વજન ઘટાડવા માંગતા મિત્રો ક્યારેય રાત્રે ના કરશો આ કામ…

રાત્રે સુતા સમયની આ ટેવો આપણું વજન વધારે છે

તમે જ્યારે પોતાનું વજન કરાવો અને તેમાં કેટલાક કીલો વજન વધેલું લાગે ત્યારે તમને ચીડ તો ચડવાની પણ તેની સાથે સાથે તે વધેલું વજન તમને કેટલીક આરોગ્ય સમસ્યા તરફ પણ દોરી જાય છે. એક સંશોધન પ્રમાણે વધારે વજન ધરાવવાથી તમારું મૃત્યુ વહેલું પણ આવી શકે છે. જો કે આ વજન વધારા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. જો તમારું વજન અચાનક વધી ગયું હોય તો તમને તેનું કારણ તમારા સાંજના રૂટીનમાં મળી શકશે. જો તમને ખબર હોય કે તમારું વજન શા કારણથી વધે છે તો તમે તે માટે યોગ્ય પગલા લઈ શકશો અને તેમ કરીને તમે એક સ્વસ્થ જીવન અપનાવી શકશો.

આજના આ લેખમાં અમે તમારી સમક્ષ કેટલીક એવી સામાન્ય ભુલો લઈને આવ્યા છીએ જે તમે સાંજના સમયે કરતા હોવ છો અને તેના કારણે તમારું વજન વધતું હોય છે. તો ચાલો જાણીએ આ કુટેવો વિષે કે જે તમને મેદસ્વી બનાવી રહી છે.

1. રાત્રીના નાશ્તા

આપણે બધા સાંજના છ વાગ્યા બાદ નહીં ખાવાનો એક સીધો સરળ નિયમ જાણીએ જ છીએ તેમ છતાં આપણે રાત્રે મોડા જમીએ પણ છીએ અને મધ રાત્રે નાશ્તો પણ કરીએ છીએ. તેમ છતાં અભ્યાસ આપણને યાદ અપાવે છે કે મોડી રાત્રે નાશ્તો કરવાથી વજન વધે છે. વધારામાં તેનાથી કોલેસ્ટેરોલ વધે છે, ઇન્સ્યુલીન સ્તર પણ વધે છે અને તેની નકારાત્મક અસર આપણા હોર્મોનલ માર્કર્સ પર પણ થાય છે. યાદ રાખો કે તમે જે કેલરી લો છો તે સંપૂર્ણ પણે તમે બાળતા નથી અને એ વધેલી કેલરીથી તમારું વનજ વધે છે.

2. રાત્રે મોડા કોફી પીવી

સાંજે મોડા કોફી પીવાથી તેની અસર તમારી ઉંઘ પર જ નહીં થાય પણ જો તમે ઇચ્છતા હોવ કે કોફીમાંનું કેફીન તમારું શરીર સંપૂર્ણ પણે શોષી લે તો તે માટે તમારે સુતા પહેલાં ઓછામાં ઓછા છ કલ્લાક પહેલાં કોફી પી લેવી જોઈએ. વૈજ્ઞાનિકો જણાવે છે કે કોફીમાં આવતું ક્લોરોજેનિક એસિડનું સેવન તમારું વજન વધારે છે. શક્ય હોય તો તમારી કોફીને તમે હર્બલ ટી સાથે બદલો તો તે તમારા માટે વધારે સારું રહેશે.

3. અપુરતી ઉંઘ

તમારે દિવસની ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ લેવી જ જોઈએ, પણ જો તમે તેના કરતાં ઓછી ઉંઘ લેતા હોવ તો ત્યાંથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. અભ્યાસો દ્વારા એવું સાબિત થયું છે કે ઉંઘના ઘટાડાની મેટાબોલિઝમ પર નકારાત્મક અસર થઈ શકે છે. બીજું એક પરિબળ એ છે કે અપુરતી ઉંઘના કારણે તમે સુસ્ત રહો છો અને તેના કારણે તમે ઓછી શારીરિક પ્રવૃત્તિઓ કરો છો.

4. વ્યાયામનો અભાવ

વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિ તમારા વજન ઘટાડામાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે તે તમારો મેટાબોલિઝમ રેટ વધારે છે અને કેલરી પણ બર્ન કરે છે. એ જરૂરી છે કે તમે રોજીંદા ધોરણે નિયમિત રીતે વ્યાયામ કરો, જો તમે રોજ 15 મીનીટ ચાલશો તો તમે 100 કેલેરી વધારાની બાળી શકશો. એટલે કે અઠવાડિયાની 700 કેલેરી એટલે કે લગભગ 1 વર્ષમાં 5 કીલોનો વજન ઘટાડો.

5. સાંજના સમયે ઇલેક્ટ્રોનિક ડિવાઇઝનો ઉપયોગ

અભ્યાસો સાબિત કરે છે કે રાત્રે સુતા પહેલાં ઇલેક્ટ્રોનિક ડિવાઈઝનો ઉપયોગ તમારી ઉંઘને ખલેલ પહોંચાડે છે અને તેના કારણે તમારું વજન વધે છે. આ ડિવાઈઝીસ તમારા શરીરમાંના મેલાટોનીનના ઉત્પાદનમાં અવરોધ ઉભો કરે છે આ હોર્મોન ઉંઘના ચક્રને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. સોશિયલ મિડિયામાં બ્રાઉઝ કરવા કરતાં જો તમે સુતા સમયે રસપ્રદ પુસ્તક વાંચશો અથવા રીલેક્સીંગ સંગિત સાંભળશો તો તમને મદદરૂપ રહેશે.

6. ખુબ મોડો એલાર્મ સેટ કરવો

તમે માનો કે ન માનો સંશોધકો કહે છે કે જે લોકો સવારે મોડા ઉઠે છે એટલે કે સુરજ માથે ચડે ત્યારે ઉઠે છે તેમનામાં બોડી માસ ઇન્ડેક્ષ જે લોકો વહેલા ઉઠે છે તેની સરખામણીએ ઓછી હોય છે. એ સાબિત થયું છે કે માત્ર 20-30 મિનિટનો કુદરતી પ્રકાશ તમારા બોડી માસ ઇન્ડેક્ષને અસર કરે છે. માટે વહેલા ઉઠો અને સવારે ચાલવા અથવા દોડવા જાઓ.

7. તમારી આસપાસનો ખોટો રંગ

ભુરો એટલે કે વાદળી રંગ તમને રીલેક્સ કરે છે અને માટે તેના કારણે તમને ઉંઘ સારી આવે છે. જોકે રંગો તમારા ખોરાક પર પણ અસર કરે છે. જેમ કે લાલ અથવા ઓરેન્જ રંગ તમને ઉર્જાક્ષમ અને ભુખ્યા બનાવે છે. માટે તમારે તમારા બેડરૂમનો રંગ ધ્યાનથી પસંદ કરવો જોઈએ.

શું તમને પણ ઉપર જણાવેલી આદતો છે ? ચોક્કસ હશે. કોઈને કોઈ આદત તમને લાગુ પડતી જ હશે. પણ શું તમે હજુ પણ આ આદતો ચાલુ રાખવા માગો છો ? કે પછી લાંબુ જીવવા માગો છો અને સ્વસ્થ જીવવા માગો છો ? તે તમારે નક્કી કરવાનું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ