“સેવ ઉસળ” – વડોદરાની પ્રખ્યાત વાનગી હવે તમારા રસોડે…

“સેવ ઉસળ”

જરૂરી સામગ્રી:

1) પોણો કપ -સૂકા લીલા વટાણા
2) ૧ કપ – ટામેટા ની પ્યુરી (તેને ક્રશ કરતી વખતે થોડી કોથમીર એડ કરી દેવી,જો ડુંગળી ખાતા હોવ તો એ પણ આની સાથે જ ક્રશ કરી લેવી
3) અડધો કપ – બાફીને મેસ કરેલું બટાકું (ઓપ્શનલ છે ના એડ કરવું હોય તો ચાલે )
4) ૧ મોટી ચમચી – લીલા મરચા ની પેસ્ટ (જો લસણ ખાતા હોવ તો એ પણ સાથે વાટીને લેવું )
5) ૫-૬ ચમચી – તેલ
6) ૧ નાની ચમચી – હળદર
7) ૧-૧/૨ ચમચી – ધાણાજીરું
8) ૨ મોટી ચમચી – લાલ મરચું
9) ૧ મોટી ચમચી – સેવ ઉસળ મસાલો
10) ૧ નાની ચમચી – ગરમ મસાલો
11) ૧ ચમચી – બેસન
12) સ્વાદ પ્રમાણે મીઠું
13) ૧-૧/૨ કપ જેટલું પાણી
14) સમારેલી કોથમીર

તરી બનાવવા માટે (લાલ ચટણી માટે ની સામગ્રી ):

1 ) ૧ ચમચી – તેલ
2 ) ૧ મોટી ચમચી – કાશ્મીરી લાલ મરચું
3 ) ૧/૪ ચમચી – હળદર
4 ) ૧ ચમચી – ધાણાજીરું
5 ) ૧/૪ ચમચી – ગરમ મસાલો
6 ) ૧ નાની ચમચી – સેવ ઉસળ મસાલો
7 ) ૧/૪ ચમચી – મીઠું
8 ) ૨-૩ ચમચી – પાણી

ગાર્નીશીંગ માટે:

સમારેલા ટામેટા (ડુંગળી પણ લઈ શકાય જો ખાતા હોવ તો)
પોચા ગાંઠીયા ,કોથમીર અને તરી
સર્વિંગ માટે
પાંવ ,તરી ,ગાંઠીયા,લીલી ચટણી અને લીંબુ

આજે આપણે બનાવીશું વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ .તેની સાથે એક તીખી લાલ ચટણી સર્વ થતી હોય છે જેને “ તરી “ કહે છે .તો બહાર જેવું જ સેવ ઉસળ અને તરી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ .

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા સૂકા વટાણા ને ૪-૫ કલાક પહેલા ગરમ પાણી માં પલાળી દેવા

2) હવે કુકરમાં વટાણા ની સાથે ૧-૧/૨ કપ જેટલું પાણી ,મીઠું ,થોડી હળદર અને ચપટી સોડા ઉમેરી આની મીડીયમ ગેસ પર એની ૪-૫ સીટી કરી લો

3) એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે લીલા વાટેલા મરચાં અને હળદર એડ કરો (જો લસણ ખાતા હોવ તો તેને પણ મરચા ની સાથે જ વાટી લેવું)

4) હવે તેમાં ક્રસ કરેલા ટામેટા નાખી દો(જો ડુંગળી ખાતા હોવ તો ટામેટા ની સાથે જ ડુંગળી પણ ક્રશ કરી લેવી)

5) ટામેટા બે મિનીટ સાંતળી લીધા પછી તેમાં મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી લો અને ૩-૪ મિનીટ ચઢવા દો

6) બાફેલા વટાણા પાણી સાથે જ ઉમેરી દો

7) બાફેલું બટાકું ઉમેરી દો (બહાર બાફેલું બટાકું નથી નાખતા પણ બટાકું ઉમેરવા થી ગ્રેવી જાડી બનશે)

8) બેસન ને પાણી માં ઓગાળી ને ઉમેરો

9) પાણી ઉમેરો, સાથે સેવ ઉસળ મસાલો અને ગરમ મસાલો ઉમેરી હવે તેને મીડીયમ ગેસ પર ઉકળવા દો

10) થોડું ઘટ થાય એટલે સમારેલી કોથમીર ઉમેરો

11) આટલા સેવ ઉસળ ને મીડીયમ ગેસ પર પાણી ઉમેર્યા પછી લગભગ ૧૦ -૧૨ મિનીટ ઉકાળવા દેવું પછી ગેસ બંધ કરી તેને ઢાંકી દો

તરી બનાવવા માટે ની રીત :

1) તરી બનાવવા માટે એક વાટકા માં મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, સેવ ઉસળ મસાલો, અને થોડું મીઠું મિક્ષ કરી લો, હવે તેમાં થોડું પાણી ઉમેરી એની પેસ્ટ બનાવી લો

2) એક નાની કડાઈ માં તેલ ગરમ કરવા માટે મૂકો

3) તેલ ગરમ થાય એટલે આ મસાલા ની પેસ્ટ એમાં ૨-૩ મિનીટ સાંતળી લો

4) હવે આ તરી તૈયાર છે એને એક બાઉલ માં લઇ લો

સર્વિંગ :

ગરમા ગરમ સેવ ઉસળ ને એક બાઉલ માં લઇ લો હવે તેની ઉપર સમારેલા ટામેટા, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી, સેવ ઉસળ માટે ના પોચા ગાંઠીયા આવે છે તે ઉમેરો અને તેને તરી, કોથમીર મરચા ની લીલી ચટણી અને પાઉં સાથે સર્વ કરો

નોંધ :

સેવ ઉસળ હંમેશા સૂકા વટાણા થી જ બનાવવું અને તે જેટલું ઉકળશે તેટલો જ તેનો ટેસ્ટ વધુ સારો આવશે અને તેને જયારે સર્વ કરો તેને ગરમ કરી ને જ સર્વ કરો તો તે વધુ ટેસ્ટી લાગશે

સૌજન્ય :શ્રીજી ફૂડ

આવી અનેક વાનગીના વિડીઓ જોવા માટે ક્લિક કરો અમારી લીંક. – 

ટીપ્પણી