વડોદરામાં રહેતા ધારાબેન ઠાકર 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT ( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન ) તરીકે ફરજ બજાવે છે. કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં 108 પણ રાત-દિવસ દોડ્યા કરે છે જે આપણે સૌ જાણીએ છીએ.
EMT તરીકે સેવા આપતા ધારાબેન ઠાકર અત્યારે પ્રેગ્નન્ટ છે. તે ઈચ્છે તો પગાર સાથે અત્યારે પ્રસુતિ રજા પર જઇ શકે પણ એમ કરવાને બદલે 6 માસના ગર્ભ સાથે ધારાબેન પોતાની ફરજ પર હાજર છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ માને પોતાના આવનારા બાળકની ચિંતા થાય તે સ્વાભાવિક છે આમ છતાં પોતાની ફરજથી વિચલિત થયા વગર એ કામ કરે છે.

ધારાબેનને પૂછ્યું કે આવી પરિસ્થિતિમાં રજા પર ઉતરી જવાના બદલે કામ કેમ કરો છો ત્યારે આ બહાદુર દીકરીએ જવાબ આપ્યો કે ‘હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું અને એટલે હું મારી પ્રેગ્નનસી છતાં ફરજ બજાવું છું.’ ધારાબેન જેવા કોરોના વોરિયર્સ આપણને સૌને વિશ્વાસ અપાવે છે કે આ જંગ આપણે જરૂર જીતીશુ.
મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ