વૈષ્ણોદેવી મંદિરનાં અદ્ભુત રહસ્યો વિશે જાણો અહીં! – બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્યો…

જોર સે બોલો જય માતા દી…સારે બોલો જય માતા દી…પ્રેમસે બોલો જય માતાદી….

બોલો વૈષ્ણો દેવી માતાની જય….

શારદિય નવરાત્રી સ્પેશિયલ લેખમાં આજે તમને અમે વૈષ્ણો દેવી માતાનાં મંદિર સાથે જોડાયેલ રસપ્રદ વાતો જણાવી રહ્યાં છીએ.

વૈષ્ણો દેવી મંદિર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાંનો એક છે. આ મંદિર ૫૨૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શન માટે આશરે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે.  આ મંદિરમાં આવેલ એક ગુફા ખુબ જ સમાચારમાં રહે છે અને જે અંગે ધણી બધી કહાણીઓ પણ સાંભળવા મળતી હોય છે.

વૈષ્ણો દેવી માતા ભગવાન વિષ્ણુનાં અંશથી ઉદભવ્યા છે. માતાજીનું એક નામ ત્રિકુટા પણ છે, આ જ કારણ છે કે વૈષ્ણવો દેવી માતાનું મંદિર ત્રિકુટાનાં પર્વત પર આવેલું છે. જમ્મુ-કાશ્મીરની ત્રિકુટા પહાડી પર માતાજીનો સૌથી પવિત્ર તીર્થ સ્થળ વૈષ્ણો દેવી મંદિર આવેલું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરની યાત્રા કરતા હોય છે. વૈષ્ણો દેવી માતાનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ મંદિરની ગુફાનું પણ છે. માતાજીનાં મંદિર સુધી પહોંચવા માટે એક પ્રાચીન ગુફાનો પ્રયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે માતાજીનાં મંદિરની આ ગુફા ચમત્કારી અને રહસ્યોથી ભરપૂર છે.

આવો તો જાણીયે વૈષ્ણો દેવીની ગુફા સાથે જોડાયેલા ૬ રહસ્ય…

૧૯૭૭માં કૃત્રિમ ગુફાનું કરાયું નિર્માણ

માતાજીનાં દર્શન માટે વર્તમાનમાં જે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, તે ગુફામાં પ્રવેશ કરવાનો વાસ્તવિક રસ્તો નથી. ૧૯૭૭માં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા આ કૃત્રિમ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ રસ્તાથી  પસાર થઈને ભક્તો માતાનાં દરબારમાં પહોંચતા હોય છે.

પ્રાચીન ગુફામાં માતાજીનો અખંડ વાસ

પ્રાચીન ગુફાથી માતાજીનાં દરબારમાં પહોંચવાનો મોકો અમુક જ ભક્તોને મળતો હોય છે. અહિંયા એક નિયમ એવો છે કે જ્યારે પણ દસ હજારથી ઓછા શ્રદ્ધાળુઓ હોય છે, ત્યારે આ ગૂફાનાં દ્વાર ખોલી દેવામાં આવતા હોય છે. આવું દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતું હોય છે. માતાજીનાં મંદિરની પ્રાચીન  ગુફા લગભગ ૯૮ ફૂટ લાંબી છે. આ ગુફામાં એક ચબુતરો બનેલ છે, જેની ઉપર માતાજીની બેઠક છે. કહેવાય છે કે અહીંયા માતાજીનો અખંડ વાસ છે. ગુફાનાં પ્રવેશ અને બહાર નીકળવાના બે કૃત્રિમ રસ્તાઓ પણ છે.

ભૈરવનું શરીર મોજુદ છે

વૈષ્ણો દેવી માતાનાં દરબારમાં પ્રાચીન ગુફાનો ખુબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે પ્રાચીન ગુફાની અંદર ભૈરવનું શરીર મોજૂદ છે. આ જ ગૂફામાં માતાજીએ ભૈરવનું ત્રિશૂલથી વધ કર્યું હતું. ત્યારે ભૈરવનું ઘડ ભૈરવ ઘાટીમાં જઈને પડ્યું હતું અને શરીર અહીંયા જ રહી ગયુ.

પવિત્ર ગંગાનું જલ અહીં વહે છે

આ ગૂફાનું મહત્વ એટલે પણ છે કારણ કે પવિત્ર ગંગાનું પાણી ગુફામાં વહેતું રહે છે. આ જલથી પવિત્ર થઈને ભક્તો માતાનાં દરબારમાં પહોંચતા હોય છે, જેની એક વિશેષ અગત્યતા છે.

માતાજી ૯ મહિના સુધી ગર્ભમાં રહ્યાં

વૈષ્ણો દેવીનાં મંદિર સુધી પહોંચવાની ઘાટીમાં વિવિધ પડાવ પણ છે, જેમાંથી એક છે આદિ કુંમારીયા અથવા આદ્યકુંમારી. અહીંયા એક ગુફા બીજી પણ છે, જેને ગર્ભજૂનનાં નામેથી ઓળખાય છે. ગર્ભજૂન ગુફાને લઈને માન્યતા છે કે અહીંયા માતાજી ૯ મહિના સુધી એવા જ પ્રકારે રહ્યાં હતાં, જેવી રીતે એક શિશુ માતાનાં ગર્ભમાં ૯ મહિના સુધી રહે છે.

ગર્ભજૂન ગુફા આશીર્વાદ રૂપ

ગર્ભજૂન ગુફાને લઈને માનવામાં આવે છે કે આ ગૂફામાં જવાથી મનુષ્યને ફરી ગર્ભમાં નથી જવું પડતું. જો મનુષ્ય ગર્ભમાં આવે છે તો પણ ગર્ભમાં તેને કોઈ પીડા નથી થતી અને તેનો જન્મ સુખ અને વૈભવથી સંપુર્ણ હોય છે.

માતાજીનું નામ લઈને કોમેન્ટ કરો અને તમારા પરિવારનાં અન્ય લોકો પણ ગુફાનાં રહસ્ય વિશે જાણે તે માટે શેર કરો.

સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી