વડોદરામાં કોરોના વિસ્ફોટ: રેલવે વિભાગના 190 કર્મચારી અને પરિવારજનો કોરોનાની ઝપેટમાં….

વડોદરા શહેરના રેલ્વે વિભાગના ૧૯૦ કર્મચારી સહિત તેમના પરિવારના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા, રેલ્વેતંત્રમાં ભાગદોડ.

  • -૩૫૦ આર્ટીફીશીયલ ટેસ્ટ માંથી ૫૦ અને ૪૦૦ રેપીડ ટેસ્ટ માંથી ૧૫૦ દર્દીઓ પોઝેટીવ આવ્યા.
  • -૮૬ વર્ષની વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું, આ વૃદ્ધા અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા.
image source

વડોદરા શહેરના ઘણા બધા રેલ્વે કર્મચારીઓ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. વડોદરા રેલ્વેતંત્ર તરફથી ૩૫૦ જેટલા આર્ટીફીશીયલ ટેસ્ટ અને ૪૦૦ જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, એટલે કે કુલ ૭૫૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી અંદાજીત ૧૯૦ જેટલી વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. આ વ્યક્તિઓમાં વડોદરા રેલ્વે તંત્રના કેટલાક કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. વડોદરા રેલ્વે તંત્રના કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે કેટલાક કર્મચારીઓને પ્રતાપનગરના રેલ્વે હોસ્પિટલમાં એડમિટ કરીને તેમની સારવાર શરુ કરી દેવામાં આવી છે, ત્યાં જ કેટલાક કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

ધનવંતરી રથની કાર્યવાહીમાં એકપણ કેસ કોરોના પોઝેટીવ આવ્યો નથી.

image source

વડોદરા મહાનગર પાલિકા તરફથી વડોદરાના રેલ્વે વિભાગના કર્મચારીઓના કોરોના વાયરસ ટેસ્ટ ઓગસ્ટ મહિનામાં આર્ટીફીશીયલ અને રેપીડ કીટ આપવામાં આવી હતી, ત્યાર પછી પ્રતાપનગર રેલ્વે કોલોની અને યાર્ડમાં રહેતા લોકો માટે પણ ધનવંતરી રથના રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો હતો. ધનવંતરી રથના આ રાઉન્ડમાં રેલવેના ઓફિસર્સ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઇપણ વ્યક્તિનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યો હતો નહી.

જો કે, અત્યારે પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલ દ્વારા આ કોરોના વાયરસની સ્થિતિને ગંભીરતાને જોતા અંદાજીત ૩૫૦ જેટલા આર્ટીફીશીયલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ આર્ટીફીશીયલ ટેસ્ટ માંથી ૪૦ જેટલા વ્યક્તિઓના રીપોર્ટ પોઝેટીવ આવે છે અને ૪૦૦ જેટલા રેપિડ કરવામાં આવ્યા હતા એમાંથી ૧૫૦ જેટલા વ્યક્તિઓના ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે જેના લીધે વડોદરાનું રેલ્વે તંત્ર સજ્જ થઈ ગયું છે.

image source

હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ વ્યક્તિઓની રોજની બધી જ જાણકારી રેલ્વેના હેલ્થ ડીપાર્ટમેન્ટને આપે છે.

જે વ્યક્તિઓના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી જેટલા પણ વ્યક્તિઓ સંક્રમિત સામે આવ્યા છે તેમાંથી જેઓ હોસ્પિટલમાં એડમિટ થવાની ઈચ્છા ધરાવતા હતા તેઓને પ્રતાપનગર હોસ્પિટલ અને ગોત્રી હોસ્પીટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા છે. આ સિવાયના બધા કર્મચારીઓને ઘરે હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેઓની સારવાર આપવામાં આવી રહી છે.

image source

હોમ ક્વોરેન્ટાઇન કરાયેલ દર્દીઓને એક કીટ આપવામાં આવી છે આ કીટમાં થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, તમામ સૂચનો અને દવાઓને સામેલ કરવામાં આવી છે. આ દવાઓની બધી માહિતી કીટમાં આપવામાં આવી છે. આવી રીતે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ દર્દીઓને સવારે અને સાંજના સમયે એવી રીતે દિવસમાં બે વાર ફોટો પાડીને રેલવેના હેલ્થ ડીપાર્ટમેન્ટને મોકલવાનું જણાવવામાં આવ્યું છે. જેથી કરીને દર્દીઓના સ્વાસ્થ્ય વિષે માહિતી મળી રહે.

૮૬ વર્ષની એક વૃદ્ધ મહિલાનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મૃત્યુ થયું.

image source

વડોદરાના રેલ્વે વિભાગના કર્મચારીઓને રેલ્વે હોસ્પિટલ પ્રતાપનગરમાં એડમિટ કરાયેલ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને હોસ્પિટલના ડોક્ટર્સ ખડેપગે રહીને રેલવેના કર્મચારીઓની સારવાર આપી રહ્યા છે. અત્યાર સુધીમાં રેલ્વે હોસ્પિટલમાં એક ૮૬ વર્ષની મહિલા જેઓ અગાઉથી જ અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા હતા અને કોરોના વાયરસની સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. આ સાથે જ પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર્સ તરફથી આપવામાં આવતી ટ્રીટમેન્ટના લીધે ઘણા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત બધા કર્મચારીઓ અને પરિવારના સભ્યો સારવાર હેઠળ.

image source

રેલ્વે હોસ્પિટલ, પ્રતાપનગરના એડીશનલ ચીફ મેડીકલ સુપરીટેન્ડન્ટ ડૉ. ક્રિષ્ણકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આર્ટીફીશીયલ અને રેપીડ ટેસ્ટ અમે કુલ મળીને ૭૫૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ૧૯૦ જેટલા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝેટીવ સામે આવ્યા છે તેઓની અત્યારે સારવાર આપવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ