સૌરાષ્ટ્ર ની ફેમસ કાઠિયાવાડી વઘારેલી ખીચડી અને કઢી

આજે હું સૌરાષ્ટ્ર ની ફેમસ કાઠિયાવાડી વઘારેલી ખીચડી અને કઢી કેમ બનાવાય એ શીખવીશ …એમ તો ઇઝી છે પણ થોડી ટ્રિક્સ થી બનાવીએ તો પરફેક્ટ બાર જેવી થશે …

સામગ્રી :

  • – 1 વાટકી ખીચડી(1/2 વાટકી ખીચડીયા ચોખા અને 1/2 વાટકી તુવેર દાળ
  • – 11/2 વાટકી પાણી
  • – દેશી ઘી જરૂર મુજબ
  • – 1/4 ચમચી હળદર
  • – ચપટી હિંગ
  • – મીઠું જરૂર મુજબ
  • – 1/2 નગ ગાજર
  • – 1/2 નગ કેપ્સિકમ
  • – તજ નો ટુકડો ,લવિંગ ,સ્ટાર ફૂલ ,મરચું
  • – 1/2 નગ કાંદો
  • – ચપટી રાય અને જીરું

કઢી :

  • – 4 વાટકા ખાટી છાશ
  • – 21/2 ચમચી ચણાનો લોટ
  • – 3 ચમચી દેશી ગોળ
  • – ર લીલા મરચાં
  • – 1 ચમચી જીરા
  • – 1 ચમચી ખમણેલું આદુ
  • – 2 ચપટી હળદર
  • – મીઠું જરૂર મુજબ
  • – કોથમીર જરૂર મુજબ
  • – મીઠા લીમડાના તીરખી એક
  • – વઘાર : દેશી ઘી 2 ચમચી, તજ, લવિંગ ,હિંગ જીરૂ અને રાય
  • – અડદ ના પાપડ
  • – 1/2 ચમચી મેથી ના દાણા

રીત :

1..સૌ ખીચડી ભેળવી લો સારી રીતે ધોઈ કુકરમાં માં ઘી અને તેલ લઇ રાય ,જીરું અને ખડા મસાલા લઇ સંતળાય એટલે તેમાં વેજિટેબલે સાંતળી બધા મસાલા કરી ફરી 2 મિનિટ સાંતળી 1.5 ગણું પાણી ઉમેરી ઉકળે પછી પલાળેલી ખીચડી ઉમેરી કુકર નું ઢાંકણું બંધ કરી 3-4 સિટી વગાડી લઇ પછી ગેસ બંધ કરી 5 મિનિટ સીજવા દઈ કાઢી બોવેલ માં કાઢી લેવું .. પછી ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ ખીચડી

2..ગેસ પર તપેલીમાં છાશ અને ચણાનો લોટ નાખી સારી રીતે ભેળવી લો હળદર મીઠું સુધારીને રાખેલ લીલા મરચાં આદુ નું ખમણ ગોળ નાખી ઉકળવા દો પછી તપેલીમાં ઘી લેવું જીરૂ તજ લવિંગ લાલ સુકૂ મરચું હિંગ નો વઘાર કરી ને ઊકળી ને એકરસ થયેલ કઢી માં વઘાર રેડી દો

3..ઊકળી ને એકરસ થયેલ કઢી માં વઘાર રેડીને ઉપર કોથમીર લીમડાના પાન જીરા પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ કઢી..અડદ ના પાપડ શેકવા

4..કુકર ખોલીને તેમાં ખીચડી ઉપર પાણી હોય છે એટલે ખીચડી ને ખૂબ હલાવી લો અને ઘી વધુ નાખીને સારી રીતે હલાવી લઈ એકદમ મીણ જેવી કરી લેવી તૈયાર છે કાઠિયાવાડી કઢી ખીચડી

પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું : ખીચડી – કઢી , અડદ નો શેકેલ પાપડ ,અથાણું તો હોય જ .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.