Shot Code C
આખા અનાજ : જીણા દળેલાં અનાજ કરતાં જાડા દળેલા અનાજમાં વધુ ફાયબર્સ આવેલા છે. તેને લેવાથી વારંવાર ભૂખ લાગતી નથી વળી ઝીણાં દળેલા અનાજ વધુ પડતાં લેવાથી કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે અને તેના કારણે વજન પણ વધે છે. જાડા અનાજ એટલે કે જાડા દળેલા ઘઉં, જવ, બ્રાઉન રાઇસ વિગેરે ઉપરાંત 100% ઘઉંના લોટમાંથી બનેલા પાસ્તા અને બ્રેડ વાપરવાથી વજન ઉતરવાની શક્યતા વધી જાય છે.

લીલા શાકભાજી : રોજીંદા ખોરાકમાં બને તેટલા શાકભાજીનો ઉમેરો કરો જેમ કે સાદા ભાતની જગ્યાએ પુલાવ બનાવીને ખાઈ શકો, શક્ય હોય તો રોજ એક મોટો વાટકો સૂપ પીવો. શાકભાજી વધુ વાપરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. વળી શાકભાજીમાં આવેલા વિટામીન્સ શરીરને રોજિંદા, વિટામીન્સ પુરા પાડે છે, વળી મોટા ભાગના શાકભાજી કેલેરી ઓછી ધરાવે છે માટે તેને ઓછા તેલમાં બનાવીને ખાવાથી પેટ ભરાયેલું રહે છે અને વજન વધતું નથી.

ખૂબ પાણી પીવો : દિવસ દરમિયાન પાણી પીવાનું વધારી દો. હવે તો ગરમીની સીઝન આવી રહી છે આવા સમયે બને તો દિવસ દરમિયાન ઓછાં ઓછું 10થી 12 ગ્લાસ પાણી પીવાનું રાખો. આમ કરવાથી શરીરમાં થતી ‘વોટર રિટેન્શન’ની સમસ્યા પણ દૂર થશે, ઉપરાંત વાળ અને સ્કીન પણ ચમકવા માંડશે.

લીઝા શાહ (ડાયેટીશ્યન)

Exit mobile version