ભૂમી પેડનેકરે વજન ઓછુ કરવા માટે આપી આ ખાસ અને સરળ માહિતી…

ભૂખ્યા નહિં પણ ખુશ રહીને ઓછુ કરો વજન બોલીવુડ એક્ટ્રેસ ભૂમી પેડનેકરે તેમની પહેકી ફિલ્મ માટે વજન વધારીને ૯૫ કિલો કર્યુ હતુ અને ત્યારપછીની તમામ ફિલ્મોમાં તે દુબળી જોવા મળી છે. અહિં ભૂમી જણાવી રહી છે વજન ઘટાડવાનું તેનું રહસ્ય. ભૂમી જણાવે છે કે કોઈપણ માણસે વજન ઘટાડવા માટે ખુશ રહેવું જોઈએ. જો ભૂખ્યા રહેશો તો બિમાર પડશો એ ટલા માટે ખુશ રહીને,એક્સરસાઈઝ કરીને તેમજ પ્રોટીનયુક્ત આહાર લઈને આપ પોતાનું વજન ઘટાડો.પહેલા જ નક્કી કરી લો કે કેટલું વજન ઓછું કરવું છે.
એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરીને વજન ઓછુ કરવું જોઈએ ,ધારો કે તમે એક મહિનામાં પાંચ થી સાત કિલો વજન ઓછું કરવાનું લક્ષ્ય રાખ્યુ છે તો ત્યારબાદ તેટલું વજન ઘટી ગયા બાદ આપ અઠવાડિયાની અંદર એક થી બે કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરી શકો છો. આમ કરવાથી તમારામાં ચોક્કસપણે બદલાવ જોવા મળશે.
ખાંડ ખાવાની ઓછી કરી દો.

ભૂમી પેડનેકર કહે છે કે તેમને જ્યારે વજન ઘટાડવાની શરૂઆત કરી ત્યારે તેમને ખાંડ ખાવાનું સાવ બંધ કરી દીધુ હતુ.તેમને જણાવ્યુ કે ખાંડ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી શરીર વધે છે અને સાથે-સાથે ડાયાબિટીસ થવાની પણ શક્યતા રહે છે.જો ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો તમારી અંદર તરત ફેરફાર જોવા મળશે.ઘરનું ખાવાનું રાખો અને બહારનું ખાવાનું ટાળો.
જો તમે ખરેખર વજન ઓછુ કરવા માગો છો તો બહારનું ખાવાનું સદંતર બંધ કરી દો અને તેમા પણ ખાસ કરીને ફાસ્ટફૂડ ખાવાનું તો સાવ બંધ જ કરી દો.જો આટલું કરશો અને સાથે-સાથે નિયમિત વ્યાયામ કરશો તો તમારું વજન ચોક્કસપણે ઓ છું થશે.ભૂમી પેડનેકરે ૪ મહિનાની અંદર ૨૧ કિલોગ્રામ વજન ઓછુ કર્યુ હતુ.