વજન ઘટાડવા માટેના જ્યુસની વિગતવાર માહિતી અને બનાવવાની રીત…

એક જ સપ્તાહમાં 3-5 કિલો વજન ઓછું કરવા પીઓ આ જ્યૂસ

ગરમીની સીઝનમાં લોકો વજન ઓછું કરવા પર વધારે ધ્યાન આપતા હોય છે. એક રીતે જોવા જઈએ તો તે યોગ્ય પણ છે, કેમ કે, ગરમીમાં ઝડપથી વજન ઓછું થાય છે. આ સિઝનમાં તમે ઈચ્છો તો જિમમાં જઈ શકો છો, ડાયટિંગ પણ કરી શકો છો તેનાથી તમને ડબલ ફાયદો થશે. ઘણા બધા લોકો એવા પણ હોય છે જે વજન ઓછું રાખવા માંગે છે, પરંતુ તેઓ જિમમાં નથી જઈ શકતા. દુનિયામાં દર ચોથી વ્યક્તિ જાડાપણાંની સમસ્યાથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. તેથી આજે અમે તમને કેટલાંક એવા ઉપાયો વિશે જણાવીશું જે કરવાથી સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઓછું થઈ જશે.

વજન ઓછુ કરવા બનાવો આ જ્યૂસ –
જો તમે જિમ કે એક્સરસાઈઝ નથી કરી શકતા હો આ ઘરેલૂ નુસખા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઊંઘતા પહેલા એક ગ્લાસ જ્યૂસ પીવો. તેને બનાવા માટેની તમામ સામગ્રી તમારા કિચનમાં હશે. તો આજે અમે તમને જણાવીશું કેવી રીતે જ્યૂસ પીવાથી વજન ઓછું થાય છે.

જ્યૂસ બનાવા માટેની સામગ્રી અને તેન બનાવાની રીત –

જ્યૂસ બનાવા માટે 1 લીંબુ, એક ગ્લાસ પાણી, એક કાકડી, સમારેલું આદુ એક ચમચી, એલોવેરાનો જ્યૂસ એક ચમચી અને થોડોક પુદીનો જોઈસે. જ્યૂસ બનવા માટે આ બધી સામગ્રીને પાણીમાં સારી રીતે ક્રશ કરીને મિક્સ કરી લો અને રાતે ઊંઘતા પહેલા પી લેવો આ જ્યૂસ. આ જ્યૂસ પીવાથી વજન ઓછું થશે. હકીકતમાં આ બધી સામગ્રીને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધી જાય છે. ઊંધતી વખતે પણ તમારું મેટાબોલિઝમ એક્ટિવ રહે છે અને વજન ઓછું કરે છે. ખાસ કરીને આ જ્યૂસ પેટની ચરબીને ઓછી કરવામાં બહુ મદદગાર સાબિત થાય છે, પરંતુ તેની સાથે તળેલી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.

વેટલોસપાઉડરને પાણીમાં નાંખીને પીવું –

તેમજ વજન ઓછુ કરવા વેટલોસ પાઉડર પણ તમે બનાવી શકો છો. તેના માટે તમારે ત્રણ ચમચી ઈસબગુલ, બે ચમચી વરિયાળીનો પાઉડર. બે ચમચી ત્રિફલા પાઉડર, બે ચમચી ધાણા પાઉડર, બે ચમચી જીરું પાઉડરની જરૂર પડશે. તેને બનાવા માટે એક બાઉલમાં આ બધી સામગ્રી લઈને તેને સારી રીતે મિક્સ કરી લેવી. આ પાઉડરને એક બોટલમાં ભરીને બે મહિના સુધી તેને સ્ટોર રાખી શકો છો. તે વજન ઓછું કરવાની સાથે પેટમા ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને એકદમ સ્વસ્થ રાખે છે.

તે સિવાય ધાણા પાઉડરમાં કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. તે ઝડપથી મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે. જ્યારે ત્રિફલામાં બોડી ટોક્સિસન્સમે દૂર કરવા બોડી ફંકશનને સુધારે છે. સાથે તેનું દરરોજ સેવન કરવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. તે સિવાય વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે. જ્યારે જીરું કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. તે સિવાય તમે ઝડપથી વજન ઓછુ કરવા માંગતા હોવ તો વધારે પ્રમાણમાં પીવું. દરરોજ નિયમિતપણે 3 લીટર પાણી પીવાથી મેટાબોલિઝ્મ સુધરે છે. મેટાબોલિઝ્મ સારું રહેવાથી વ્યક્તિ સારી એવી કસરત કરી શકે છે જેના દ્વારા તે સરળતાથી વજન ઘટાડી શકે છે.

દરરોજ 4 લિટરથી વધારે પાણી પીઓ –

જો તમે પાણી દ્વારા વજન ઘટાડવા માગતા હોવ તો તમારા પેટને પાણીથી હમેશા ભરેલું રાખોય જેના માટે તમારે દરરોજ આખા દિવસ દરમિયાન 4 લિટર પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી તમારા શરીરના વિષાક્ત પદાર્થો અને વધારાનું ફેટ શરીરમાંથી બહાર નિકળી જાય છે. ભૂખ લાગે ત્યારે પીઓ પાણી. વારંવાર ભૂખ લાગે છે? તો એ સમયે જે-તે હાઈ કેલરી ખાવા કરતાં એક ગ્લાસ પાણી પી લેવું. જ્યારે તમને ભૂખ લાગી હોય ત્યારે એક ગ્લાસ પાણી પીવાથી તમારી ભૂખ શાંત થઈ જાય છે. વજન ઘટાડવા માટેનો આ એક બેસ્ટ રસ્તો છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો. દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી