વૈશાખ મહિનામાં ખાસ ઉગતા સૂર્યને જળ ચઢાવો, થશે આ લાભ

તા. ૧૨ મે, ૨૦૨૧ બુધવારના દિવસથી વૈશાખ માસની શરુઆત થવાની છે. વૈશાખ માસ તા. ૧૦ જુન, ૨૦૨૧ના રોજ સમાપ્ત થઈ જશે. વૈશાખ માસ દરમિયાન સૂર્યની પૂજા કરવાનું વિશેષ મહત્વ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશાખ માસમાં રોજ નિયમિતપણે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદી કાર્ય કરી લેવા જોઈએ.

image source

ત્યાર બાદ આપે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાથી આપના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને આપને બીમારીઓ માંથી રાહત મળી શકે છે. ઉગતા સૂર્યને અર્ધ્ય અપર્ણ કરવાથી આપની આંખોના તેજમાં વૃદ્ધિ થાય છે. આપનું મન શાંત થાય છે અને આપની આળસ દુર થવા લાગે છે.

image source

વૈશાખ માસમાં સૂર્ય મેષ રાશિ એટલે કે, પોતાની ઉચ્ચ રાશિમાં આવી જાય છે. સૂર્યની આવી દશામાં પૂજા કરવાથી આપને બીમારીઓ માંથી રાહત કે પછી છુટકારો પ્રાપ્ત કરી શકો છે અને આપની તમામ પ્રકારની મુશ્કેલીઓ પણ દુર થવા લાગે છે. વૈશાખ માસ દરમિયાન આપે દરરોજ નિયમિતપણે સૂર્યોદય પહેલા સ્નાનાદી કાર્ય પૂર્ણ કરી લેવાથી આપના દ્વારા થઈ ગયેલ જાણતા- અજાણતા પાપ દુર થઈ જાય છે. જો આપ સંપૂર્ણ વૈશાખ માસ દરમિયાન આ નિત્ય ક્રમ નથી કરી શકતા તો આપે વૈશાખ માસ દરમિયાન આવતા રવિવારના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદી કાર્ય પૂરણ કરી લીધા બાદ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ.

ભવિષ્ય પુરાણમાં જણાવ્યા મુજબ અર્ધ્ય અને મંત્રજાપ કરો.

image source

હિંદુ ધાર્મિક ગ્રંથ ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા માટે આપે તાંબાના લોટમાં જળ ભરવું, ત્યાર બાદ તેમાં ચોખા ને લાલ ફૂલ ઉકીને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. આપે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરતા સમયે ઓમ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. આપે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરતા સમયે શક્તિ, બુદ્ધિ અને સારા સ્વાસ્થ્યની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. ત્યાર બાદ આપે ભગવાન સૂર્ય નારાયણને ધૂપ અને દીપના દર્શન કરાવવા જોઈએ.

વૈશાખ માસ દરમિયાન સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.

image source

આપે વૈશાખ માસ દરમિયાન સૂર્ય સંબંધિત વસ્તુઓ જેવી કે, તાંબાના વાસણ, લાલ કપડા, ઘઉં, ગોળ કે પછી લાલ ચંદનનું દાન કરવું જોઈએ. આપે આપની યથાશક્તિ મુજબ કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો. તેમજ આપે રવિવારના દિવસે મીઠા વગરના ભોજનનું સેવન કરવું જોઈએ. આપે બપોરના સમયે જળ દાન કરવું જોઈએ એટલે કે, આપે કોઈ વ્યક્તિને માટલામાં પાણી ભરીને દાન કરી દેવું જોઈએ. રવિવારના દિવસે આપે જરૂરીયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવું જોઈએ અને પાણી પીવડાવવાથી સુવર્ણનું દાન કરવાથી પ્રાપ્ત થતા પુણ્ય કરતા પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!