વધારેલા મરચાં – આથેલા મરચા અને તળેલા મરચા બહુ ખાધા હવે બનાવો આ નવીન વઘારેલા મરચા…

વઘારેલા મરચાં

આપણા ગુજરાતીઓ ના ઘરે જમણ માં ભલે ને 10 વાનગી બની હોય પણ જો સંભારા ના બને તો ના ચાલે, જાણે જમણ અધૂરું… એમાંય વધારેલા મોળા મરચાં મારા સૌથી પ્રિય.

જોકે આ રેસિપી માં નવું કાંઈ જ નથી પણ આવા મરચાં મને બહુ જ ભાવે છે એટલે થયું ચાલો મિત્રો સાથે પણ શેર કરીયે આ રીત.. કોમેન્ટ માં જરૂર જણાવજો તમારી રીત..

સામગ્રી ::

• 8 થી 10 મોળા મરચાં

• 1 ચમચી તેલ

• 1/2 ચમચી રાઈ

• 2 ચપટી હિંગ

• 1/4 ચમચી હળદર

• 2/3 ચમચી મીઠું

• 1 ચમચી ધાણા જીરું

રીત ::


સૌ પ્રથમ મરચા ને ધોઈ , થોડાં કોરા કરી લો. વચ્ચે થી નાનો કાપો કરી લેવો. મરચા બહુ લાંબા હોય તો અડધા કાપવા નહીં તો આખા જ રહેવા દેવા. તીખા હોય તો બિયા કાઢી લો.


કડાય માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં રાઇ ઉમેરો. રાઇ ને સરસ તતડવા દેવી.


રાઇ શેકાય જાય એટલે એમાં હિંગ ઉમેરી , મરચા ઉમેરો.

ઉપર હળદર ઉમેરો અને 5 સેકેન્ડ માટે ઢાંકી ને થવા દો.


ત્યારબાદ મરચા ને હલાવો અને ઉપર થી મીઠું અને ધાણાજીરું ઉમેરો. મીઠું સ્વાદાનુસાર ઉમેરવું.


સરસ રીતે મિકક્સ કરી થોડા ટીપા પાણી ના છાંટો. ગેસ બંધ કરો અને આપણા વધારેલા મરચાં તૈયાર.. પીરસો ગરમ ગરમ કે ઠંડા સ્વાદ માં કોઈ ફરક નહીં પડે. ફ્રીઝ માં મૂકી બીજે દિવસે પણ વાપરી શકાય. જોકે તાજા વધારેલા નો સ્વાદ ઉત્તમ હોય છે.


નોંધ :

• જો મરચાં તીખા હોય તો કટકા કરી થોડી વાર મીઠા ના પાણી માં બોળી દો, તીખાશ ઓછી થઈ જશે.

• રાઈ ના બદલે આપ જીરું અને સૂકી મેથી પણ ઉમેરી શકો, એનો સ્વાદ પણ સરસ હોય છે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.