જીરાંથી મેળવો ઝીરો ફિગર, જાણો શાથી આપણે રોજિંદા ખાનપાનમાં નાખીએ છીએ જીરું…

જીરાંથી મેળવો ઝીરો ફિગર, જાણો શાથી આપણે રોજિંદા ખાનપાનમાં નાખીએ છીએ જીરું…

આપણી રોજબરોજની જીવનશૈલી ખૂબ વ્યસ્ત થતી જાય છે જેને લીધે જમવા, આરામ કરવા અને વ્યાયામ કરવા માટેનો સમય અસ્તવ્યસ્ત થતો જાય છે. દિવસ દરમિયાન આપણે ખોરાક પણ ઝડપથી ખાઈ લઈએ છીએ. નિરાંતે બેસીને ચાવી ચાવીને ખાવાની ટેવ અને ધિરજ હવે ક્યાં કોઈમાં રહી છે. આખો દિવસ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરની સામે જ બેસીને વીતે છે. સૌ પાસે પોતપોતાના વહાનો છે, જેથી નજીકમાં નજીકની જગ્યાએ પણ સૌ કોઈ ચાલીને જવાનું ટાળે છે. આવી અનેક નાની મોટી સુવિધાઓ વધવાને લીધે સ્વાસ્થ્યમાં અસુવિધાઓ ભોગવવી પડતી હોય છે. જેને પરિણામે મહત્તમ લોકો સ્થુળકાય થતાં જાય છે. તેલયુક્ત અને મસાલેદાર આહાર લેવાય છે સામે જોઈએ એવી નિયમિત કસરત થતી નથી. ચરબીના થર જામતા જાય છે. અનેક દવાઓ તથા ઉપચારો કરવા છતાંય વધતી જતી ચરબી અને એની આડઅસરે સાથે આવતી બીમારીઓથી છૂટકારો ઝટ મેળવી શકાતો નથી. એવામાં જો કોઈ એવો ઉપચાર મળે જે તમારા ઘરમાં જ બલ્કે રસોડાંમાંથી જ અને એ પણ કોઈજ ખરાબ અસર થશે નહીં એવી સુનિશ્ચિતતા સાથે મળી જાય તો? તો તમે એનો સદઉપયોગ કરશોને? તો આવો એક એવા તેજાના વિશે ચર્ચા કરીએ જે આપણી ભારતીય વાનગીઓમાં સહજતાથી ઉમેરાઈ જઈને સ્વાદ અને સોડમમાં તો વધારો કરે જ છે પરંતુ સ્વાસ્થયને માટે પણ ખૂબ અકસીર છે.

જીરાંનો યોગ્ય ઉપયોગ કરીને વજન ઉતારી શકાય

આખા દિવસ દરમિયાન જમીને કે જમ્યાં પહેલાં કોઈપણ દવાઓ લેવાનું સૂચન કરાતું હોય છે કેમ કે પાચન પ્રક્રિયા સાથે આ દવાઓ પણ લીધેલ ખોરાક સાથે મળી જઈને શરીરમાં દરેક અવયવોમાં પાચક રસ સાથે ભળેલ પોષક તત્વો દ્વારા પહોંચી જઈ શકે છે. આ સિવાય સવારમાં જાગીએ ત્યારે નરણાંકોઠે અથવા તો સાવ સૂઈ જવા પહેલાં રાતે કોઈ પણ પ્રકારની દવાઓ લેવાનું કહેવાય છે.

જીરાંનો ઉપયોગ આપણે શરીર પર ચડેલી વધુ પડતી ચરબીના થર વધુને વધુ ન ચડે તથા તેને કંટ્રોલ કરવા માટે કરી શકીશું. તેને માટે બે ઉપચારો ખૂબ જ સારા છે.

૧ સામાન્ય માટલાના એક ગ્લાસ પાણીમાં બે મોટા ચમચા સાદું જીરું ઉમેરીને રાત આખી પલાળી લો. સવારે જાગીને કંઈજ ખાધા – પીધા વિના જ એ પાણીમાં પલાળેલ જીરાંને ઉકાળીને ગાળીને જરા નવશેકું થાય એવું ઠંડું કરીને પી લેવું. વધેલ જીરાંના પલાળેલા કૂચાને પણ ચાવી જવું જેના પછી એક કલાક સુધી કંઈ જ ખાવું – પીવું નહીં.

૨ બીજા ઉપચાર રૂપે એક બારીક ફાકી બનાવવાની રહેશે. જેમાં દળેલી હિંગ, દળેલું સંચળ અને દળેલું શેકેલું જીરું સરખે ભાગે ભેળવી લેવું. ત્યાર પછી દરરોજ દિવસમાં બે વખત દહીંમાં નાખીને ૧થી ૩ ગ્રામ સુધી આ મિશ્રણને ખાઈ જવું.

જીરાંના ઉપચારના ફાયદા

જીરાંના આ બંને ઉપચારોનું નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી ઘણાં ફાયદાઓ થાય છે. જેમાં પ્રથમ લાભ તો એજ છે કે જેને લીધે ચરબીના વધતા થર પર નિયંત્રણ આવે છે. બીજો ફાયદો એ પણ છે કે પેટમાં નિયમિત રીતે જીરું જવાથી રક્તની શુદ્ધતામાં વધારો થાય છે.

આ સિવાય સૌથી શ્રેષ્ઠ કામ તે પાચનતંત્ર સાથે કરે છે. તેને પાચનતંત્રને નિયમિત અને હળવું બનાવે છે જેથી શરીર ઉર્જાવાન બને છે. શરીરમાં ઉર્જાનો સંચાર થવાથી મેટાબોલિઝમ નિયમિત થાય છે જેથી જ્યારે પાચનતંત્ર હળવું બને છે ત્યારે ખાધેલો ખોરાક પચવામાં સમય લેતો નથી જેથી આળસ અને અનિંદ્રા જેવા શરીરને નુકસાનકારક તત્વો અટકે છે. ફેટ બર્ન પણ સરળતાથી થાય છે જે ખરેખર મૂળ કારણ છે પાચનતંત્રને સુવ્યવ્યવસ્થિત ન હોવાનું. જ્યારે શરીરમાં ચરબી ઓગળતી જતી થશે ત્યારે બીજી અન્ય નાનીમોટી બીમારીઓ અને થાક, કંટાળો તથા આત્મવિશ્વાસની ઉણપ આપોઆપ ઓછી થતી જશે.

જીરું દવા રૂપે લેતી વખતે ધ્યાનમાં લેવાની બાબત

જ્યારે રાતે સૂતાં પહેલાં આ જીરાં, હિંગ અને સંચળની ફાકી દહીં સાથે લેવાની હોય ત્યારે જમી લીધા બાદ બીજું કંઈજ ખાવું નહીં. બપોરે કે સવારે નરણેકોઠે આ દવા લીધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી કંઈજ ખાવું કે પીવું નહીં એનું ધ્યાન રાખવું.

જો આપને ધુમ્રપાન કે મદ્યપાન કરવાની ટેવ હશે તો આ દવા યોગ્ય રીતે ધારી અસર કરશે નહીં જેથી આ ઉપચાર શરૂ કરવા પહેલાં આ ખરાબ ટેવ મૂકી દેવી હિતાવહ છે.

લેખન સંકલનઃ જલ્સા કરો જેંતીલાલ ટીમ