આ રીતેે ધરે બનાવો તજમાંથી ફેસ પેક, વગર ફેસિયલે સ્કિનમાં આવી જશે ચમક અને થઇ જશો ગોરા-ગોરા

દરેક ઘરમાં તજનો પ્રયોગ મોટા ભાગે ખાવા પીવાની વસ્તુઓમાં મસાલાના રૂપે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્વાદ અને સુગંધની સાથે સાથે તજ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે?. તજ આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ લાભદાયી છે કારણ કે તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરની સાથે સાથે તમારી સ્કિનને પણ લાભ આપે છે.

image source

જો આખા દિવસના વ્યસ્ત રૂટિનને કારણે કોઈના ચહેરા પર ડલનેસ અને ડ્રાયનેસ થઈ ગઈ હોય તો તજનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તો ચાલો જાણી લઈ કેવી રીતે તમે પણ તજના ફેશપેકથી ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.

પીમ્પલથી મેળવો છુટકારો.

image source

જો કોઇના ચહેરા પર ઘણા બધા પીમ્પલ થઈ જતા હોય તો તજનો એન્ટી બેક્ટેરિયલ ગુણ એને ખતમ કરવામાં મદદ કરે છે. તજના પાઉદરની અડધી ચમચી અને એક ચમચી મધ બંનેને ભેળવીને તમારા ચહેરા પર લગાવો. 15થી 20 મિનિટ ચહેરા પર રાખ્યા પછી હુંફાળા પાણીથી તમારા ચહેરો ધોઈ લો. જો ચહેરા પર ખૂબ જ વધારે એકને હોય તો આ ફેસ પેકને તમે રોજ જ તમારા ચહેરા પર લગાવી શકો છો જેનાથી અસરકારક પરિણામ મળશે.

કરચલીઓથી મેળવો છુટકારો.

image source

જો ચહેરા પર તણાવ અને ખોટા રૂટિનને કારણે ઉંમર કરતા જલ્દી કરચલીઓ દેખાવા લાગી હોય તો તજનો ફેસપેક ફાયદાકારક રહેશે. તજમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વ રહેલા હોય છે. જે ચહેરાના નિસ્તેજ કોષમાં જીવ નાખે છે. એક ચમચી તજ પાઉડરમાં બે ચમચી ઓલિવ ઓઇલ ભેળવીને ચહેરા પે મસાજ કરો. આવું કરવાથી ચહેરા પર એની સારી અસર થોડા જ દિવસમાં દેખાવા લાગશે.

સ્કિન ટોનને એકસરખો કરે છે.

image source

ઘણી બધી સ્ત્રીઓને સ્કિન, અપર લિપ્સ અને ચીન પાસે ડાર્ક પેચીસ દેખાય છે. જો કોઈને સ્કિનમાં અનઇવન જેવી તકલીફ હોય તો તજને એક ચમચી દહીં અને મધને એકસાથે મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે.

ખીલના ડાઘથી છુટકારો.

image source

ચહેરા પર થતા પીમ્પલ અને એકને તો ઘણીવાર જતા રહે છે પણ એ ગયા પછી જે ડાઘા પડી જાય છે એ નથી જતા. એ માટે તજનો એક ચમચી પાઉડર લઈને એને એક ચમચી નારિયેળ તેલમાં ભેળવીને લગાવો.

image source

15થી 20 મિનિટી પછી હુંફાળા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ડાઘથી છુટકારો મેળવી શકાય છે.