કેવું અદભૂત! એક મહિલાએ ૫૫ મિનિટમાં એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો… જાણો વડોદરાના આ બહેન સાથે શું બન્યું…

૫૫ મિનિટમાં ૪ બાળકોને આપ્યો જન્મ; ના, વિદેશની કોઈ ઘટના નથી આપણાં વડોદરામાં જ બન્યું કંઈક એવું કે સૌ આશ્ચર્યમાં પડી ગયાં… કેવું અદભૂત! એક મહિલાએ ૫૫ મિનિટમાં એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો… જાણો વડોદરાના આ બહેન સાથે શું બન્યું…


સંતાનની ઇચ્છા દરેક દંપતીને હોય છે. એક પરિવાર ત્યારે જ સંપૂર્ણતા અનુભવે જ્યારે તેના ખોળે નાનકડું બાળક રમતું થાય. જ્યારે ઘરના વડીલોને તેમનું વ્યાજ એટલે કે પોતાના સંતાનોના બાળકો ન મળે ત્યારે તેમને સૌથી વધુ દુખ થતું હોય છે અને તેથી જ હર્યાભર્યા ઘરમાં પણ શેર માટી ખોટ સાલે તેવી સ્થિતિ સર્જાઈ જાય છે. બાળક માટે સૌ કોઈ ઝંખના કરતું હોય છે, કેટલીય માનતાઓ અને બાધાઓ રાખતાં હોય છે અને તે બધી જ પ્રાર્થનાઓના ફળ રૂપે જ્યારે બાળક અવતરે ત્યારે સૌ કોઈ ઈશ્વરના આ આશીર્વાદને ખૂબ વહાલ કરે છે. તેની સાથે પોતે પણ નવું જીવન જીવવા લાગે છે.


આજે અમે આપને એક એવી માતા વિશે જણાવીશું જેણે હાલમાં એક સાથે ચાર સંતાનોને જન્મ આપ્યો. જી હા, એક સગર્ભા સ્ત્રીને એક બાળક જણતી વખતે ૨૦૦ હાડકાં તૂટે તેવું દર્દ થાય છે એવું અનુભવાય છે ત્યારે આ તો એક સાથે ચાર બાળકોનો જન્મ… કેવી સ્થિતિ હશે તેની અને કઈરીતે જન્મા જાણીએ.

એક સાથે કલાક કરતાં પણ ઓછા સમયમાં ૪ બાળકોને જન્મ આપ્યો વડોદરાની આ મહિલાએ…


આવા સમાચાર સાંભળીએ ત્યારે એમ થાય કે આ તો અગાઉ આપણે કોઈ વિદેશની ઘટનાની વાત સાંભળીએ છીએ. આ ખરેખર તો આપણાં ગુજરાતની અને તે પણ વડોદરાની જ વાત છે. કહેવાય છે કે આવી કોઈ ઘટના પાંચ લાખ બહેનોમાંથી કોઈ એક સાથે થાય છે. ગત રવિવાર રાતે વડોદરાની સયાજીર હોસ્પીટલમાં આવી ઘટના પહેલીવાર જ નોંધાઈ છે.


વાડી મોડી વ્હોરવાડ વિસ્તારમાં રહેતા સગર્ભા અવસ્થાવાળા રૂકસારબાનુ ગુફરાન માગદખાને રવિવારે પેટમાં પ્રસુતિનો દુખાવો ઉપડતાં તેમના પરિવારજનો તરત જ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં ખસેડ્યાં. જ્યાં તેમને તાત્કાલિક ધોરણે દાખલ કરાયાં અને તબીબ ટીમે રૂકસારબાનુંના ૪ બાળકોને પ્રસુતિ કરવામાં લગભગ ૫૫ મિનીટ જેટલો સમય લાગ્યો હતો. જેમાં રાત્રે ૧ વાગ્યે તેમણે પહેલી પુત્રીને જન્મ આપ્યો હતો. અને ત્યાર બાદ ૧.૩૮ મિનિટે બીજો પુત્ર, ૧.૩૯ મિનિટે ત્રીજો પુત્ર અને ૧.૫૫ મિનિટે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો.


આ સમાચારની પુષ્ટિ નિષ્ણાંત તબીબે કરી હતી…

સયાજી હોસ્પીટલના નિષ્ણાંત ડોક્ટર કે જોઓ એક પિડિયાસ્ટ્રીક શાખાના પ્રતિનિધિ છે, તેમણે આ સમાચારની હકીકતની પુષ્ટિ કરી છે. ડો. શીલાબેન ઐયરે તેમના રીપોર્ટમાં જણાવ્યું છે કે રૂકસારબાનુને એક સાથે ચાર બાળકો જન્મ્યાં છે. જે ૧ વાગ્યાથી ૧.૫૫ સુધીના અંતરમાં બાળકોને જન્મ અપાયો છે. જેમાં બાળકીનું વજન ૧ કિ.ગ્રામ, બે બાળકોનું ૧.૨૦૦ કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન ૧.૧૦૦ કિ.ગ્રામ વજન છે. સુવાવડી માતાની તબીયત સારી છે અને ચારેય બાળકોને કેર યુનિટમાં રખાયા છે જેથી તેમની યોગ્ય માવજત થઈ શકે.


સત્તાવાર રીતે એવો દાવો કરી ન શકાય પરંતુ છેલ્લા પાંચેક વર્ષ અને તેથીય પહેલાં એવો કોઈજ કેસ હજુ સુધી વડોદરામાં કે ગુજરાતની કોઈ જ હોસ્પીટલમાં નોંધાયો નથી. જેમાં એક સાથે કોઈ સગર્ભાએ ૪ બાળકોને જન્માવ્યાં હોય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ